હું તો ફૂલડાં વીણવા ગઇ’તી…

આપણા જુના ગુજરાતી ગીતોમાં કેટલાય એવાં છે કે પરણેલી સ્ત્રીએ પિયુજી માટે ગાયા હોય, પણ ‘એમની’ વાત તો ગીતના છેલ્લા ફકરામાં જ આવે… ‘મારી વેણીમાં ચાર-ચાર ફૂલ’, ‘ધમ-ધમક ધમ સાંબેલું’, અને બીજાય થોડા ગીત છે.. (તમે શોધી આપશો?) .. અને એ લિસ્ટમાં મુકી શકાય એવું આજનું ગીત પણ ખરું જ તો.. 🙂

અને જુના હિન્દી ગીતોના શોખીનોને તો આ ગીતની સાથે વૈજંતીમાલા પણ યાદ આવે એવું યે બને.. દૈયા રે દૈયા રે ચડ ગયો પાપી બિછૂઆ.. !!
સ્વર : આશા ભોંસલે

This text will be replaced

હું તો ફૂલડાં વીણવા ગઇ’તી,
ત્યાં મને વિછુંડો ચટક્યો
એવો ચટક્યો એવો ચટક્યો,
કાળજે આવીને ખટક્યો
હું તો ફૂલડાં…

આવ્યા જેઠ-જેઠાણી,
મારી આખ્યુંમાં આવ્યા પાણી
હું ભોળી ભરમાઇ ગઈ ને
ડંખ મારીને વિછુંડો છટક્યો
હું તો ફૂલડાં…

સાસુ-સસરા ને નણંદ નાની,
કોઈએ મારી પીડાની જાણી
વૈદે ઘુંટ્યા ઓસડીયા
પણ વેરી વિછુંડો ન અટક્યો
હું તો ફૂલડાં…

રંગીલો નણદીનો વીરો,
મને જોઈને થયો આધિરો
એને જોતાં ગઈ વિછુંડો ભૂલી ને
જીવ મારો એનામાં ભટક્યો
હું તો ફૂલડાં…

8 replies on “હું તો ફૂલડાં વીણવા ગઇ’તી…”

 1. Asti says:

  બહુ જ સરસ ગીત. આ ગીત સાંભળી ને એક ગરબો યાદ આવ્યો. વડોદરા માં રહેલા લોકો ને કલહંસ તો યાદ હશે જ. એમનો એક ગરબો છે – ‘ફૂલડાં વીણવા ગ્યાતાં રે, હે લાગ્યો લાગ્યો રે ગોરી તારો નેડલો રે’

 2. CHINTAN says:

  મારી પાસે ‘હુ તો ફુલડા વીણવા…..’ અને ‘મારી વેણી મા ચાર..’
  ચ્હે પણ હુ તમને મોકલુ કેવી રીતે? wrioite2us પર મોકલી શકુ ને? મને hardly જ સમય મલે ચ્હે net use કરવા માટે એ પણ હુ college માથી કરુ ચ્હુ. અન college મા અમને pan drive use નથિ કરવા દેતા…. પણ i will try my level best..
  REGARDS…..

 3. Jayshree says:

  I already have those songs – and they are there on tahuko as well…

  I was basically talking about the theme of the songs and asked if you visitors know any more songs which has similar theme..!!

 4. ashvin bhatt says:

  ખુબ જ સુન્દર ગિત નો સન્ગ્રરહ ….

  ખુબ આભાર્

  ાશ્વિન

 5. bharat patadia says:

  બાબુભાઈ રાનપરા – દયાલુ ના ગિતો છઍ?

 6. Ashvin says:

  ખુબ જ મજા આવિ ગય . .

 7. Kanti Patel says:

  હુ તો ઘણા વખતથી આ ગીતની શોધઆ હતો. આનદ થયો.

  • Kanti Patel says:

   I have been looking for the wordings to this song for a long time. I was sent this website. Great Job by RADIO TAHUKO. Please you may contact me with more sites. Please Email me to kaku742@msn.com Thanks.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *