સોનાના બોર ઝુલે….. – શ્રી બ્રહ્માનંદ સ્વામી

સ્વર – પ્રફુલ દવે
આલ્બમ – રસિયો રાસ રમે

ઘનશ્યામ મહારાજ

સોનાના બોર ઝુલે નંદકિશોર, પ્યારાને પારણે સોનાનાં બોર,
હીરા માણેક બહુ જડિયાં પારણિયે,
કાજુ શોભે છે રૂડી મોતીડાની કોર….

કોડે ઝુલાવે પ્યારી, કહાન કુંવરને,
હાથે ગ્રહીને રૂડી હીરલાની દોર….

કોઈક કા’નાને નેણે સારે કાજળિયું,
કોઈક બનાવે કસ્તૂરીની ખોર….

બ્રહ્માનંદ કહે મુખ રસિયા વા’લમનું,
ગોપી જુએ છે જેમ ચન્દ્ર ચકોર….

– શ્રી બ્રહ્માનંદ સ્વામી

(Audio file અને શબ્દો માટે કમલેશ ધ્યાનીનો આભાર)

10 replies on “સોનાના બોર ઝુલે….. – શ્રી બ્રહ્માનંદ સ્વામી”

  1. જન્મશટમીને દિવસે આ ભજન સમ્ભળ્વાની મઝા આવી. બ્રહ્માનન્દ સ્વામી ગુજરતીમા પણ લખતા એ ખબર ન હતી.

    • Thousands of amazing and divine swaminarayan bhajans in Gujarati written by Brahamanandswami…of course people know him by some hindi, rajasthani bhajans by Anup Jalota

  2. બહુજ સરસ ખાસ કરિને જનમાશત્મિ ના સુભ અવ્સર પર

  3. ખૂબ જ સરસ.જન્માષ્ટમી ના સ્વરોત્સવ માટે ટહુકો નો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *