તકદીર ખુદ ખુદાએ લખી – જલન માતરી

જેનો એક-એક શેર એક ગઝલની ગરજ સારે – એવી જલન માતરીની આ સદાબહાર ગઝલ.. સાથે એમનું એટલું જ સુંદર મુક્તક.. અને એ પણ પુરુષોત્તમ ઉપાધ્યાયના દિગ્ગજ સ્વર – સ્વરાંકન સાથે..

અને સાથે બીજું એક બોનસ.. આ રેકોર્ડિંગ Live Program નું છે, એટલે વચ્ચે વચ્ચે પુરુષોત્તમ ઉપાધ્યાય જે વાતો કરે છે – કવિતા વિષે, ગુજરાતી ભાષા વિષે, ક્ષેમુ દિવેટીઆ વિષે, રાગ વિષે.. એ સાંભળવાની પણ એટલી જ મજા આવે છે. જાણે થોડી વાર માટે આપણે પણ એમને રૂબરૂ જ સાંભળ્યા હોય…!! (Weekend ની મજા લીધા પછી એમ પણ સોમવારે સવારે થોડી વધારે energy ની જરૂર પડે ને? તો આ ગઝલ સાંભળીને ચોક્કસ એ extra energy મળી રહેશે..! 🙂 )

પીધાં જગતના ઝેર તે શંકર બની ગયો
ને કીધાં દુ:ખો સહન તે પયંબર બની ગયો
મળતી નથી સિધ્ધી કદી કોઇને સાધના વિના
પણ તું ખરો કે આપમેળે ઇશ્વર બની ગયો

સ્વર : સંગીત – પુરુષોત્તમ ઉપાધ્યાય

.

મઝહબની એટલે તો ઇમારત બળી નથી,
શયતાન એ સ્વભાવે કોઇ આદમી નથી.

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.

ત્યાં સ્વર્ગ ના મળે તો મુશીબતનાં પોટલાં,
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.

હિચકારું કૃત્ય જોઇને ઇન્સાનો બોલ્યા,
લાગે છે આ રમત કોઇ શયતાનની નથી.

ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

ઊઠ બેસમાં જો ભૂલ પડે મનના કારણે.
એ બંદગીનો દ્રોહ છે, એ બંદગી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.

– જલન માતરી

72 replies on “તકદીર ખુદ ખુદાએ લખી – જલન માતરી”

  1. મેં તો ઝેર નાં બે ઘુંટ એવા તે પીધા, કે હવે
    લોકો ના કડવા શબ્દો પણ હવે અમૃત લાગે છે.

  2. ફૂલોની સુગંધ ચાહનારા બાગના માળી થઈ ગયા,
    એની સુગંધ ચોરનારા અત્તરનાં વેપારી થઈ ગયા,
    તારી પ્રભુ અદેખાઈ કરનારા માલામાલ થઈ ગયા,
    તારી ભક્તિ કરનારા ભક્તો જુઓ ભીખારી થઈ ગયા

  3. ખાલી હતો છતાંય મજામાં રહ્યો હતો, પીધા વિના જ હું તો નશા માં રહ્યો હતો….. આ ગઝલ બરકત વિરાણી બેફામ સાહેબ ની છે, મળે તો મોકલજો, કોઈ એ ગાઈ હોય તો પણ મોકલજો…….

  4. અા ગઝલની તો શી વાત કરું હું,
    મસ્તાનો બનીને બસ વાંચ્યા જ કરું હું,
    આપની આ ગઝલ તો મારા દિલમાં ઉતરી ગઇ,
    લાગે છે કે આ દુનિયા પણ ઝેર જેવી બની ગઇ,
    કારણ એ જ કે જિંદગીની સારી હકિકત એક શાયરી બની ગઇ.

  5. Purshottambhai nu Kahevuoo Shuoo ?? !!
    1973 Ma ek Ratre,Ex-police commissioner Shri Pandye,Arun Trivedi,Prembhai Raval……Ane purshottmbhai Ane Sushri hansaben Dave…Ame Late Anil Fadia ne Taya Malya Ane Panch Geeto Gava Bethak Jamavi……..Savar Padi….pusrshottambhai ane Hansaben Nu Gaavuoo,Pachhi Samay Thambhi Jayya !!!
    Aaavi rite ek var,Amadavad Na Air-Port Par .Junu Air port…purshhottambahi Vaja Peti Sathe Mubai,Aagali Rate Programme Aapi jai rahya Hata.Vaja Pati Sathe Hati.plane ne Vaar Hati. Air Port Par ja..Be trana Geeto Sambhalavee Didha…bus Aaava Amara living Legend Purshottambhai Amara Man Hardya par Chhavaya Chhe !!God

  6. મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
    જીવનની ઠેસની હજુ કળ વળી નથી.

  7. ઓ હ્દય તે પણ ભલા…!!!
    =========================================

    “ઓ હ્દય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને,
    જે નથિ મરા બન્યા તેનો બનાવ્યો છે મને.

    સાથ આપો કે ના આપો એ ખુશિ છે આપનિ,
    આપનો ઉપકાર મારગ તો બતાવ્યો છે મને.

    સાવ સહેલુ છે તમે પણ એ રિતે ભુલિ શકો,
    કે તમારા પ્રેમમા મે પણ ભુલાવ્યો છે મને.

    મારા સુખના કાળમા એને છુ યાદ હુ,
    મારા દુઃખના કાળમા જેને હસવ્યો છે મને.

    હોત દરિયો તોય હુ તરવનિ તક પામિ શકત,
    શુ કરુ કે ઝાન્ઝવાઓએ ડુબાવ્યો છે મને.

    કૈ નહોતુ એ છતા સૌએ મને લુટિ ગયા,
    કૈ નહોતુ એટલે મે પણ લુટાવ્યો છે મને.

    એ બધાના નામ દઇ મારે નથિ થાવુ ખરાબ,
    સારા સારા માનવિ ઓએ સાતાવ્યો છે મને.

    તાપ મારો જિરવિ સક્તા નથિ એ પણ હવે,
    લઇ હરિફો નિ મદદ જેણે જલાવ્યો છે મને.

    છે હવે એ સૌને મારો ઘાટ ઘડવાનિ ફિકર,
    શુધ્ધ સોના જેમ જેઓએ તપાવ્યો છે મને.

    આમ તો હાલત અમારા બે’યનિ સરખિ જ છે,
    મે ગુમાવ્યા એમ એણે પણ ગુમાવ્યા છે મને.

    આ રિતે સમતોલ તો કેવળ ખુદા રાખિ શકે,
    ભાર માથા પર મુક્યો છે ને નમાવ્યો છે મને.

    સાકિ જોજે હુ નશામા ગમને ભુલિ જાવ નહિ,
    એ જ તોઆ તારા મયખાનામા લાવ્યો છે મને.

    આપ સાચા અર્થ મા છો મારે માટે તો વસન્ત,
    જયારે જયારે આપ આવ્યા છો ત્યારે ખિલાવ્યો છે મને.

    એ બધા ‘બેફામ’ જે આજે રડે છે મોત પર,
    એ બધા એ જિન્દગિ આખિ રડાવ્યો છે મને.”
    ============================

    • કોઈક એ રડાવયા , તો કોઈક એ હસાવયા છે, મને
      ખબર નહી કેમ પણ બંને એ મને કંઈક શીખવ્યું છે.

  8. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
    કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી

    At so many places these lines are attributed to Mareez, who is the original writer?

    • ખૂબ જ ભાવુક અને સંવેદનશીલ ગઝલ.એ ને લગતી પંક્તી….
      મંદિરમાં તને જોવું રબરૂ ક્યાં હાજર હોય છે,
      પથ્થર માં જોવું તો મુર્તિ માં હાજર હોય છે,
      સમજાતી નથી ને સમજાશે નહીં તારી આ લીલા,
      મારા પર તારી કંઈ ને કેવી નજર હોય છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *