મનનો માળો તો મારો નાનો – રઘુવીર ચૌધરી

મનનો માળો તો મારો નાનો ને માનસર
કેમ કરી એમાં સમાવું ?

પાણીને ઢાળ બહુ ફાવે અંધારનો
મેઘધનુ ક્યાંથી બતાવું ?
મુઠ્ઠીની રેખામાં સંતાડું રાગદ્વેષ
હૈયામાં હારની હતાશા,
સપનાંના ખંડેરે કાંટા અભરખાના
લૂલીને ભાનભૂલી ભાષા,
ગાંઠે બાંધેલ મૂળ હીરાને ઘડવામાં
ઝાંખે ઉજાસ કેમ ફાવું ?

લીલા મેદાનોમાં રમવાનું દૂર ગયું
ગલીઓમાં ગામ મેં વસાવ્યું,
વૃત્તિની ભીડ મહીં ભૂલા પડીને
મેં તો પલ્લવનું પારણું ગુમાવ્યું.
ભોળી ભરવાડણ હું વેચું હરિને
દહીં ખાટું કરીને ઘેર લાવું.
મનનો માળો તો મારો નાનો ને માનસર
કેમ કરી એમાં સમાવું ?

5 replies on “મનનો માળો તો મારો નાનો – રઘુવીર ચૌધરી”

  1. હુંં નારદી પારેખ ભજનો,કાવ્યો આપની વેબસાઇ મા જોડાઇ આપવા ઇચ્છુંં છુંં માર્ગદર્શન કરશો

  2. માનનીય કવિ શ્રીએ ક્યા સંદર્ભે આ કાવ્યની રચના કરી છે તે હું જાણતો નથી, પણ હું તેને માતૃભાષા ગુજરાતીના સંદર્ભે મુલવવા પ્રયાસ કરૂં છું તો ક્ષમા કરશો.
    મનનો માળો તો મારો નાનો ( જીવન સંઘર્ષ- આર્થિક સંકડામણ) ને માનસર
    કેમ કરી એમાં સમાવું ?
    પાણીને (ભાષાનને) ઢાળ બહુ ફાવે અંધારનો (આધારનો)
    મેઘધનુ ક્યાંથી બતાવું ?
    (આર્થિક સંઘર્ષમાં- રોટલો કમાવા જે ભાષા ઉપયોગી )
    મુઠ્ઠીની રેખામાં સંતાડું રાગદ્વેષ (ભાષાના રાગ દ્વેષને હૈયાની હતાશા, નીરાશા) બાજુએ મુકી)
    હૈયામાં હારની હતાશા,
    ગાંઠે બાંધેલ મૂળ હીરાને ઘડવામાં (હૈયામાં રહેલા માતૃભાષાના હીરાને હડવામાં)
    ઝાંખે ઉજાસ કેમ ફાવું ?
    સપનાંના ખંડેરે કાંટા અભરખાના( ઉરના ઉંમંગોને , અભરખાને , અવગણી)
    લૂલીને ભાનભૂલી ભાષા,લૂલી (જીભ માતૃભાષાનું ભાનભૂલીને )

    • અદભૂત કાવ્ય સંંપૂર્ણ મનૈવૃૃત્તિને વ્યક્ત કરતી મૌલિક રચના
      કાવ્ય મોકલવાની પ્રક્રિયા શુંં છે?
      શબદના સોદાગર ને શબ્દોનો સાથ
      વિહરે ગગને ઝાલી શબ્દોનો હાથ

    • અદભૂત કાવ્ય સંંપૂર્ણ મનૈવૃૃત્તિને વ્યક્ત કરતી મૌલિક રચના
      કાવ્ય મોકલવાની પ્રક્રિયા શુંં છે?
      શબદના સોદાગર ને શબ્દોનો સાથ
      વિહરે ગગને ઝાલી શબ્દોનો હાથ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *