કરવું શું ભલા? – ચિંતન નાયક

સ્વર – દિવિજ નાયક
સ્વરાંકન – પરેશ નાયક
આલ્બમ – શબ્દ પેલે પાર
ગીત ડાઉનલોડ લિંક – https://itunes.apple.com/us/album/shabda-pele-paar/id859954337

(ઓગળે ના રણ તો....  Picture: Tejal Tailor)
(ઓગળે ના રણ તો…. Picture: Tejal Tailor)

ના પડે સમજણ તો, કરવું શું ભલા?
મુંઝવે સગપણ તો, કરવું શું ભલા?

લાખ ઝરણાં વ્હાલનાં મેં ઠાલવ્યા,
ઓગળે ના રણ તો, કરવું શું ભલા?

ડામ તો વંટોળનાં અઢળક સહ્યા,
ખુંચતી રજકણ તો, કરવું શું ભલા?

અમે આફત એકપણ માંગી ન’હતી,
ને મળી બે-ત્રણ તો, કરવું શું ભલા?

ના પડે સમજણ તો, કરવું શું ભલા?
મુંઝવે સગપણ તો, કરવું શું ભલા?

– ચિંતન નાયક

3 replies on “કરવું શું ભલા? – ચિંતન નાયક”

  1. આંખોમાં આખો અષાઢ લઈ ઓકરી
    મળવા આવી’તી એને આજ્
    વીસ વીસ વરસોનો વેઠયો દુકાળ
    તે ના છોકરા એ કીઘી નારાજ
    હવે ખાશે પીશે ને ક્ર્શે રાજ-

    ઘેરાતી છોકરી જ્યાં મનગમનતું વરસી
    ને વરસી તે વરસી ઘોઘમાર
    રોકી શકાય નહીં કોઈથી એ છોકરીને
    કીઘે ન થોભે લગાર
    નેણ અને વેણ તણા વ્હેણમાં તઆય
    એવા તટને ના કહીએ તારાજ-

    છોકરાની છાતી પર લીલુંછમ ઘાસ
    એની ગામ લોકો કરી રહ્યા વાતો
    વીસ વીસ વરસે એ આંખોને માંડ મળી
    સપનાંઓ વાવવાની રતો
    દિવસે એની પાંપણ પણ પળે છે બંધ
    એમાં વાવ્યુ ઉછેરવાને કાજ-

    • –તુષાર શુક્લ

      આંખોમાં આખો અષાઢ લઈ છોકરી
      મળવા આવી’તી એને આજ
      વીસ વીસ વરસોનો વેઠયો દુકાળ
      તે ના છોકરા એ કીઘી નારાજ
      હવે ખાશે પીશે ને કરશે રાજ-

      ઘેરાતી છોકરી જ્યાં મનગમનતું વરસી
      ને વરસી તે વરસી ઘોઘમાર
      રોકી શકાય નહીં કોઈથી એ છોકરીને
      કીઘે ન થોભે લગાર
      નેણ અને વેણ તણા વ્હેણમાં તણાય
      એવા તટને ના કહીએ તારાજ-

      છોકરાની છાતી પર લીલુંછમ ઘાસ
      એની ગામ લોકો કરી રહ્યા વાતો
      વીસ વીસ વરસે એ આંખોને માંડ મળી
      સપનાંઓ વાવવાની રાતો
      દિવસે એની પાંપણ પણ પળે છે બંધ
      એમાં વાવ્યુ ઉછેરવાને કાજ-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *