ચકરાવો લેતા કોઇ પંખીની જેમ મને – સુરેશ દલાલ

સ્વર : હંસા દવે , પુરુષોત્તમ ઉપાધ્યાય
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

This text will be replaced

ચકરાવો લેતા કોઇ પંખીની જેમ મને
વીટેં છે યાદ એક તારી
તારી આ કેવી મને લગની કે મારી અહીં
એકે પળ હોય નઇ કુંવારી

સોનાનું ગીત લઇ મહેંકે સવારભર
બપ્પોરે ઉગે તારી છાયા
સાંજને સમે હું તારી સંગાથે ચાલું
એના અંધારે પગલાં પરઘાયા

મળવાને ચોગમ છે ખુલ્લા દ્વાર
અને ઉઘડી છે એક એક બારી
તારી આ કેવી મુને લગની કે મારી અહીં
એક પળ હોય નઇ કુંવારી

પીળચટ્ટા ફૂલ લઇ લહેરાતું વૃક્ષ
લીલા પર્ણોમાં મોરલાની કેંકા.. કેંકા.. કેંકા..
ડાળીની વચ્ચે આ ઉજળા આકાશે
તારા ચહેરાની છલકાતી રેખા

વાણીની ઝાંય મહીં —–
શમણાઓ ઉમટે અલગારી
તારી આ કેવી મુને લગની કે મારી અહીં
એક પળ હોય નઇ કુંવારી

9 replies on “ચકરાવો લેતા કોઇ પંખીની જેમ મને – સુરેશ દલાલ”

 1. Naishadh Pandya says:

  સગીત પૂરૂશોતમ ઉપાધ્યાય ગાયક હન્સા દવે ગીત કદાચ સુરેશ દલાલ. ભુલતો ન હોઉ તો ૭૪-૭૫ મા રજુ થયુ.

 2. Amit Trivedi says:

  નૈશધબહિ બિલ્કુલ સાચા છે, સ્વર હન્સાબેન દવે નો અને પુરુષોત્તમભાઈ નો છે,
  સ્વરકાર પણ પુરુષોત્તમભાઈ છે.
  ગીતકારનૂં નામ AIR પર થી કોઇ વાર નોતૂં સાંભળ્યું.

 3. Amit N. Trivedi says:

  I am sorry નૈશધભાઈ for wrong જોડણી.
  – અમિત.
  જયશ્રીબેન, you may please update singer / composer at convinience.

 4. Naresh says:

  I see question mark in Poet. Its by Suresh Dalal you can find this song in his book called “Sky scraper” which is now out of print

 5. ઘણા વખત થી આ ગીત શોધતી હતિ આજે મળ્યુ. ખુબ આનન્દ થયો. અન્તર થી અભાર માનુ છુ.

 6. વાહ!
  યાદોની બારાત પણ કેવી?
  એક પળ પણ એના વીનાની ન રહે.
  વાણીમાં નહીં ,વાણીની ઝાંયમાં સ્વપ્નાં રમે.
  કાવ્ય ખૂબ ગમ્યું

 7. bharati bhatt says:

  aa sureshbhai rachit kavya khub gamyu,lagyu ke jane aapanij virahni vedananu varnan thai rahyu chhe.underni ketketliy urmio jakjodai gaine ashruna be bunda tapki padya.tyaj kavini msarthakta safalthaeli dekhaya chhe.sundar—aati sundar

 8. Alpana Patel says:

  aa geet sambhdvui 6,,,kyare audio muksho ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *