શ્યામ તને હું સાચ્ચે કહું છું – સુરેશ દલાલ

આસ્વાદ – તુષાર શુક્લ
સ્વર – આરતી મુન્શી
સંગીત – ગૌરાંગ વ્યાસ
સંગીત સંચાલન – શ્યામલ – સૌમિલ મુનશી
આલ્બમ – મોરપિચ્છ

સ્વર – ઐશ્વર્યા મજમુદાર
સંગીતકાર – ગૌરાંગ વ્યાસ
આલ્બમ – ઐશ્વર્યા

શ્યામ તને હું સાચ્ચે કહું છું, માન મલાજો લોપી;
હું તો તારી, હે ગિરિધારી ગયા જનમની ગોપી.

જાણીતી ને તોય અજાણી, એક યમુના વહ્યા કરે,
એક વાંસળી મોરપીંછની મૂંગી મૂંગી સહ્યા કરે;
સૂર શબ્દની સીમાએથી આંખ આંખમાં રોપી,
હું તો તારી, હે ગિરિધારી ગયા જનમની ગોપી.

કીયા જનમનાં કદંબો ઉગ્યાં કીયા જનમની છાયા,
મીરાં ને મોહન મુખડાની અનંત લાગી માયા;
શ્યામલ તારા ચરણ કમળમાં સઘળું દીધું સોંપી,
હું તો તારી, હે ગિરિધારી ગયા જનમની ગોપી.

– સુરેશ દલાલ

5 replies on “શ્યામ તને હું સાચ્ચે કહું છું – સુરેશ દલાલ”

 1. chhaya says:

  કિયા જનમના કદમ્બ ઉગ્યા
  કિયા જનમ નિchhaya
  wah

 2. Hetal Brahmbhatt says:

  વાહ્…આરતિબેને ખુબ નાજુકાઈ થિ ગાયેલુ અદભુત ગેીત …if you can also put the version sung by Vibha ben…it is also beautifully sung…

 3. Ravindra Sankalia. says:

  ર્ેશ દલાલની આ કવિતા ઘણીજ ભાવવાહી છે.પણ અફસોસ, હવે તો આપણે એમને એમની કવિતા થકીજ સમ્ભળ્વાન અસન્ખ્ય ક્રુશ્ણગીતો લખનાર ક્રુશ્ણજન્મને દિવસેજ ગયા.

 4. Chetan Mehta says:

  Dear Medam Jaishreeben,

  I am Chetan Mehta From Surat, I fill good to here this song (Kavya). There is a youth fastival of school in surat @ Sardayatan school on 6th September. My daughter Mudra Mehta study in 10 @ exprimantal school and she will be participate with this song @ that day- this is my choice and she will do the pratice now……..

  It’s good sing this song by Miss. Aswariya Majmudar…….
  Thanks

  બહુ સરસ
  આવજો,

 5. Harita Desai says:

  No one can sing this song better than Aartiben……. just mind-blowing…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *