પ્હેલો વરસાદ – પ્રદ્યુમ્ન તન્ના

મોસમના પહેલા વરસાદની મઝા કોણે ના લીધી હોય? અને બાળપણમાં તો એ મઝા જાણે બેવડી નો’તી લાગતી? આખા ઉનાળાના વેકેશનની બધ્ધી જ બપોર ક્યાં તો પોતાના કે કોઇ મિત્રના ઘરે કે ઓટલા પર જ ગાળવાની હોય…! અને એ ગરમી અને એના બંધનમાંથી છુટ્ટી આપતો મોસમનો પહેલો વરસાદ જ્યારે વરસે… આ હા હા… જલસો જ કહેવાય ને?

ક્યારની તે જોતાં’તાં વાટ એવા મોસમના
પ્હેલા વરસાદમાં જાવા દે જરી,
મા ! જાવા દે જરી.

ચારેકોર ઊભરતા હાલક હિલોળ મહીં
ઝબકોળાં થોડાંઘણાં થાવા દે જરી.
મા ! થાવા દે જરી.

કેમ આજે રે’વાશે ઘરમાં ગોંધાઈ,
કેમ બારી ને બા’ર કીધાં બન્ધ ?
ઝાલ્યો ઝલાય નહીં જીવ કેવાં કે’ણ લઈ
આવી મત્ત માટીની ગન્ધ !

ફળિયાને લીમડે ગ્હેંકતા મયૂર સંગ
મોકળે ગળે તે ગીત ગાવા દે જરી,
મા ! ગાવા દે જરી.

ચાહે ઘણુંય તોય રે’શે ના આજ કશું
તસુ એક હવે ક્યહીં કોરું,
જળે ભર્યા વાદળાંના ઝુંડ પર ઝુંડ લઈ
ઝૂક્યું અંકાશ જ્યહીં ઓરું :

ઝડીયુંની જોરદાર જામી આ રમઝટમાં
થઈએ તરબોળ એવું ના’વા દે જરી,
મા ! ના’વા દે જરી.

ક્યારની તે જોતાં’તાં વાટ એવા મોસમના
પ્હેલા વરસાદમાં જાવા દે જરી
મા ! જાવા દે જરી.

6 replies on “પ્હેલો વરસાદ – પ્રદ્યુમ્ન તન્ના”

 1. દિલખુશ -ડોલાવી દે એવું ગીત. પ્રદ્યુમ્ન તન્નાના લગભગ દરેક ગીતની ગુંથણીમા પ્રશાંત શબ્દ પ્રયોજન, લલિત લય માધુર્ય અને તળભૂમિની મહેક હોય છે.

 2. સુંદર ગીત… અનવરત આસ્વાદ્ય લય… આ ગીત સ્વરાંકિત થાય તો વધુ મજા પડી શકે…

 3. P Shah says:

  સુંદર ગીત !

 4. Kamlesh says:

  Very nice one,
  Jo sangeet may hoy to to Char chand laagi jaay……

 5. Shah Pravinchandra Kasturchand says:

  ગરજ્યાં આ વદળો.ટન ટના ટન,ટનન ટન ટન;
  વરસ્યો મેહુલો;out of home run,run,run.

 6. વરસાદેી વાતાવરણ અને મોરના ટહુકા જેવેી આ રચના ટહુકા પર !!
  મસાલા ચા અને ગરમાગરમ ભજેીયા!
  વાહ ભાઈ વાહ્….!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *