હૈયે કુંજગલી – રઘુવીર ચૌધરી

પગલી પારિજાતની ઢગલી !
ઘરમાં આવ્યું વૃંદાવન ને હૈયે કુંજગલી !

કાલ સુધી જે છાયાઓ આંગણ ઘેરી પથરાતી,
શેરીમાં ચિંતાની રજ ઊડતી ઠરતી અટવાતી.
આજ હવા તુલસીક્યારાની ફરતે ગાવા ચલી.
પગલી પારિજાતની ઢગલી !

પંખીએ માળો બાંધ્યો છે કિરણોનાં તરણાંનો
યમુનાને શો ઉમંગ એણે સાદ સૂણ્યો ઝરણાંનો
સંશયની કારા તૂટી ગઈ, દુનિયા સઘળી ભલી.
પગલી પારિજાતની ઢગલી !

– રઘુવીર ચૌધરી

5 replies on “હૈયે કુંજગલી – રઘુવીર ચૌધરી”

  1. દિકરી (પૌત્રી)ના જન્મ સમય ની સુંદર રચના
    “ઘરમાં આવ્યું વૃંદાવન ને હૈયે કુંજગલી
    પગલી પારીજાતની ઢગલી…..”

  2. પારિજાતની ઢગલી જાણે હાથને સ્પર્શી ગઈ!!!!!
    સુંદર- કોમળ કાવ્ય.

  3. ઘણું જ સુંદર કાવ્ય. મને ગમ્યું
    ઉમાકાન્ત વિ.મહેતા (ન્યુ જર્સી)

  4. It would be wonderful if this poem is also EXPLAINED
    Reader can enjoy it more–if reader understands what this poet is trying to convey–express

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *