ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

વનચંપો - બાલમુકુંદ દવે

વગડા વચ્ચે.. આટલા શબ્દો સાંભળીને તમને કયું ગીત યાદ આવે? મને સૌથી પહેલા તો ‘વગડાની વચ્ચે તળાવ.. મનનો માનેલો મારો રસિયો, ગાગરડી મારી ફોળે છે..’ એ યાદ આવે..!! પણ જેમણે અવિનાશ વ્યાસનું આલ્બમ ‘અમર સદા અવિનાશ’ સાંભળ્યું હશે - એને તો ‘વગડાની વચ્ચે વાવડી ને વાવડ્ીની વચ્ચે દાડમળી’ - એ મસ્તીભર્યું ગીત યાદ ન આવે તો જ નવાઇ..!!

પરંતું આપણા ‘Senior Citizen’ મિત્રોને તો સૌથી પહેલા ‘કૌમુદી મુન્શી’ અને ‘દિલિપ ધોળકિયા’ ના કંઠ મઢ્યું આ ગીત આવે એની guarantee..!

સ્વર : કૌમુદી મુન્શી, દિલિપ ધોળકિયા
સંગીત : ??

This text will be replaced

વગડા વચ્ચે તલાવડી રે, તલાવડીની સોડ
ઊગ્યો વનચંપાનો છોડ

વસન્ત આવ્યો વરણાગી રે, ઝૂલે કેસરિયા ઝૂલ
બેઠા વનચંપાને ફૂલ

જલપાનેતર લહેરિયા રે, કમલિની મલકાય
ભમરો ભૂલીભૂલી ભરમાય

વનચંપાની પાંદડી રે, ખીલે ને કરમાય
ભમરો આવે ઊડી જાય

રાતે ખીલે પોયણી રે, પોયણી પૂછે વાત
ચંપા, જીવને શા ઉચાટ

મત પૂછ તું પોયણી રે, સૂની ઉરની વાટ
મનના મન જાણે ઉચાટ

ત્રણે ગુણની તરવેણી રે, રૂપ રંગ ને વાસ
તો યે ભ્રમર ન આવે પાસ

નભથી ચૂએ ચાંદની રે, પોયણી ઢાળે નીર
રોતાં તલાવડીનાં તીર

વગડા વચ્ચે તલાવડી રે, તલાવડીની સોડ
એવો વનચંપાનો છોડ

-બાલમુકુંદ દવે

એક વર્ષ પહેલા : આ આદિ-અંતની સંતાકુકડી.. - અવિનાશ વ્યાસ

બે વર્ષ પહેલા : ઓ નીલ ગગનનાં પંખેરું - રમેશ ગુપ્તા

12 comments to વનચંપો - બાલમુકુંદ દવે

  1. nil
    November 28th, 2008 at 7:53 am

    it palys hu tu tu tu

  2. વિવેક ટેલર
    November 28th, 2008 at 8:40 am

    સુંદર ગીત… લય અને શબ્દ બંને સ-રસ પ્રયોજાયા છે..

  3. Jayshree
    November 28th, 2008 at 11:14 am

    if you listen some other song here OR you don’t see any player icon, click on title to open the post in individual post and try again. - OR - open the site in firefox.

  4. Nalini
    November 28th, 2008 at 2:12 pm

    વાહ!! શન્કર ભગવાનએ જે પુશ્પનો ત્યાગ કર્યો તેનિ નજ્જિક્
    જ્વાનિ કમ્દેવ રુપ ભ્રમર હિમ્મત ક્યાન્થિ કરે? તેના આવાગમનનિ
    ફોૂલ પર થતિ અસરનુ સરસ ચિત્ર ચ્હે ચમ્પો તો ઉદાસ ચ્હે જ
    પન સમસ્ત પ્રક્રુતિ તેનિ સહભગિ ચ્હે
    નભ થિ ચુએ ચન્દનિ રે………
    રોત તલવદિ ના નઇર

  5. pragnaju
    November 29th, 2008 at 1:32 am

    ત્રણે ગુણની તરવેણી રે, રૂપ રંગ ને વાસ
    તો યે ભ્રમર ન આવે પાસ!
    સરસ…
    સ્વાભાવીક વાત સુંદર અભિવ્યક્તી
    છોડવાના ફૂલ મને રસહીન લાગે
    ખુદ છોડવાં મને કસહીન લાગે
    કલિયુગમાં જ્ઞાનવૈરાગ્યની ઉપેક્ષા
    થયેલી હોવાથી એ રસહીન,
    દીન ને વૃદ્ધ બન્યા છે

  6. Kumi
    November 29th, 2008 at 8:26 am

    Thanks Jayshree for posting one of my most favorite songs.You brought back sweet memories of my childhood - my mother used to sing this song and my father used to play Dilruba along with her

    Today I called my mother and asked her to tune to tahuko to listen to this વિસરાતા સૂ૨!

    I think the music is composed by Ajit Marchant

  7. kishor
    November 29th, 2008 at 8:46 pm

    ખોટું ગીત વાગે છે.

  8. Amit N. Trivedi
    December 14th, 2008 at 10:54 am

    જયશ્રીબેન
    આ ગીત ફીલ્મ દીવાદાંડી નું છે અને સંગીત અજીત મર્ચન્ટ નું છે.
    અમિત ન. ત્રિવેદી

  9. Naishadh Pandya
    December 15th, 2008 at 2:43 pm

    ગીત ફીલ્મ દીવાદાંડી નું છે સંગીત અજીત મર્ચન્ટ નૂ અનૅ પુરૂશ ગાયક દિલીપભાઇ બરાબર પણ કૌમુદિબેન નો અવાજ નથી એટલુ નક્કી.

  10. Lalit Tundia
    July 16th, 2009 at 12:19 am

    જયશ્રીબેન,
    આપને ખુબ ખુબ અભીનઁદન. કૌમુદી મુનશી ના ગીતો સાઁભળીને ખરેખર ખુબજ આન્ઁદ થયો. એમના ક્ઁઠે ગવાયેલ “કોઈ આઘે આઘેથી વેણુ વાય છે..મને જાતી રહુ જાતી રહુ થાય છે..” ગીત સાભળવાની ઇચ્છા છે.

    આશા છે આપ આ ગીત જરુર જરુર થી મુકશો..

    લલિત

  11. Vijay Saraiya
    November 11th, 2009 at 7:15 am

    Dear ben Je’sree,

    Strange to write again. I wished to control my earlier criticism about “Mari veni ma char char ful, ambodle shobhe sohamni re lol, and you still stand uncorrected.

    Your current list of ‘Kaumudi Munshi’s songs need revision; re-hearing. Any listner can hear it as not one but multi-voices.
    Except ‘Vagda vachhe talavdi’ which is Kaumudi’s genuine voice.

    Praying Wish God help you find good voice listener before your grooping. Dedicated good work gets ruined by a small error when a piece of art is mis-labeled. How can you describe when its in gross errors?

    First I wrote you 2-3 years back when I was not 65 and angry. Now, still un-forgiving & older & in love with you & your work, so called for your ultimate, “Jaishree-Krusna’s” help.

    Best wishes.

    Vijay

  12. devedra ghia
    March 31st, 2010 at 3:37 am

    I WAS HUNTING FOR THIS SONG FOR LAST 30 YEARS YOU MADE MY HUNT OVER.THANKS. IT IS REALLY AVERY VERY POIGNANT SONG .THANKS A LOT,

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>