તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ – ઊર્મિ

સ્વર :  ઊર્મિ  

ભોળી ભટાક હતી ગોરસની ખાણ, કેવા કરી દીધા મુજ પર તેં જંતર?
તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ, કેમ પડી ગયા જોજનનાં અંતર?

વ્હેતુ’તુ વ્હાલ તારું વાંસળીનાં સૂરમાં,
ને વહેતી’તી હું ય તારી તાનનાં એ પૂરમાં.

સઘળું ભૂલીને કા’ન, ભૂલી જઈ ભાન… કેવા જપતી’તી તારા હું મંતર !
તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ, કેમ પડી ગયા જોજનનાં અંતર?

તડ તડ તૂટે છે પેલી કદંબની ડાળખી,
ધસમસ તૂટે છે મારી સંગે આ માટલી.

રોળીને લાગણીનાં લીલુડાં રાન… જો ને, થઈ ગયો તું કેવો છૂમંતર !
તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ, કેમ પડી ગયા જોજનનાં અંતર?

ઝૂરું છું પળ પળ હું, ઝૂરે છે વાંસળી,
વિરહની વેળ અમને લાગે છે આકરી.

દવલાં કરી દવમાં છોડતાં હે શ્યામ… તારું સહેજે દુભાયુ ન અંતર?
તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ, કેમ પડી ગયા જોજનનાં અંતર?

12 replies on “તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ – ઊર્મિ”

 1. Kamlesh says:

  અદ્ ભુત નિરુપન
  Radha ni Vyatha nu……

 2. વ્હાલી ઊર્મિ,

  તારી વર્ષગાંઠના દિવસે તારી સખીએ તારું ગીત ટહુકો પર મૂક્યું છે… જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…

  વિવેક- વૈશાલી- સ્વયમ્

 3. pragnaju says:

  જન્મદિનનની અનેક શુભેચ્છાઓ
  ઊર્મિનો સાગરની વર્ષગાંઠે મૂકેલું ગીત પઠનમાંથી સ્વરમાં મૂક્યું હશે માની ક્લીક કર્યું…
  આવી સરસ રાધાની વેદનાનું મધુરું ગીત હવે સ્વરમાં મૂકશો

 4. mehul says:

  જન્મદિનનની અઢળક શુભેચ્છાઓ !

  રેનિ,નુતન મેહુલ

 5. Sangita says:

  Happy Birthday Urmi!

 6. Your Friends says:

  Happy Birthday Urmi from all of us!
  Regards,
  -Friends.

 7. મિત્રો… આપ સૌની શુભેચ્છાઓ બદલ દિલથી ખૂબ ખૂબ આભાર…!

 8. Dr Darshna says:

  hey! good recitation! enjoyed it.

 9. sapana says:

  ઊર્મિ ગયા વરસે હું જાણતી ન હતી.જોકે જાણવાનો દાવો તો હ્જુ પણ નથી.તારૂ શ્યામના વિરહનુ ગીત સાંભળી મન ભરાયું. એટલે આ પ્રતિ ભાવ લખુ છું.ખૂબ સરસ.
  સપના

 10. dipti says:

  રાધાની વ્યથાને આબેહુબ વ્યક્ત કરી છે.

  રોળીને લાગણીનાં લીલુડાં રાન… જો ને, થઈ ગયો તું કેવો છૂમંતર !
  તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ, કેમ પડી ગયા જોજનનાં અંતર?

  અદભુત!!!!!!!!

 11. Mehmood says:

  ગોકુલની ગલીઓ માં શ્યામ થયો બહાવરો ,
  રાધા વિના રહેવા નહીં એને મહાવરો,
  ગોપ – ગોપી ને વિનવે ,
  પશુ – પંખી ને વિનવે ,
  કોઈક તો આપો મને રાધાનો અણસારો ,
  મટકી નહી ફોડું, કહી ગ્વાલણને રીઝવે,
  માખણ નહી ચોરું, કહી માં ને મનાવે,
  બસ કોઈ આપો મને રાધાનો અણસારો ,
  ગાયો ને મૂકી રેઢી,
  વાંસળી ને મૂકી મેડી,
  જમનાની રેતમાં રાધાના પગલાં શોધવા

 12. Krutagnya says:

  Beautiful!!! Jayshree Di aa Geet koi a gayu chhey?! ke koi album maa mali shakey?!
  Radhamay thai javaay evu saras geet… 🙂

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *