શબ્દો જ કંકુને ચોખા… – મનોજ ખંડેરિયા

રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા

આ શેર જો મારે કોઇને dedicate કરવાનો હોય, તો મને સૌથી પહેલા લયસ્તરો યાદ આવે.. શબ્દો સાથેનું ખોવાયેલું સગપણ લયસ્તરો એ પાછું આપ્યું, એમ કહું તો એમા જરા અતિશ્યોક્તિ નથી..!

આજે લયસ્તરોની ચોથી વર્ષગાંઠ પર ડો. ધવલ શાહ અને ડો. વિવેક ટેલરને આપણે પણ ‘શુભેચ્છાઓ’નું prescription આપીએ ને? Happy Birthday to Layastaro.com !! 🙂 – અને લયસ્તરોની આખી ટીમ ને ખોબલે ખોબલે શુભકામનાઓ..

આવતા દસ દિવસ સુધી લયસ્તરો પર Birthday Special – ગુજરાતી ગઝલ ઇતિહાસની ૨૦ યાદગાર ગઝલો – વાંચવાનું – માણવાનું – અને ખાસ રસાસ્વાદ સાથે મમળાવવાનું ચુકશો નહીં.

સ્વર : સંગીત : અમર ભટ્ટ

.

રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા

હવાયેલી સળીઓ જ ભીતર ભરી છે
અહીંના જીવન જાણે કે બાકસનાં ખોખાં

લચ્યા’તા જે આંખે લીલા મોલ થઈને
હવે એ જ સપનાં છે સુક્કાં મલોખાં

તું તરસ્યાને આપે છે ચીતરેલાં સરવર
તને ટેવ છે તો કરે કોણ ધોખા

વહાવ્યા કરું આંગળીમાંથી ગંગા
કે ક્યારેક જો હાથ થઈ જાય ચોખ્ખા

30 replies on “શબ્દો જ કંકુને ચોખા… – મનોજ ખંડેરિયા”

  1. આ શેર પ્રથમ વખત વાંચ્યો ત્યારે શાયર તરીકે કવિ શ્રેી જલન માતરી નું નામ હતું.
    થોડા દિવસ પહેલાં ઍક વિદ્વાન મિત્ર એ આ પંક્તિઓ કવિ શ્રેી રમેશ પારેખની છે એમ કહ્યું અને આજે
    શ્રેી મનોજ ખંડેરીયાનું નામ વાંચ્યું.
    જાણકારોને પ્રકાશ પાડવા વિનંતી.

  2. તઃયા બધા નોખા , તો પણ ના મળ્યા દિલ ના કોઈ ચોખા………

  3. રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
    અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા

  4. વહાવ્યા કરું આંગળીમાંથી ગંગા
    કે ક્યારેક જો હાથ થઈ જાય ચોખ્ખા

    અને ઉપરના છેલ્લા શેરનો આસ્વાદ પણ http://www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કરી દીધો છે.
    –ગિરીશ પરીખ

  5. અલબત્ત,મનોજ ખંડેરિયાની અમર ગઝલોમાંની આ એક છે. અગાઉ આ લખનારે એના પહેલા બે શરનો આસ્વાદ http://www.girishparikh.wordpress.com બ્લોગ પર કરાવ્યો છે. આજે નીચેના ત્રીજા અને ચોથા શેરોનો આસ્વાદ એ બ્લોગ પર કરાવ્યો છેઃ

    લચ્યા’તા જે આંખે લીલા મોલ થઈને
    હવે એ જ સપનાં છે સુક્કાં મલોખાં

    તું તરસ્યાને આપે છે ચીતરેલાં સરવર
    તને ટેવ છે તો કરે કોણ ધોખા

    –ગિરીશ પરીખ

  6. ગઝલના પ્રથમ શેર, “રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા / અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા” પરથી નીચેની પંક્તિઓ સ્ફૂરી. પંક્તિઓ મનોજ ખંડેરિયાને અર્પણ કરું છું:

    દેવોને શું આપું પુષ્પાંજંલિ હું ?
    લેખિનીમાંથી આપું શબ્દાંજલિ હું !

    –ગિરીશ પરીખ

  7. રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
    અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા

    મનોજ ખંડેરિયાની અમર ગઝલોમાંની એક ગઝલનો આ પહેલો શેર.

    સાહિત્ય-સર્જકના શબ્દો તો કંકુ ને ચોખા છે જ, પણ શબ્દો સાથે શું ઉમરાય તો એ (માનો કે ન માનોઃ લખ્યા વિના જ!) અનેક ગણા વધી જાય અને આનંદ પણ વધુ આપે? આ રહસ્ય જાણવા વાંચો http://www.girishparikh.wordpress.com બ્લોગ પર નવી પોસ્ટ અને આપો પ્રતિભાવ.

  8. અહિયા તો ખરેખર બધા ના જિવન બાકસના ખોખા જ છે
    પણ કેટલાક ભરેલા પણ હોય છે,જે બિજાના જિવન ને પણ ભરિ દે છે….

    AM I RIGHT MY FRIENDES.

  9. ખૂબ સુંદર ગઝલ , સાંભળતા મનમા શબ્દો સ્ફૂર્યા
    “ખસમ અંહીના જુદા છે પ્રેમી અનોખા
    અમારે તો લાગણી અને પ્યારના જોખા”

  10. Like this Gazal very much. In fact I studied in H L college and Amarbhai Bhatt was our visiting professor.

    તું તરસ્યાને આપે છે ચીતરેલાં સરવર
    તને ટેવ છે તો કરે કોણ ધોખા

  11. If you can post the same ghazal composed by Kalpakbhai Gandhi, I am sure Tahuko visitors would enjoy that composition also. Thank you.

  12. gujarati BHASHAni seva karvano bhekh khoooooob laaaaaambo chale.
    Jayshreeben ! jay ho ! jay ho!

    mara angat mitra Saumil – Shyamal Munshi pase Manojbhaini
    Ghazal ane Raeesh Maniyarna kanthe emni Hazal sambhali chhe. Hitesh M. Sanghvi-Ahmedabad

  13. અહીં અમારા ફોઈના બેઝમેંટમાં અમર ભટ્ટનાં સ્વરમા માણેલી આ ગઝલ હજુ ગૂંજે છે–ફરી માણી મઝા આવી-ત્યાર બાદ તેમનો કોઈ પત્તો નથી!!
    લયસ્તરોને નજર લાગી જાય તેમ લાગે છે…અને અમે તો ચાલ્યા ડો ધવલના પીયર ડીટ્રોઈટમાં અને રખડપટ્ટીમા સમય અને કોમ્પુટર હાથવગું હશે તો—નીરવરવેમાં તો શીડ્યુલડ કરી દીધું છે

  14. મનોજભાઈ ને મોઢે આ ગઝલ સાંભળેલી છે…
    અમરભાઈને રૂબરૂ સાંભળેલે છે…..
    અમારે તો આટલું જ કંકુ ને ચોખા…!!!!

  15. લયસ્તરો ને હાર્દિક અભિનંદન અને લાખ લાખ શુભકામનાઓ..

    જયશ્રીબેન, તમને પણ ખૂબ ખૂબ અભિનંદન… આવી જ રીતે ગઝલ અને ગાયકી નો ખજાનો લૂંટાવતા રહેજો…

    અદભૂત ચિત્ર…. અનોખી, અનેરી, મનહરિત કલ્પના..

    ‘મુકેશ’

  16. અમર ભટ્ટે અદ્.ભૂત રીતે સ્વરબદ્ધ કર્યું છે અને એમના અવાજમાં ગઝલિયત ઓર ખૂલે છે. માણસ તરીકે પણ એટલા જ અદ્.ભૂત !!

  17. સુંદર શબ્દો, સુંદર ગાયકી, સુંદર સંગીત અને આ બધાને અનુરુપ એવુ સુંદર ચિત્ર.

  18. કેવી અદભૂત અભિવ્યક્તિ….!
    અને મત્લા પછી સીધો આ શૅર આવશે એ કોઇ ધારી શકે…!!!!!!

    હવાયેલી સળીઓ જ ભીતર ભરી છે
    અહીંના જીવન જાણે કે બાકસનાં ખોખાં……
    મનોજભાઈ જેવી શખ્સિયત જ આ પ્રસ્તુત કરી શકે……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *