ઢાંકપિછોડો તને ગમે ને મારી ખુલ્લી બાજી,
રમવું હોય તો રમ તારી ચાલે નહીં ઇતરાજી.
હું બાજી માંડું તો એને પૂરી કરીને છોડું,
એક વાર જોડું હું તાર તો કદી નહીં એ તોડું.
વાદળ વરસે વીજળી ચમકે ગગન ભલે રહે ગાજી.
ઢાંકપિછોડો તને ગમે ને મારી ખુલ્લી બાજી.
હું ગીચ ઝાડીનો જીવ નથી : મારો ખુલ્લો રસ્તો,
હવા પવન કે વાવાઝોડું : કદી નહીં એ ખસતો,
સાવ અમસ્તો સદાય હસતો મારો મારગ ખુશમિજાજી,
ઢાંકપિછોડો તને ગમે ને મારી ખુલ્લી બાજી.
સુંદર મજાનું ગીત… મસ્તી અને ખુમારીનું અજવાળું સરસ રીતે પથરાયું છે..
સુંદર રચના
સાવ અમસ્તો સદાય હસતો મારો મારગ ખુશમિજાજી,
ઢાંકપિછોડો તને ગમે ને મારી ખુલ્લી બાજી.
વાહ્