કાવ્યાસ્વાદ ૬ : ભણકારા – બલવંતરાય ઠાકોર

કાવ્યાસ્વાદ – મધુસુદન કાપડિયા

YouTube Preview Image

આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે,
વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાંત રેવા સુહાવે,
ઊચાંનીચાં સ્તનધડક શાં હાલતાં સુપ્ત વારિ,
તેમાં મેળે તલ સમ પડે ઊપડે નાવ મ્હારી.

માથે જાણે નિજ નરિ જુવે કાન્તિ તો સૃષ્ટિ સૂતી
ચોંકી જાગે, કુસુમવસને તેથિ જ્યોત્સ્ના લપાતી;
ને બીડેલાં કમલ મહિં બંધાઈ સૌન્દર્યઘેલો
ડોલે લોટે અલિ મૃદુ-પદે,વાય આ વાયુ તેવો ,

ત્યાં સૂતેલો લવું નવલ અર્ધા અનાયાસ છંદ,
કે આંદોલૂં જરિ લય,નવે બીનના તાર મંદ,
તેમાં આ શી-રજનિઉરથી, નર્મદા વ્હેનમાંથી,
સ્વર્ગગંગાની રજત રજ, કે વાદળી ફેનમાંથી,

પુષ્પે પાને વિમલ હિમમોતી સરે,તેમ છાની
બાની ભીની નિતરિ નિગળે અંતરે શી સેહની !

(જોડણી બ.ક. ઠાકોરની)

3 replies on “કાવ્યાસ્વાદ ૬ : ભણકારા – બલવંતરાય ઠાકોર”

  1. વિદ્યુત ઓઝા says:

    અત્યન્ત ભાવસભર ઉત્ક્રુશ્ટ આનન્દદાઇ સોનેટો ૪, ૫,૬ , અને તેનુ પઠન -કાવ્યાસ્વાદ – મધુસુદનભાઇ કાપડિયા – દ્વારા આલેખાયુ તે મુગ્ધ કરે તેવુ અતિસુન્દર અને હ્રુદય મન ને સ્તબ્ધ કરતા ગુજરાતી ગરિમા ને પ્રગટ કરતા કાવ્યોના આસ્વદ આપવા મતે ખૂબ ખૂબ આભાર…..

  2. Rekha Shukla says:

    ખુબ સુંદર માહિતી અને અદભૂત શબ્દો નું વિષ્લેષણ …શ્રી મધુસુદન કાપડિયા જી નું વર્ણન ખૂબ ગમ્યું ….ભારતીય સ્ંસ્કૃતિ સમજાવતા પણ ગયા છે.

  3. વાહ…

    ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ અને આજદિનપર્યંત સર્વોત્તમ સૉનેટ !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *