કાં અચાનક યાદ આવી જાય છે,
જે રીતે વરસાદ આવી જાય છે !
હાથમાં ફૂલો છે એનું શું કરું,
હોઠ પર ફરિયાદ આવી જાય છે !
કંઈ કહેવાનું નહોતું શેરમાં,
એમનું ઈર્શાદ આવી જાય છે !
શોધવા જાઓ ને જે જડતા નથી,
શબ્દમાં આબાદ આવી જાય છે !
હોઉં છું હું ત્યાં સુધી હોતા નથી,
જાઉં છું ને બાદ આવી જાય છે !
– ભરત વિંઝુડા
રસરસ ગઝલ્.
Liked. Thanks.
શબ્દો સુંદર છે , તેની ગોઠવણી પણ સુંદર છે, પણ એવું લાગે છે કે , શબ્દો ખાલી મગજ માંથી આવેલા છે , એની અભિવ્યક્તિ માં , એની પાછળ કોઈ અનુભૂતિ ની અસર દેખાતી નથી….
આ જીતુ ભુતા ને નયના ભુતા સાથે મળીને કેમ કોમેન્ટસ્ આપતા હશે !
શીખવા જેવું.
Sweet memories of loved one & rains are similar , they come so suddenly, you can’t offer the flowers you have kept to present.
Nice sweet ghazal .
શબ્દો સુંદર છે , તેની ગોઠવણી પણ સુંદર છે, પણ એવું લાગે છે કે , શબ્દો ખાલી મગજ માંથી આવેલા છે , એની અભિવ્યક્તિ માં , એની પાછળ કોઈ અનુભૂતિ ની અસર દેખાતી નથી….
સુંદર મજાની ગઝલ… બધા જ શેર આસ્વાદ્ય.
ખુબજ સરસ