ચમકે ચાંદની – ઉમાશંકર જોશી

સ્વર : વૈશાલી ત્રિવેદી
સ્વરાંકન : અમર ભટ્ટ
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5
સંગીત : અમિત ઠક્કર

.

આ ચૈતરની ચમકે ચાંદની મારે મંદિરિયે,
કોઈ આંખોમાં ઊઘડે એ નૂર હો મનમંદિરિયે.

કોક ઓચિંતી કૂજી ગઈ કોકિલા મારે મંદિરિયે,
એના પડઘા પડે દૂર દૂર હો મનમંદિરિયે.

આ તડકે તપેલી વસુંધરા મારે મંદિરિયે,
ઊભી પીઠી ચોળીને અભિરામ હો મનમંદિરિયે.

ઘેરું ઘેરું ગાતો નિધિ ઉછળે મારે મંદિરિયે,
એણે પીધેલો ચાંદનીનો જામ હો મનમંદિરિયે.

આ આંખો ઢાળીને ઝૂલે આંબલો મારે મંદિરિયે,
વાયુલહરી ખેલે રે અભિસાર હો મનમંદિરિયે.

ફાગણ જતાં જતાં કહી ગયો મારે મંદિરિયે,
આ ચાંદની તે દિન ચાર હો મનમંદિરિયે.
– ઉમાશંકર જોશી 

3 replies on “ચમકે ચાંદની – ઉમાશંકર જોશી”

  1. “કોક ઓચિંતી કૂજી ગઈ કોકિલા મારે મંદિરિયે,
    એના પડઘા પડે દૂર દૂર હો મનમંદિરિયે.”
    મધુર સ્વર વૈશાલી ત્રિવેદીનો….

  2. રોજ ચમકે છે ચાંદની પણ આપણે શું કામની…
    અહીં તો ચમકે છે રોજ સૂરજ દાદા…
    ક્યારેક ઢીલા ઢફ તો કયારેક…
    તાજા માઝા…!
    Narend સોની

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *