(તાળીઓની રમઝટ… સરખેસરખી સૈયર…)
સંગીતકાર: પિનાકીન શાહ
સ્વર: આશા ભોંસલે અને કોરસ
ફિલ્મ: ગાજરની પીપૂડી (1978)
.
હે ઘમર ઘમર મારો ગરબો રે માથે ને લટક મટક ચાલે ઢલકત ઢોલ,
હે લરફર લરફર સૈયર સંગે રૂમક ઝુમક જાયે રૂપરંગ રે…
હે કેડમાં કંદોરો, ને કોટમાં છે દોરો, સાંકરિયો સાદ, કંઠે કોયલીનો શોર,
હે મધુભર રસભર નૈન નચાવે નાજુક નમણી નાગરવેલ…
હે દુધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે,
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…
હે વાટકી જેવડી વાવલડી ને મંઈ ખોબલો પાણી માંઈ રે,
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…
હે દુધે તે ભરી…
ગરબો માથે કોરિયો માએ ઝબક દીવડો થાય મારી માડી,
ગરબો રૂડો ડોલરીયો એ તો ઘમ્મર ઘમ્મર ઘૂમે મારી માડી,
હે તાળીઓની રમઝટ,
હે તાળીઓની રમઝટ પગ પડે ને ત્યાં ધરણી ધમધમ થાય રે…
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…
હે દુધે તે ભરી…
હળવે હલું તો કેર ચહી જાય, હાલુ ઉતાવળે તો પગ લચકાય,
સાળુ સંકોરું તો વાયરે ઉડી જાય, ધડકંતો છેડલો સરી સરી જાય…
હે પગને ઠેકે ધૂળની ડમરી ગગનમાં છવાઈ રે…
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…
હે દુધે તે ભરી…
ચ્યમ જઉં ઘર આંગણીયે, આજ ગરબો રંગે ચગ્યો મારા વ્હાલા…
થઈ જાઉં હું તો ઘેલી ઘેલી હૈયા હિલોળાં ખાય મારા વ્હાલા…
હે સરખેસરખી સૈયર ટોળે ઝટપટ ઝટપટ જાય રે…
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…
હે દુધે તે ભરી…
-પિનાકીન શાહ
દૂધથી ભરેલી તલાવડી હોય અને ફરતે મોતીડાની પાળ હોય… એ કદી શક્ય છે ખરું ? બિલકુલ નહીં… તો પછી અહીં કવિ શેની વાત કરે છે? તો મિત્રો, કવિની એ વાત એટલે કે આ સોરઠી ગરબાની ભીતર રહેલી એક દંતકથા. કહેવાય છે કે સોરઠમાં એકવાર જ્યારે માતાજીનું આઠમું નોરતું હતું ત્યારે એક સોરઠી બાઈને પણ ગરબે ઘુમવાનું મન થયું. પરંતુ એના ખોળામાં છએક માસનો દિકરો હતો. ગરબામાં જવા માટે એ જલ્દી જલ્દી ઘરનું કામકાજ પતાવી, છોકરાને ખવડાવી અને સુવડાવીને સહેલીઓ સાથે ગરબે ઘૂમવા જાય છે… એનો પતિ તો આંગણામાં જ હોય છે. બેએક કલાક પછી પેલો બાળ રડવા માંડે છે અને આ બાજુ માતૃત્વને એના ભણકારા વાગતાં જ એ હાંફળી-ફાંફળી દોડતી ઘરે આવે છે અને ઘરમાં જઈને રડતા બાળકને છાતીએ વળગાડે છે. એને આમ અચાનક દોડતી આવેલી જોઈને એનો પતિ પણ એની પાછળ ઘરમાં આવે છે. માતૃત્વથી નીતરતી અને પોતાના બાળકમાં સંપૂર્ણપણે તન્મય થઈ ગયેલી એ બાઈ ઉતાવળમાં બાળકને ધવડાવતી વખતે પોતાની છાતી ઢાંકવાનું ભૂલી જાય છે… અને આ દૃશ્ય એનો પતિ જોઈ રહે છે. માતૃત્વથી તરબતર પોતાના બાળકને માત્ર દૂધ જ નહીં, પરંતુ જાણે સાક્ષાત પ્રેમ અને મમતાનું અમૃતપાન કરાવી રહેલી પત્નિનાં ગળામાંની મોતીની માળા એ ધાવતાં બાળકનાં મોં સુધી સ્પર્શતી રહે છે. મા-બાળકનાં વ્હાલનું એ અદભૂત દૃશ્ય જોઈને એનાં પતિનાં મ્હોંમાંથી સહજ શબ્દો સરી પડે છે કે… “દૂધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે, જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…” (આ માત્ર મેં સાંભળેલી દંતકથા છે… જે કદાચ કોઈની અદભૂત કલ્પના પણ હોઈ શકે !)
સુંદર કલ્પના. દંતકથા જાણી કલ્પના વધુ રમણીય બની. આભાર.
જયશ્રી!
આ લોકગીત તમારી વેબસાઈટ પણ વાંચી હું ગાંડી ગાંડી થઈ ગઈ હતી!
લાગણી થી હૈયું છલકાયું હતું!
એ વાતને પંદર વીસ વરસ થયા હશે, હજી પણ યાદ આવી જાય ત્યારે હૈયું ડોલી જાય છે!
ખૂબ આભાર બહેન
nice maza aavi gay
many many congrats, i love Gujaratibhasha, Garba, kavita, proud to be Gujarati
ખ્બ સરસ્
સોરઠી ગરબો સામ્ભળવાની મઝા આવી . દન્તકથા પન અદ્ભુત.આશા ભોસલે ગુજરાતી ગરબો આટલો સરસ રીતે ગાય એ માનવામા પણ ન આવે.
બહુ સરસ ગેીત્ અને શબ્દો ચ્હે વઅરમ વઅર સમ્ભલ્વુ ગમે તેવુ ગેીત ચ્હે
મારા જિવન મા બ્નેલિ સત્ય ઘત્તના ચે
ખુબજ મધુર ગરબો….!!!
નાનપન થિ આ ગરબો સાભળેલ છે પન દન્ત કથા વાચયા પછઈ તેનિ કલ્પના અને સુન્દ૨તા વધિ ગઇ.
Wow Jayshree mam!!
Very traditional Garbo & melodious too… Thumbs Up !!this site is very nice n like ……thanks
Regards………..
janki
આન્ખો મ સેહેજે પાનિ તરવરિ ગયા!! જે કવિ એ આ કલ્પના કરિ હસે એનુ મન કેત્લુ પવિત્ર હશે !!!!
saat surona sarname song sung by parthiv gohil
its to heart touch
બહુ સરસ કલ્પના.
THER IS CHANGE IN THE KATHA WHILE RUSHING TO FEED THE BABY
THE LONG MOTI MALA WAS SURROUNDED TO HER BREAST WHILE FEEDING AND HER HUSBAND WATCHES THE SAME FROM SOME DISTANCE AND THIS WORDS CAME FROM HIS MOUTH DUDHETHI BHARI TALAWDI AND MOTI NI BANDHI PAL LIKE THAT…..IN A CLASS
આ ગરબો પહેલી વાર મેં સાંભળ્યો ત્યારે મારી પ્રેમિકાને ગરબે રમતી જોઈ રહ્યો હતો. ત્યારથી આખો ગરબો અને તેનો ભાવાર્થ શોધતો ફરતો હતો…
હું પણ પહેલા આ દંતકથા જેવી કલ્પના કરતો હતો…પણ વરસાદી આકાશની કલ્પના વધારે સાચી લાગે છે.
નવરાત્રીની રાતે શરદના નિર્મળ આકાશમાં નાની વાદળીઓને જોઇને કવિએ આ અદભૂત કલ્પના કરી હોય એવી સંભાવના વધારે છે.
અરે વા ભાઈ મજા આવી ગઈ ! શુ ગરબો ચે મન ખરેખર ખુશ થૈ ગ્યુ !
i love really tahuko.com thanx to my sister she had informed me about me this site thank you.
ત્મે મેઘ થૈને વ્ર્સ્યા તોયે અમે ત્ર્સ્યા ગીત મારે સાભળ વુ છે
તે ત્મ્ને મુક્વાવીન્તી
Wonreful Garbo ! Asha is best & music is catching. I listened this song after many years but it is refreshing for ever.Note at the is also interesting.Thanks Tahuko Team for this gift for me in New Year.
* Bharat Patwala* Kalyan,Thana, MS
dear jayshreeben,
iam unable to play some songs how do i play the songs which says this text will be replaced? thank you for keeping us connected to our roots.
આ સુન્દર ક્રુતિ છે! ક્યારે પણ
“દૂધથી ભરેલી તલાવડી” ની કલ્પના પણ નહોતી પણ માનવા જેવી વાત છે,
જયેન્દ્ર ઠાકર
[…] ૦૬ – ધમ ધમક ધમ ધમ ધમ…. સાંબેલું… ૦૭ – દુધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ… – પિનાકીન શાહ ૦૮ – મારા રામ, તમે […]
Wonderful Song!!! Thank You!!
જય જય ગરવિ ગુજરાત
good.likedit.
THANKS FOR KEEPING GUJARATI SANGIT AND KAVITA REALY IT IS AMAZING JUST KEEP IT UP AND ALL THE BEST FOR SUCH A MEANING FULL JOB
આ દન્તકથા મે પણ સામ્ભળી ચ્હે………
વાત સાચી હોઈ શકે….
સોરઠી ગીતો નો એક સાથે ઘણો બધો મતલબ થતો હોય ચ્હે..
જેથી થોડી મર્યાદા પણ જળવાય,,,,
DEAR JAYSHREEBEN,
I AM HIGHLY DELIGHTED TO FIND THAT YOU HAVE WORKED HARD FOR PRESENTING TAHUKO TO US. I ENJOYED A LOT AND GOD BLESS YOU AND GIVE A LONG PROSPEROUS AND HEALTHY LIFE TO SERVE US FURTHER.
THANK YOU.
સરસ ગરબો આ દન્ત્તકથા ક્યા સાભળિ.
સરસ … મજા આવી 🙂
This one of my most favorit garbo, As I remember used to play when I was in india at 80’s. it can be a garbo or play as raas too. keep it up Tahuko
Thnak You
Harshad Desai
Los Angeles, California, USA
it’s amaging………..
ગુજરાતનુઁ ગૌરવ એની માતા છે.સરસ દઁતકથા આપી,
આશાજીને કઁઠ આપી,ગરબો ખૂબ જ મધુર બનાવ્યો !
બહેના ! તમારી મહેનતને દાદ સાથે સો સો સલામ !
Very melodious…………..
Wow Jayshree !!
Very traditional Garbo & melodious too… Thumbs Up !!
Regards
Rajesh Vyas
Chennai
જે પણ હોય. પણ આ દંતકથાએ માની મમતાની યાદ અપાવી દીધી. મા છેજ એવી આપણા કરતા એને બધી ખબર પહેલા પડી જાય છે.
મને કનુ ભાઈ સુચક ની વાત સાચી લાગે છે કે કદાચ દુધે તે ભરિ તલાવડી એટલે અકાશ અને મોતિ ડે બાંધી પાળ એટ્લે તરલા હોઈ શકે પરંતુ તેવી ચર્ચા મા પડ્યા વગર આ ગરબો મુકવા બદલ ખાસ આભાર.નિરજ , દુબઈ
Whatever it is. it is a very very nice Garbo. Thanks Jayshreeben.
Whatever it is it is a very very nice Garbo. Thanks Jayshreeben.
જય્શ્રિ બેન્
આ ગરબો ખુબજ સરસ આવા ગરબા નવરાત્રિ સુધિ મોકલતા રહેજો.આભાર
પરદેશમાં પણ ગરબે ઘૂમ્યા. તમારી જેટલી કદર કરીયે એટલી ઓછી છે. આભાર…
આશિષ દવે
ઘણોજ સુન્દર ગરબો છે.
ગરબા સાથે જોડાયેલી દંતકથા પણ અદભુત છે. કવિની કલ્પનાને સલામ કરવાનું મન થાય તેમ છે.
આ ગીત કોઈ દન્તક્થા સાથે જોડવા જેટલુ જુનુ નથી. લોકગીત પણ નથી. શુભ્ર આભને દૂધ ભરી તળાવડી કહી છે અને તારલાને મોતીની માળાની ઉપમા આપી છે.
વાટકી જેવા હ્રદયમા માય શકે તેટલો આનન્દ લેવાની વાતથી ગરબાને કવિત્વ મળ્યુ છે.
એકદમ સાચીવાત.કવિત્વ ની પરખ અને ભાવક ની નજર જરૂરી છે.
ભલે એ દંતકથા હોય પણ એ માતૃત્વ ભરેલું દૃશ્ય ખરેખર અદભૂત જ કહેવાય. સહુનો માનીતો ગરબો. મજા આવી ગઈ.
પરદેશમા રહી સ્વદેશ ની યાદ આવી ગઈ.પ્રાચિન ગરબા તથા લોકપ્રિય ગરબા મુક્વા બદલ ખુબ ખુબ આભાર ….
મયુર ચોકસી…