આજ સવારે સાવ અચાનક બની ગયો છું વૃક્ષ.
કેટકેટલી કૂંપળ ફૂતી,
આવ્યાં અઢળક ફૂલ;
મારી ડાળે બાંધે હીંચકો,
મારામાં તું ઝૂલ.
પથ્થર મારે એને પણ બસ ફળ દેવાનું લક્ષ,
આજ સવારે સાવ અચાનક બની ગયો છું વૃક્ષ.
પોતાના જો હાથો બનશે,
તો જ થવાનો નાશ.
એના છાયામાં પીધેલી
અમૃત થાતી છાશ.
મ્હેક સજેલી દુનિયાનો હું બની ગયો છું દક્ષ,
આજ સવારે સાવ અચાનક બની ગયો છું વૃક્ષ.
– હરદ્વાર ગોસ્વામી
હરદ્વારભાઈની કવિતા ઘણી ગમી. અને, રીસ્પોન્સમાં લક્ષ્મીકાંતભાઇનું “ફોરાં વરસે” પણ હીમવર્ષાની યાદ આપી ગયું.
ઘણો આભાર!
સુંદર ગઝલ.
“એકાકારતા … આસપાસનો પરિવેશ જ આપણે ”
આ ભીતરના શુદ્દ્ધ તત્ત્વ સાથેનું અનુસંધાન ….
ખુરશી…ફર્નીચર સાથેનું અનુસંધાન , વૃક્ષત્વના ભાવ સજીવન કરી/કરાવી આપી શકે !
કાશ્મીર -પહેલગામ ની પ્રકૃતિ આ ભાવ જગાવે ગયેલી ઃ-
ફોરાં વરસે
બારી બહાર સરસ બરફના ફોરાં વરસે,
જાણે રૂ જેવા હલકા, બરફના ફોરાં વરસે,
થર પર થર પર થર એવા ફોરાં વરસે!
રણઝણ,સ્પંદન થાય કેવાં? ફોરાં વરસે!
અંતર ઝૂલે એક લય બસ, ફોરાં વરસે!
જંતર બાજે ઝનઝન એમ, ફોરાં વરસે!
રોમ રોમમાં થાય થનગન, ફોરાં વરસે ,
અંગઅંગ આ લથબથ થાય, ફોરાં વરસે,
આ ઊનાં ઊનાં શ્વાસ જોને, ફોરાં વરસે!
ને, ભીતર થઇ હાશ! જોને,ફોરાં વરસે!
મળી ગયા પ્રાસ હૃદયના ,ફોરાં વરસે!
અમે થયા તદ્દરૂપ સમયમાં,ફોરાં વરસે!
લક્ષ્મીકાંત ઠક્કર ” કંઈક ” / ૧૮.૬.૧૭
Nice, Liked. Thanks.
ખુબ જ સુદર રચના..
બહુજ સુંદર કવિતા…મજા આવી ગઈ….