એક સવારે – સુન્દરમ્

એક સવારે આવી,
મુજને કોણ ગયું ઝબકાવી ?

વસંતની ફૂલમાળા પહેરી,
કોકિલની લઈ બંસી,
પરાગની પાવડીએ આવી,
કોણ ગયું ઉર પેસી ? મુજને૦

કિરણ તણી કોમળ અંગુલિએ
રમ્ય રચી રંગોળી,
સોનલ એના સ્નેહસુહાગે
કોણ રહ્યું ઝબકોળી ? મુજને૦

– સુન્દરમ્

‘એક સવારે’ ગીતમાં પરમતત્ત્વની અનુભૂતિનો સ્પર્શ વિસ્મયયુક્ત મનોહર વાણીમાં પ્રશ્નરૂપ પામ્યો છે. જીવાત્મા જાગૃતિના પહેલવહેલા અનુભવની કૌતુકસભર વાતમાં ‘એક સવારે’ પોતે તો ગાઢમાં નિદ્રામાં હતો ત્યારે વસંતની ફૂલમાળા પહેરીને, કોયલના સ્વરની બંસી લઈ, પુષ્પરાગની પાવડીઓ પહેરી મારા ઉરમાં કોન પ્રવેશી ગયું ? વગેરે સૌંદર્યપરક ઘટકોથી સર્વસ્પર્શિતાનો અનુભવ તાદૃશ કરે છે. બીજી કડીમાં કિરણોની કોમળ આંગળીઓ (જાણે તેજ-સળી) વડે રમણીય રંગોળી મનમંદિરમાં રચી જઈને સ્નેહની સુવાસ પ્રસરાવી જનાર એ અદૃશ્ય તત્ત્વ જ સર્વત્ર વ્યાપ્ત છે, એ હવે ભક્તને સમજાય છે.

(આસ્વાદક : રમેશ એમ. ત્રિવેદી)

3 replies on “એક સવારે – સુન્દરમ્”

  1. કેટ્લુ સરસ ગીત્… આ સરસ કવિતા – ગીત સ્કુલમા ગાતા પન શીખેલી….
    જયશ્રેી આ ગીત પોસ્ટ કરવા માતે તમારો આભાર

  2. અનુભૂતિ, સંજીવની -સ્પર્શ અને ભીતરના ઉજાશનો એહસાસ …કવિની કે ભાવકની સંવેદના જેટલી કરારી-ગાઢ ,ફલશ્રુતિ બેહતર .એ તો હકીકત …
    આજે આ વાત …આમ કો-રીલેટથઇ જાય છે !
    “સવાલ તો મૂળ હોતો હોય છે-તમારી ભીતરના,
    કેન્દ્ર-બિંદુના કૌવતને સહી ઉજાગર કરવાનો,
    મનપસંદ રંગોના આકાશમાં ઉડવાનું મળે !.”

    “પ્રેમ-આનંદસભર’જીવંત’વિચાર છું,
    સ્પર્શ-સ્પંદન રણઝણ બેસુમાર છું,
    જુઓ તો ખરા! હું કેવો આરપાર છું !
    શૂન્યનો મહા અનંત વિસ્તાર છું.”
    -લા’ કાન્ત / ૧૦.૧.૧૫

  3. The excellent poem reminds me of ,

    પુશ્પ તણી પાંદડી એ બેસી હસત કોણ નિરંતન હાસ ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *