એકલી – મણિલાલ હ. પટેલ

નામ મારું ‘એકલી’ પાડ્યું છે ફોઈએ
તે દી’થી ‘કેમ છે?’ પૂછ્યું ના કોઈએ…

નથા પંખી કે ઝાડ મારાં-
આંગણામાં કોઈ નથી ગાતું,
ચાંદા સૂરજ વિના જગ આખું
પરબારું આવતું ને જાતું.

હું ને મારો પડછાયો : બે જ અમે હોઈએ
નામ મારું ‘એકલી’ પાડ્યું છે ફોઈએ…

આવવાનું કહીને ગ્યા
વાયરા એ લૂ થૈ વાતા,
આંખોમાં ગુલમૉર ? ના, રે…
એ તો ઊઘડ્યા ઉજાગરા રાતા

કાળમીંઢ ડૂમો ને હું : ક્યાં જૈને રોઈએ ?
અમથું પણ ‘કેમ છે?’ પૂછ્યું ના કોઈએ…

– મણિલાલ હ. પટેલ

4 replies on “એકલી – મણિલાલ હ. પટેલ”

 1. Jighruksha Dave says:

  Love this post.

 2. ketan yajnik says:

  હિંમતથી એગઈ જુઓ. બીજીવાર ગણગણવાનું ભૂલી જશો. મણીભાઈને અભિનંદન

 3. MERA TUFAN says:

  Liked. Thanks

 4. La Kant says:

  દરેક માનવ અસ્તિત્વને એક આધાર, અવલંબન ,ખભાની જરૂર હોતી હોય છે ને?
  સહાનુભૂતિ ! = (અમથું પણ ‘કેમ છે?’ પૂછ્યું ના કોઈએ…)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *