ગોદડાંમાં શું ખોટું? – વિવેક મનહર ટેલર

આજે એક મસ્ત મજાનું બાળગીત, વિવેકભાઇની કલમે… Chistmas Time છે એટલે ઠંડી તો હોવાની જ ને..!! તો તમે પણ આ ઠંડીની મજા વધારતું ગીત માણો..!!

મમ્મી બોલી, ઠંડી આવી, સ્વેટર પહેરો મોટું,
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?

ગોદડાંને પકડી તો જુઓ,
ગોદડાંમાં છે નરમી;
મથી-મથીને અમે કરી છે
અંદર ભેગી ગરમી.
ગોદડાંની અંદર હું કેવો મસ્તીથી આળોટું ?
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?

ગોદડાંનો ગોટો છે આ કે
વારતાઓનો ડબ્બો?
ડુંગરમાંથી હાથી થઈ જાઉં,
ભૂત બની કહું, છપ્પો !
સ્વેટરમાં તો છોટુ થઈને રહેશે ખાલી છોટુ…
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?

-વિવેક મનહર ટેલર
(૧૧-૦૨-૨૦૦૮)

4 thoughts on “ગોદડાંમાં શું ખોટું? – વિવેક મનહર ટેલર

 1. Asti

  આ ગીત વાંચીને બાળપણ યાદ આવી ગયું. નાની હતી ત્યારે ગોદડા ના કબાટ માં આખો દિવસ ભરાઇ ને ચોપડીઓ વાંચતી તેની યાદ તાજી થઇ ગઇ.

  Reply
 2. કુણાલ

  સાચ્ચે જ ખુબ મજાનું ગીત !!! :)

  એ બધી જ સવાર યાદ આવી ગઈ જ્યારે હું પણ મમ્મીને આ રીતે ગોદડામાં ભરાઈને બહાર નીકળવાની ના પાડતો … !!!

  Reply
 3. manvant

  ગોદડાની હૂફ મેઁ પણ માણી છે હોઁ ભાઇ !
  તે હિ નો દિવસાઃ ગતાઃ/

  Reply
 4. SACHIN DESAI,DAHOD

  મસ્ત ગોદડા ગિત્….અદભુત્ શબ્દો .. અભિન ન્દ્ ન્

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>