પડછાયો હતો – શૂન્ય પાલનપુરી

આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આજ પણ,
એના પાયે ‘શૂન્ય’ કેરો પ્રાણ પૂરાયો હતો.

શૂન્ય પાલનપૂરીની આ ગઝલ.. આમ તો લગભગ ૨ વર્ષથી ટહુકો પર છે જ.. આજે ફરી એકવાર, સ્વર-સંગીત સાથે..
ગમશે ને?

સ્વર : સંગીત : ??

.

ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો,
કોને જઇ કહેવું કે એ મારો જ પડછાયો હતો ?

ભેદ અનહદનો મને ત્યારે જ સમજાયો હતો,
જે દિવસે હું કોઇની નજરોથી ઘેરાયો હતો.

નામ પર મારા કોઇ શરમાય એ એની કસૂર ?
હું વિના વાંકે જીવન આખું વગોવાયો હતો.

ખુદ ઉષા-સંધ્યા ન એનો દઇ શકી કોઇ જવાબ,
લોહીથી સૂરજનો પાલવ કેમ ખરડાયો હતો ?

તારી આંખોના ઇશારે મારી એકલતા ટળી,
ભરસભામાં હું નહિતર ખૂબ મૂંઝાયો હતો.

માફ કરજે થઇ શક્યું ના આપણું જગમાં મિલન,
ભીડ કૈં એવી હતી કે હું જ રઘવાયો હતો.

આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આજ પણ,
એના પાયે ‘શૂન્ય’ કેરો પ્રાણ પૂરાયો હતો.

16 replies on “પડછાયો હતો – શૂન્ય પાલનપુરી”

  1. નમસ્તે,જયશ્રી બહેન,
    આ ગીત શ્રી પંકજભાઈ ગાંધી દ્વારા સ્વરબંઘ તેમજ ગવાયેલું છે
    આલ્બમ છે શૂન્ય ની સૌરભ.
    જયશ્રીનાથ

  2. લોહેી થેી સુરજ નો પાલવ કેમ ખરડાયો હતો????

    ખુબ ખુબ સુન્દર્,…..

  3. માફ કરજે થઇ શક્યું ના આપણું જગમાં મિલન,
    ભીડ કૈં એવી હતી કે હું જ રઘવાયો હતો…..

  4. MARE PAN JAVANU CHHE. TARE PAN JAVANU CHHE. JIVAN BIJU KAI NATHI, MAUT NU BAHANU CHHE. WHAT DO YOU SAY?

  5. દરેક શેર અફલાતૂન…..કોઈ એક ના વખાણ એ બાકીના શેર ની અવગણના કહેવાશે…. એવા દોષમાં ન પડાય…આફરીન…

    ‘મુકેશ’

  6. ખુદ ઉષા-સંધ્યા ન એનો દઇ શકી કોઇ જવાબ,
    લોહીથી સૂરજનો પાલવ કેમ ખરડાયો હતો ?

    વાહ, પ્રકૃતિ ને પણ વણી લીધી?
    વાવ્યા વિના જ ફસલ ચણી લીધી?

  7. મારિ આન્ખે કન્કુના સુરજ આથમ્યા……………..
    રાવજિ પટૅલ નિ રચના મુકજો.
    આભાર
    કિરિટ પટૅલ

  8. ખુબજ સુન્દર રચના છે..મને પણ લખવાનુ મન થઇ ગયુ…બીજી પણ આવી રચનાઓ વાચવી ગમશે…બની શકે તો..”મન ને મીઠા બોલ થી બહેલાવનારા આપ છો..ઝેર પાઇ ને અમી સર્જવનારા આપ છો..ની રચના મુકજો..શુન્ય સાહેબ ની એ એક અમર ક્રુતિ છે…અને મારી ગમતી ગઝલ…..

  9. માફ કરજે થઇ શક્યું ના આપણું જગમાં મિલન,
    ભીડ કૈં એવી હતી કે હું જ રઘવાયો હતો.

    વાહ…. અને…

    ભેદ અનહદનો મને ત્યારે જ સમજાયો હતો,
    જે દિવસે હું કોઇની નજરોથી ઘેરાયો હતો.

    આ તો ખુબ જ ગમ્યો.

  10. નામ પર મારા કોઇ શરમાય એ એની કસૂર ?
    હું વિના વાંકે જીવન આખું વગોવાયો હતો.

  11. તારી આંખોના ઇશારે મારી એકલતા ટળી,
    ભરસભામાં હું નહિતર ખૂબ મુંઝાયો હતો.
    આજ તો પૂરો મુશાયરો લૂંટી લીધો બાપ !!!

  12. વાહ વાહ ખુબજ સુન્દર …હુ પન પેહ્લલા લખતો હતો મને ઘનુ બધુ યાદ આવી ગયુ…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *