સામાય ધસી જઈએ – રાજેન્દ્ર શુકલ

સ્વર – સ્વરાંકન : અમર ભટ્ટ

.

સામાય ધસી જઈએ, આઘાંય ખસી જઇએ,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇએ.

આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઈએ.

એકેક કસોટીમાં છે પાર ઉતરવાનું,
હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇએ.

આ ફીણ તરંગોનાં છે શીખ સમંદરની,
રેતાળ કિનારા પર હેતાળ હસી જઇએ.

ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંધોનો,
હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇએ.

– રાજેન્દ્ર શુકલ

3 replies on “સામાય ધસી જઈએ – રાજેન્દ્ર શુકલ”

  1. It is a very soft optimistic sweet poem with cheerful meanings. it gives pleasure to read it,hear it.

  2. સરસ,સરસ,સરસ……….સરસ સ્વરાંકન……….સરસ ગાયકી…….અભિનંદન અને આભાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *