તાલીઓના તાલે – અવિનાશ વ્યાસ

ગયા વર્ષે નવરાત્રી વખતે મુકેલો આ મને ખૂબ જ ગમતો ગરબો – આજે શુભાંગીના સ્વર સાથે ફરી એકવાર… ૧૫ વર્ષની શુભાંગીનો સ્વર એવો મજાનો છે કે studio recording જેવી clarity નથી છતાં આપોઆપ પગ થરકવા લાગે..!! (શુભાંગીના અવાજમાં બીજા ઘણા ગુજરાતી ગીતો આપણે ભવિષ્યમાં ટહુકો પર તો સાંભળશું જ… પણ હાલ તમારે બીજા ગીતો સાંભળવા હોય તો Youtube માં એના થોડા ગીતો મળી રહેશે.)

નવરાત્રી અને ગરબાની જ્યાં વાત થતી હોય, ત્યાં અવિનાશ વ્યાસને યાદ કર્યા વગર ચાલે? કેટલાય ગુજરાતીઓ માટે અવિનાશ વ્યાસનું સંગીત એ જ ગુજરાતનું લોકસંગીત છે.

આમ તો પૂનમની રાત ને થોડા દિવસની વાર છે, પણ આવુ મજાનું ગીત સાંભળવા માટે કંઇ પૂનમની રાહ જોવાય?

સ્વર : શુભાંગી શાહ

This text will be replaced

સ્વર : ગીતા દત્ત અને વૃંદ

This text will be replaced

તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
આસમાની ચૂંદડીમાં, લહેરણિયાં લ્હેરાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

ગોરો ગોરો ચાંદલિયો ને દિલ ડોલાવે નાવલિયો,
કહેતી મનની વાત રે …
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

ઓરી ઓરી આવ ગોરી, ઓરી ઓરી,
ચાંદલિયો હિંચોળે તારા હૈયા કેરી દોરી,
રાતલડી રળિયાત રે …
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

ગરબે ઘૂમો, ગોરી ગરબે ઘૂમો,
રૂમો ઝૂમો, ગોરી રૂમો ઝૂમો,
રસ રમે જાણે શામળિયો ,
જમુનાજીને ઘાટ રે …
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

– અવિનાશ વ્યાસ

26 thoughts on “તાલીઓના તાલે – અવિનાશ વ્યાસ

 1. pragnaju

  ખૂબ સુંદર ગરબો
  ગીતા દતનો સ્વર પણ ગુજરાતીને પણ ટપી જાય તેવો!
  અહીં તો બધા તહેવાર વીક એંડમાં જ આવે

  Reply
 2. Dayalal Raninga

  વિદેશ નિ ધરતિ પ વ્રિન્દાવન નો એહ્સાસ એત્લે તહુકોદોત કોમ્

  Reply
 3. યોગેશ કવીશ્વર

  ગુજરતી બ્લોગ માટે આહ્વાન

  જો ગુજરાતી ભાષાને વિશ્વના ફલક પર પહોચાડવી હશે તો ગુજરતી બ્લોગ તે ઉત્તમ ઉપાયે છે.એક સમય એવો હતો જ્યારે ને૩ટ પર ગુજસ્રાતી શબ્દ હોય તેવી કોઇને પણ કલ્પના નહોતી. આજે નેટ પર ગુજરાતી બ્લોગનો ડાયરો જામ્યો છે.ગુજરાતી બ્લોગ એ વિશ્વમાં કોઇ પણ જગ્યાએ વસતા ગુજરાતીયો માટે એક માધ્યમની ગરજ સારે છે.સહુ સાથ મળી ગુજરાત ને વિકાસની કેડી પર લઇ જઇયે તે માટે ગુજરાતી બ્લોગ તે ઉત્તમ માધ્યમ છે.મારુ સહુ ગુજરાતીયો ને આહ્વાન છે કે ગુજરાત અને ગુજરાતીના વિકાસ માટે બ્લોગનો ઉપયોગ કરો.ગુજરતીયોના આ પ્લેટફોર્મ પર વિકાસની ગડી દોડે તેવી મારી ઇચ્છા છે.
  ગુજરાત અને ગુજરતીના વિકાસ માટે ગુજરાતી બ્લોગ ના માધ્યમથી ચર્ચા થાય તોજ યોગ્ય દિશામાં જઇ શકાય આ માટે નિચે કેટલાક સુચનો આપ્યા છે. આ બ્લોગના દરેક વાચકને વિનંતી છે કે તેના પર ગંભીર વિચાર કરે.
  (૧)ગુજરાતી બ્લોગનો વ્યાપ વધારો, વધુ નવા બ્લોગ ચાલુ થાય તે માટે ગુજરાતીયો ને પ્રોત્સાહીત કરો.
  (૨)ગુજરાતી બ્લોગ તમામ લોકો વચ્ચે માધ્યમ ત્યારે જ બની શકે જ્યારે દેશ્-વિદેશ મા વસતા ગુજરાતીયો પરસ્પર આ મધ્યમ દ્વારા મળે અને પોતાના વિચારોનુ આદાન-પ્રદાન કરે.આ માટે એક મંડળની રચના કરવી જોઇયે.
  (૩)એક એવો બ્લોગ બનાવો જેમા કોઇ પણ ગુજતરાતી સભ્ય થઇ શકે, તેમાં લખી શકે,દરેકને યોગ્ય સ્થાન મળે,સહુ પોતના વિચારો રજુ કરે,કોઇ મંડળ દ્વારા આ બ્લોગનું સંચાલન થાય.
  (૪)ગુજરાતી બ્લોગ જગત ઓનલાઇન ગુજરાતની ઓળખ બનવી જોઇયે.નેટ પર ગુજરાતી સાહિત્ય ભારપુર પ્રમાણમાં મળી રહે તે માટે સાક્ષરો આગળ આવે.
  આ મુદા પર આપના સુચનો તેમજ પુરતા સહકારની આશા છે.
  જય ગુર્જરી.

  -યોગેશ કવીશ્વર

  Reply
 4. SURESH TRIVEDI

  OUR NEIGHBOUR WAS PLAYING THIS RECORD FOR NOT LESS THAN 60 TIMES A DAY IN NAVRATRI AND SHARADPURNIMA SO PLAYING THIS SONG AFTER A VERY LONG TIME REMINDWED MY CHILFHOOD DAYS.THANKS TAHUKO.COM

  Reply
 5. Vijay Bhatt ( Los Angeles)

  ગીતો મા ગરબો અમોલ મારી સૈયરુ….!!!

  ગરબા એ મઝા કરાવી

  Reply
 6. M.D.Gandhi, U.S.A.

  નવરાત્રીનો સદબહાર ગરબો જેના વગર નવરાત્રીના ગરબા અધુરા લાગે. નવરાત્રીમાં એવો કોઈ પણ ગરબાનો પ્રોગ્રામ નહીં હોય જ્યાં આ ગરબો ન ગવાતો હોય. લગભગ ૧૯૪૭-૧૯૪૮માં આ ગરબો ‘મંગલફેરા’ ફીલમમાં ગવાયો હશે. મને બહુજ ગમતો ગરબો.

  Reply
 7. sima shah

  વાહ..ખૂબ જ સુંદર ગરબો….
  નિખાલસપણે કહું તો પહેલીવાર સાંભળ્યો, ગીતા દત્તના અવાજમાં વધુ ગમ્યો…
  આભાર…
  સીમા

  Reply
 8. મયુર ચોકસી

  બન્ને ગાયકો દવારા ગવાયેલો ગરબો,સાંભળવાની ખુબ મઝા આવી.

  મયુર ચોકસી…

  Reply
 9. Monal

  પહેલી વાર ગીતા દત્તના અવાજમાં ગરબો સાંભળ્યો અને શુભાંગીનો અવાજ પણ ખુબ મધુર છે. મજા આવી ગઈ!

  Reply
 10. manjari

  સદ્દા બહાર ગરબો. નાના હતા ત્યારથિ આ મારુ મનગમતો ગરબો રહ્યો છે.
  ગિતા દત્ત નો મધુર અવાજ આજે પણ મનને આનન્દ આપિ જાય છે.
  નવરાત્રીમાં આ ગરબા વિના અધુરપ લાગે.

  Reply
 11. Virendra Bhatt

  જયશ્રીબેન,

  બહુ નાનો હતો ત્યારે રોજ થાળીવાજા ઉપર ‘મન્ગળફેરા’ ફીલ્મનો આ ગરબો વગાડતો. આજે વર્ષો પછી નિરુપા રોય,ગીતા રોય,અવિનાશ વ્યાસનો જાદુ માણ્યો. તમે ગીતવર્ષા કરતા રહો અને અમને ભીન્જવતા રહો.

  વીરેન્દ્ર ભટ્ટ

  Reply
 12. ranjan Shah

  નવરાત્રિ ના દિવસો માં આ ગરબો સાંભળવાની મજા આવિ.
  ધન્યવાદ્
  રંજન શાહ.

  Reply
 13. Narayan khare

  dear jayshree
  its nice i heard few times but i like this composition of avinashji and hear to like .

  both were sung beautifully

  good keep it up …..

  Reply
 14. ajay sheth

  it was really a nice song sung by both and specially little shubhangi for her efforts. congratulations to her.

  Reply
 15. Harshad Trivedi

  આ ગીત સાભળીને કેટલા વર્ષોની યાદો તાજી થઈ.

  ખૂબ મજા પડી ગઈ.

  આભાર

  Reply
 16. MAHESH RANA

  varso pahenla a geet manyun hatun aje farithi manvani maja avi gai juni vato yad avi many many thanks

  Reply
 17. jayshree patel

  ટહુહો.કોમ ને અમારા જેવા ગુજરાત ની બહાર વસતા સવૅ ગુજરાતીઓ તરફ થી ખુબ ખુબ ધન્યવાદ કે સરસ મઝા ના ગીતો સાંભળવા મળૅ સે

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *