મને ગમે છે
મારું એકાંત.
ઘોંઘાટ શમી ગયો હોય છે,
ચિત્ત શાંત થયું હોય છે,
પછી
મારી મારા માટેની શોધ
આરંભાતી હોય છે,
અને
કાવ્યની પ્રથમ પંક્તિ
રૂમઝૂમ કરતી આવતી હોય છે
મારી પાસે,
અને
હરજી હળવે હળવે
મૂકતા હોય છે હાથ
મારે ખભે…
– પન્ના નાયક
મને ગમે છે
મારું એકાંત.
ઘોંઘાટ શમી ગયો હોય છે,
ચિત્ત શાંત થયું હોય છે,
પછી
મારી મારા માટેની શોધ
આરંભાતી હોય છે,
અને
કાવ્યની પ્રથમ પંક્તિ
રૂમઝૂમ કરતી આવતી હોય છે
મારી પાસે,
અને
હરજી હળવે હળવે
મૂકતા હોય છે હાથ
મારે ખભે…
– પન્ના નાયક
“પ્રભુ પડછાયો મારો બની ,પરિક્રમા મારી કરે !” જેવો ભાવ તાદૃશ થયો,
“હરજી હળવે હળવે મૂકતા હોય છે હાથ મારે ખભે…” વાંચીને ….
“મારી મારા માટેની શોધ ….” જીવનના મૂ ભૂત ઉદેશ્ય તરફ અંગૂલિનિર્દેશ ….શોધ =ખણખોદ(ખોજ)-તલાશ
” …ધાર્યું ન્હોતું ત્યાંથી સગડ મળ્યા,તત્વ નીકળ્યું,
મહામૌન ખોદ્યું,તો શબ્દો મળ્યા,સત્વ નીકળ્યું,
મન નું વલોણું ચાલ્યું,મન્થનથી તથ્ય નીકળ્યું,
‘કઈંક’ની ખણખોદ રંગ લાવી, ને પથ્ય નીકળ્યું.
***
“કાવ્યની પ્રથમ પંક્તિ રૂમઝૂમ કરતી આવતી હોય છે મારી પાસે,”
મને મજબૂર કરે છે ….આ અહીં મૂકવા ….
“આ હવામાં અધ્ધર અધ્ધર તરે તે કોણ?
લટકી રહે તરે પલભર,હલે હળવેથી તે કોણ?
વળી ક્ષણની જેમ સરી તરત જાય તે કોણ?
કુંવારી છાતીમાં થડકાય ધકધક સતત તે કોણ?
ઉછળતા મોજાં સંગ ઉઠતી તરતી વાત તે કોણ?
સ્મિતથી કરી આગાઝ,આંખોમાં ચમકે તે કોણ?
ગુલાબી લહર થઇ સ્પર્શે જે અંગ-અંગ તે કોણ?
મહેકાવે,બહેકાવે,આપે પુષ્પધનવા કંપ તે કોણ?
કવિતા જ ને ?
****
હૃદયના ભાવો-લાગણીઓનો વિસ્તાર કેટલો? તો કે’ ….(બે હાથ પ્રસારી આકાશ સમાવી લેવાને ચેષ્ટા કરતાં કહે:=
“……..”આ ……. ટ ……… લો ……. . (“અઢળક”)
-લા’ કાન્ત / ૧૦.૧.૧૫
ખુબ સુન્દર્