ગીત – ભગીરથ બ્રહ્મભટ્ટ
ઘણાં બધાં તો વૃક્ષો વેચે, કોક જ વ્હેંચે છાયા;
લોક અમસ્તા ઉંમર આખી વીણે છે પડછાયા.
તલના ભેળા ભળ્યા કોદરા
દાણે દાણો ગોત,
સાચજૂઠના તાણે વાણે
બંધાયું છે પોત;
પાંખ વગરનાં પારેવાં સૌ ધરતી પર અટવાયાં.
ક્ષુધા કણની મણની માયા
ઘણાં બધાંને વળગી,
ઘણાં ખરાંની દરિયા વચ્ચે
કાયા ભડભડ સળગી;
જબરા જબરા ઊણા અધૂરા કોક જ વીર સવાયા.
– ભગીરથ બ્રહ્મભટ્ટ
સુરની પ્રતિક્ષા ખતમ કરવા
નુસરત ફતહ અલીખાંનું ‘મેરે રશ્ક-એ-કમર..’
ઓરિજીનલ સંભળાવો. તો વટ પડી જાય..!
આજ કાલ તેનું ફિલ્મી વર્ઝન ખૂબ ચાલ્યું છે..!
વાહ… કેવું મજાની ગીતરચના!
ટહુકો નિયમિત થયો એની ખાસ વધાઈ… પણ ટહુકો નામે પંખીની એક પાંખ શબ્દ છે તો બીજી સૂર… સૂરની પ્રતીક્ષા !
Exceptional! Liked. Thanks.
આંખ ખૂલી જાય એવી કવિતા.
Good one.