જે રીતે વરસાદ આવી જાય છે ! – ભરત વિંઝુડા

કાં અચાનક યાદ આવી જાય છે,
જે રીતે વરસાદ આવી જાય છે !

હાથમાં ફૂલો છે એનું શું કરું,
હોઠ પર ફરિયાદ આવી જાય છે !

કંઈ કહેવાનું નહોતું શેરમાં,
એમનું ઈર્શાદ આવી જાય છે !

શોધવા જાઓ ને જે જડતા નથી,
શબ્દમાં આબાદ આવી જાય છે !

હોઉં છું હું ત્યાં સુધી હોતા નથી,
જાઉં છું ને બાદ આવી જાય છે !

– ભરત વિંઝુડા

8 replies on “જે રીતે વરસાદ આવી જાય છે ! – ભરત વિંઝુડા”

  1. jitendra Shah says:

    ખુબજ સરસ

  2. સુંદર મજાની ગઝલ… બધા જ શેર આસ્વાદ્ય.

  3. શબ્દો સુંદર છે , તેની ગોઠવણી પણ સુંદર છે, પણ એવું લાગે છે કે , શબ્દો ખાલી મગજ માંથી આવેલા છે , એની અભિવ્યક્તિ માં , એની પાછળ કોઈ અનુભૂતિ ની અસર દેખાતી નથી….

  4. Shah Madhusudan says:

    Sweet memories of loved one & rains are similar , they come so suddenly, you can’t offer the flowers you have kept to present.
    Nice sweet ghazal .

  5. શબ્દો સુંદર છે , તેની ગોઠવણી પણ સુંદર છે, પણ એવું લાગે છે કે , શબ્દો ખાલી મગજ માંથી આવેલા છે , એની અભિવ્યક્તિ માં , એની પાછળ કોઈ અનુભૂતિ ની અસર દેખાતી નથી….

    • આ જીતુ ભુતા ને નયના ભુતા સાથે મળીને કેમ કોમેન્ટસ્ આપતા હશે !
      શીખવા જેવું.

  6. MERA TUFAN says:

    Liked. Thanks.

  7. Anila Patel says:

    રસરસ ગઝલ્.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *