અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ – નરસિંહ મહેતા

સ્વર : ઉદય મઝુમદાર
સંગીત : નીનુ મઝુમદાર

.

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જુજવે રૂપ અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે … અખિલ બ્રહ્માંડમાં …

પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,
વૃક્ષ્ર થઇ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એ જ આશે … અખિલ બ્રહ્માંડમાં …

વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ સાખ દે,
કનક કુંડલ વિષે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,
અંતે તો હેમનું હેમ હોયે … અખિલ બ્રહ્માંડમાં …

ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી,
જેહને જે ગમે તેને પૂજે;
મન-વચન-કર્મથી આપ માની લહે,
સત્ય છે એજ મન એમ સૂઝે… અખિલ બ્રહ્માંડમાં…

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ્ર તું,
જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈયો એ જ મન તણી શોધના,
પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે … અખિલ બ્રહ્માંડમાં…

– નરસિંહ મહેતા

47 replies on “અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ – નરસિંહ મહેતા”

  1. પ્રેમ રસ પા ને ઓ હે મોર ના પિછ ધર ,
    તત્ત્વ નુ ટુંપણૂ તૂચછ લાગે ……
    અખિલ. …

  2. Uday Mazumdar singing Ninubhai’s composition here creates quite different ambience, it is so austere and moving… thank you for sharing this… i have heard several different versions of this Narsinh Mehta’s transcendental poetic philosophy…

  3. where can I see index of all poets? I think it was there before in menu but I can’t see it now. I want to listen all poems written by Narsinh mehta and few other poets. Please let me know the navigation.. Thanks..

  4. DOWNLOAD ORIGINAL RECORDINGS :

    કનુ દેવીદાન બારોટ’ અને સાથીઓએ ગાયેલ
    અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ – નરસિંહ મહેતા જે ગમે જગદ ગુરુ દેવ જગદીશને,
    http://sursangat.com/index.php?app=core&module=attach&section=attach&attach_id=8061

    http://sursangat.com/index.php?app=core&module=attach&section=attach&attach_id=8060

  5. કાનજિ તારિ મા કહેશે પણ અમે કાનુડો કૈશુ ના રાગ થી આ પણ ગાઈ શકાય

  6. Uday , has once again done an outstanding presentation. Uday has taken some liberty a few times to deviate from precise wordings. Reading and listening and noticing gets one even more interested.

  7. Hello,
    I am looking for the following

    હેજી કોઈ રે બતાવે અમને જોગી, જોગી મારી કાયા નો ઘડનાર..
    Link mp3 appreciated.
    Thanks
    MP

  8. I had learned this poem as part of my 5th grade(I guess, don’t recall exactly which grade i was in at that time.. :|) but yes truly beautiful poem. 🙂

  9. I have heard this beautiful bhajan in different ragg possibly by Asit Desai in his Album on Narsinh Mehta.That was much much better.Kindly put that version .This is not at all enjyable.

  10. નરસિન્હ મહેતાનુ આ ભજન આજે પણ લોક્પ્રિય મજા આવિ

  11. પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે … અખિલ બ્રહ્માંડમાં…
    અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
    જુજવે રૂપ અનંત ભાસે

    વાહ

  12. શુ કહુ? હ તો ભવવિભોર થઇ ગયો.આ ભજનમા નરસિહ મહેતાએ સમસ્ત વેદોનો અર્ક આપિ દિધો.બસ. વધુ કઈ લખિ શકુ એમ નથિ.

  13. નરસિંહ મેહતાની …
    ભક્તિ ની શક્તિ ને સલામો આપો એટલી ઓછી ..!!

  14. To Nehal…in reply of his comment at #2 here – there is a one-act play in Gujarati titled AKHIL BRAHMAND MA Ek Tu STREE Khari…it is a comedy but obviously, the name has been inspired by this great bhajan written by the greatest of the Gujarati poets and a great saint. I though do not know of any parody song on the lines with higher tempo.

    This is one of the best of the best of Narsinh Mehtaji … I take this opportunity to pay my sincere respects to a great human being, to make BHAKTI and SANGEET with such profound lyrics and make Gujarat and Gujarati richer!

  15. આવા પદો તો જેના હદયમા ભક્તિ અને પ્રભુનો અપાર મહિમા હોય તે જ બનાવ શકે.

  16. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ!!! બઉ જ સરસ રચના છે. ઓરિજિનલ્અ હોય કે ના હોય મને બીજો રાગ વધારે ગમે છે. ગાયક છે કરસન સાગથિયા.યુ-ટ્યુબ.કોમ પર મળશે. http://www.youtube.com/watch?v=KyeXubzKUxk

  17. the hall carector of shri narsinh mehta beautifully picturised in gujarati film kunver bai nu mameru and songs also beautifully sung this song reveled the secreat of god.what an experience-realisation by narsinh mehta.

  18. આ ભજન પન બરાબર ચ્હે–ભજન ગના રાગ મા ગાઇ સકાય –ઓમ નમ શિવાય ને બાર રાગ મા મલે ચ્હે–જય શકર

  19. VIBHU JOSHI
    November 23rd, 2008 at 9:53 am

    ભક્તિ ભાવનો અભાવ- ઘણી વાર કંઈક નવું કરવાની ઘેલછામાં મંજાયેલી જૂની લોક -સ્વરરરચના સાથે ચેડાં ન કરીએ ગુજરાતી સુગમ સંગીત પર ઘણો ઉપકાર થશે!

    ——
    આ કોમેન્ટ જોઈ ને વિચાર આવ્યો, કે બીજા કોઈ રાગમાં પણ આ રચના છે?
    કોઈ પાસે હોય તો અપલોડ કરવા વિનંતી.

  20. આ ભજન બહુ જુનુ ચે.પ્રથમ કોને ગાયુ?ધિમિ ચાલમા ગવાએલુ ભજન રેદિયો પર આવતુ હતુતે સામ્ભલવા મલશે?

  21. ભક્તિપદ……- નરસિંહ મહેતા ….આનાથી વધારે ભક્તની પરીક્શા શુ હોઇ શકે,,,,,,,,,,,,

    વિવિધ રચના કરી અનેક રસ લેવાને,

    પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે … અખિલ બ્રહ્માંડમાં…
    અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
    જુજવે રૂપ અનંત ભાસે;

    દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
    શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે … અખિલ બ્રહ્માંડમાં …

    મન-વચન-કર્મથી આપ માની લહે,
    સત્ય છે એજ મન એમ સૂઝે… અખિલ બ્રહ્માંડમાં…

  22. thanhyu tahuko website. i thougt this bhajan i will never get on any web site. i tried lot of other web site, but i could not get. thank u very very much…& all d best

  23. Respected Sau. Jayshriben,

    Loving Sai Ram from Chandrakant Amin and family form Sunnyvale Ca.

    My ફુઆ was a retired teacher. I was just 10 years of age the, the year may be 1950/55; today I am of 69 years. When he used to visit us in our small village, he used to get very early in the morning at about 4.30/5.00 a.m and used to recite all theses પ્ર્bhatias, bhajans,slokas etc for at least 1 hour or so. Today after a pretty long time of 60 years I listen and remeber all theses through you. I am grateful to you for your great service to our Gujarati community in USA to have such a chance to listen these.

    May Bhagwan Sri Sathya Sai Baba grant you health, wealth, peace, prosperity and spiritual bliss in years to come to serve the Gujarati society for MANY MANY MORE YEARS.

    With love and blessings,

    Chandrakant Amin

  24. આજકાલ આવા ચિરકાલિન ભજનો કેમ લખાતા … કેમ સાભળવા નહિ મળતા હોય ? જમાનો બદલાયો .. કવિ બદલાયો .. માનવ બદલાયો કે માનસ બદલાયુ ?

  25. Amazing song. Narsih Mehta must have been in Samdhi while writing this song. Very well sung as well. A true Tahuko in Tahuko collection.અને મારે માતે નાર્સિન્હ મહેતા ના પ્રભાતિયા માથિ ” મારિ હુદિ સ્વિરકરો મહારાજ ” અને શભુ ચરને …..શિવ સ્તુતિ
    શોધિ આપ્સો …………..

  26. ૈ લોવે થિસ ભગન ઇત ઇસ ગ્રેઅત્
    થન્ક્યોઉ તો થિસ વેબ્સિતે

  27. Amazing song. Narsih Mehta must have been in Samdhi while writing this song. Very well sung as well. A true Tahuko in Tahuko collection.

  28. ભક્તિ ભાવનો અભાવ- ઘણી વાર કંઈક નવું કરવાની ઘેલછામાં મંજાયેલી જૂની લોક -સ્વરરરચના સાથે ચેડાં ન કરીએ ગુજરાતી સુગમ સંગીત પર ઘણો ઉપકાર થશે!

  29. I think this prayer has also been sung in some different parody, with some higher tempo by someone else, and I find that version more effective…I request you, Jayshree to hunt for that one. thank you.

  30. ચારેય વેદોના સાર રુપ ભજન મધુરા કંઠે
    ખૂબ સુંદર્

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *