ગુજરાતી થઇ… ગુજરાતી કોઇ… – અવિનાશ વ્યાસ (ટહુકો પર ૧૦૦૦મી પોસ્ટ)

આજે ટહુકો.કોમ પર ૧૦૦૦મી પોસ્ટ… એ જ ખુશીમાં એક સ્પેશિયલ ગીત – અને એક સ્પેશિયલ announcement..!!

યાદ છે, લગભગ એકાદ-વર્ષ પહેલા થોડા વખત માટે ટહુકો પર ગીતો સદંતર બંધ હતા, અને પછી શરૂઆત થઇ તો એ પણ અડધા ગીતોથી…

તો આજથી આધા-અધૂરા ગીતોની છુટ્ટી..!! આમ તો ઘણા સમયથી ધીમે ધીમે કરીને ઘણા બધા ગીતો ફરીથી આખા ગુંજતા થઇ ગયા છે, પણ આજે finally બધા ગીતો આખા મુકવાનું કામ પત્યું, અને હાજર છે તમારા માટે – ફરીથી એકવાર ટહુકાનો આખો ટહુકાર….

પણ આ નવા આખા ગીતો સાથે થોડી મુશ્કેલી આવી શકે… આ નવા પ્લેયરમાં કોઇ ગીત તરત ફરીથી વગાડવું હોય તો page refresh કરવું પડે છે.. (આજના ગીતમાં એ વારંવાર કરું પડશે.. ગીત જ એટલું સરસ છે કે વારંવાર સાંભળવાની ઇચ્છા થઇ જ જશે…:) )

આ તો થઇ આજની Special Announcement.. હવે વાત આજના આ Special ગીતની…!!

આ ગીત આમતો ઘણા વખતથી હતું મારી પાસે, પણ કોઇ ખાસ દિવસે તમને આપવા માટે બાકી રાખ્યું હતું..! અને ગુજરાતી ગીત-સંગીતનો ઉત્સવ ઉજવાવા માટે શરૂઆત તો અવિનાશ વ્યાસથી જ કરવી રહીને?

અવિનાશ વ્યાસનું આ એકદમ હળવા મિજાજનું ગીત આમ જોવા જઇએ તો ગુજરાતની ‘વિવિધતામાં એકતા’ને વખાણે છે એમ કહીએ તો ચાલે… અને સાથે સાથે આપણે જે ગુજરાતી બોલીએ છીએ – એ શુધ્ધ ગુજરાતીથી ક્યાં ક્યાં અને કેટલું અલગ છે, એના પર કટાક્ષ પણ કરી જાય છે..

મને ઘણા લોકોએ કહ્યું છે કે હું એમની સાથે વાત કરું ત્યારે સુરતી નથી લાગતી, પણ જ્યારે હું મારા મમ્મી-પપ્પા કે ભાઇ-ભાભી સાથે વાત કરું ત્યારે પાક્કી હુરતી લાગું..!! આપણામાં કહેવત છે ને – બાર ગામે બોલી બદલાઇ..

અમદાવાદની કેટલીય દુકાનોમાં જો ખરીદી કરતા પહેલા થોડી વાત કરું – તો દુકાનદાર એક વાક્ય તો ચોક્કસ બોલે – ‘બેન, તમે અમદાવાદના નથી..!’ ભાષામાં સુરતી કે હુરતી ના આવે એની કાળજી રાખું, તો પણ અમદાવાદી લ્હેકો missing હોય, એટલે તરત પકડાઇ જઉં..!

અને શબ્દોની સાથે સાથે સંગીત અને ગાયકી પણ એવા મઝાના છે કે – ઘરના કોપ્યુટર પર સાંભળતા હો કે live programમાં – ફરી ફરીને once more… કરવાનું મન થાય..!

પહેલી વાર સાંભળો ત્યારે પેલા ગીતની વચ્ચેના શબ્દો ખડખડાટ હસાવી દે.. આ હા હા… મારી લાયખા.. :)

This text will be replaced

ગુજરાતી થઇ, ગુજરાતી કોઇ, બોલે નહીં બરાબર,
ભાષાની મીઠાશ નહીં, જાણે બોલે કાગડો, કાબર…

ઉત્તરમાં પાટણની પ્રભુતા, અંબાજી સાક્ષાત,
અને દક્ષિણમાં આદીવાસીઓ ભાષાથી અજ્ઞાન..
અને અમદાવાદમાં ચીપી ચીપીને….
(પવાલામાં પાણી પીશો…?? )
અમદાવાદમાં ચીપી ચીપીને બોલે બ્ર્હામણ નાગર…

નર્મદનું સુરત જુઓ….
નર્મદનું હુરત જુઓ, તો બોલે બોલે બોબડું.
તું ને બદલે ટટ્ટુનો ટું, જ્યારે બોલે ત્યારે તોતડું
તપેલી ને એ કહે પતેલી
(મારી લાયખા… બટાકાનું હાક..!!)
તપેલી ને એ કહે પતેલી , પછી હોય શેઠ કે ચાકર…

એ અચોં અચોં કંઇ કચ્છી બોલે ને કાઠિયાવાડી ઓલા હાલો.. જી રે.. એ હાલો બાપા..
કે ચરોતરીમાં કેમ છો, ચ્યમ છો ને ગરબડને ગોટાળો, હેંડો લ્યા..

કે સૌએ મળીને ભ્રષ્ટ કર્યો છે ભાષાનો રત્નાકર…
ગુજરાતી થઇ, ગુજરાતી કોઇ, બોલે નહીં બરાબર,
બોલે નહીં બરાબર…
બોલે નહીં બરાબર…
બોલે નહીં બરાબર…

49 thoughts on “ગુજરાતી થઇ… ગુજરાતી કોઇ… – અવિનાશ વ્યાસ (ટહુકો પર ૧૦૦૦મી પોસ્ટ)

 1. Asti

  હાહાહા ખૂબ મજા પડી ગઇ! આ ગીત પણ ઘણા વર્ષો પહેલાં સંજયભાઇ ઓઝા ને વિદ્યાનગરમાં એક કાર્યક્રમ માં ગાતા સાંભળ્યા હતા, ત્યાર થી યાદ રહી ગયું છે. તે આજે ફરી સાંભળી ને બહુ જ મજા આવી!

  Reply
 2. ઊર્મિ

  ૧૦૦૦મી પોસ્ટ માટે હાર્દિક અભિનંદન બેના…!! આવતા વર્ષે બીજું મીંડુ લાગશે ને?!! :-)

  અરે આ ગીત તો પુરુષોત્તમભાઈનાં સ્વરમાં ‘ચાલો ગુજરાત’માં એકદમ LIVE સાંભળ્યું… અને બાપ્પુ, જે મજ્જા આવલી… મારી લાયખા બાપ ! 😀

  Reply
 3. ઊર્મિ

  પણ હારા આ હુરતમાં તપેલીને પતેલી કે’વાવારી વાત તો હાવ જ હંબગ લાગતી છે… મેં તો કોઈ દી એવું હાંભળ્યું નથી હોં !

  Reply
 4. કલ્પેશ

  મુંબઇના લોકો કેવુ ગુજરાતી બોલે છે?
  હુ મુંબઇનો ગુજરાતી છુ.

  Reply
 5. RD

  Urmiben actuallly amara hutri o ટપેલી bole……!!
  Was waiting for this song for a really long time…
  Thanks…made my day!

  Reply
 6. jp

  હવે પછી વધુ પોસ્ટ મ્યુઝીકલ હોય ને ઓછી માત્ર શબ્દસ્થ હોય એવી આશા સાથે અભિનન્દન

  Reply
 7. મનીષ મિસ્ત્રી

  મઝા પડી! સાબરકાંઠાનો છું તે બોલવા પરથી ખબર પડી જ જાય તેની ખાસ તકેદારી રાખું છું પણ અહિં ઑસ્ટ્રેલિયામાં બોલીનો બીજો પ્રતપ એ છે કે અંગ્રેજી બોલો તો ખબર પડી જાય કે ‘ઈન્ડિયન’ છીયે!

  Reply
 8. Pinki

  હ્મ્મ્મ્મ્મ
  હું પણ રાહ જોતી’તી કે આ ગીત કેમ નથી મૂકતી ?!!

  ૧૦૦૦મી પૉસ્ટ માટે અભિનંદન …..

  Reply
 9. ઊર્મિ

  પ્રિય RDભાઈ, આ ટપેલી પણ હુરટી-પારહીઓ જ બોલે… આપણે હુરતીઓ તો તપેલીને તપેલી જ કઈએ છે ! :-)

  Reply
 10. jugalkishor

  એક હજાર ગીતો !
  અનેક હજાર શ્રોતઓ !!
  ની વચ્ચે આ એક સાવ કાન (સગવડ)વગરનો કેવળ વાચક !

  આજના આ અવસરે સર્વ શુભેચ્છાઓ સાથે,
  જુ.

  Reply
 11. દક્ષેશ

  કવિઓએ ભલે કહ્યું હશે કે કોયલ તો વસંતમાં જ ટહુકા કરે પણ નેટ જગતમાં તો જયશ્રીબેનની કોયલ બારેમાસ ટહુકા કરે છે. અથવા એમ કહીએ કે મધુર ગુજરાતી ગીતોથી દરેક ઋતુને વસંત ઋતુ જેવી બનાવે છે તો ખોટું નથી.
  એક હજારનો આંકડો ધંધાદારી ગણાતા ગુજરાતીઓ માટે આમ જોવા જઈએ તો નાનો છે, પણ એક હજાર પોસ્ટ જરૂર એક સિમાચિન્હ ગણાય. જયશ્રીબેનને શુભેચ્છા કે આગામી વરસોમાં ગુજરાતીઓની જેમ ગુજરાતી ભાષાને પણ એટલી માતબર-સમૃદ્ધ કરતા રહેજો.

  Reply
 12. shriya

  ટહુકાને ૧૦૦૦મી પોસ્ટ માટે ખુબ ખુબ અભિનંદન!! અને મને ગમ્તું ગીત મુક્વા માટે ખુબ ખુબ આભાર!! :)

  Reply
 13. Shivani

  wow, gujarati thai gujarati koi…..wonderful song!
  This is really a moral lesson for those who lives in other countries and are gujaraties, Try to speak in broken english …sometimes ashamed of speaking gujarati so guys Buck up and save our culture not western but you know….EASTERN! Make your parents proud of it!

  Reply
 14. anu

  Jayshreeben, Tahuka par to `1000 post thai gai ane haji vadhare gito muki ne aam j gujarati bhasha ni samrudhdhi vadharo tevi shubhechcha.

  Reply
 15. સુરેશ જાની

  મારી સાહીત્ય યાત્રા શરુ થઈ – શ્રી. મનહર ઉધાસના ‘ આગમન’ આલ્બમથી. ગુજરાતની વેપારી પ્રજાને ગુજરાતી સાહીત્યમાં રસ લેતી કરવામાં આપણા સંગીતકારોનો બહુ મોટો હીસ્સો તો છે જ.
  પણ તારા જેવી નવી પેઢીની ઉત્સાહી વ્યક્તીઓએ આ રસ આખી દુનીયામાં પ્રસારવાનું બહુ જ ઉમદા કાર્ય કર્યું છે; તે એટલી જ ઉત્તમ સેવા છે.
  મારા હાર્દીક અભીનંદન અને આશીષ.

  Reply
 16. Harshad Jangla

  જયશ્રી
  ૧૦૦૦ મી પોસ્ટ માટે અભિનન્દન
  -હર્ષદ જાંગલા
  એટલાન્ટા યુએસએ

  Reply
 17. Hitesh V

  congratulations on 1000th post.
  This songs shows ‘Vividhataa maa Ekta’ in Gujarati Language.
  Hurti is so sweet, Kaathiawadi is Kamal!
  Gujarati Bhasha ni Masti & Dhamaal!

  Reply
 18. Pingback: આજથી ફરી પાછો ગુંજશે ટહુકો …

 19. Ritesh Mehta

  ખુબ ખુબ આભાર .. હું આ ગીત કેટલા સમયથી શોધતો હતો, આજે તો અહિ બોનસ મળી ગયું.

  Reply
 20. વિવેક ટેલર

  ટહુકોની કલગીમાં હજારમો સૂર ઊમેરાયો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન !

  આગળની મજલ માટે અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ…

  (કેટલીક શુભેચ્છાઓ થોડી મોડી જરૂર પડે છે, મોળી નથી પડતી!!)

  Reply
 21. Shivani

  I was looking for this song since long and I made a request also before for the same…I love to listen it for soooooo many times…Thanks a ton for the post…

  Reply
 22. Tina

  I have requested for this song and finally you postd on tahuko, but i was looking for another version not sure which but that one was very nice. i heard that one on sheetalsangeet. my husband is amdavadi and i am surati so we alway have fight on our gujarati.

  Reply
 23. Jayesh Panchal

  Dear Jayshreeji,

  All the best for this Mission Impossible to save our Gurjari Language with it’s wonderful heritage of litratures, poets, Musicians and composer, singersetc.

  I would love to say that ” TAHUKO” IS A MANGO PICKLE ON THE DINNING TABLE OF THE GUJJU FAMILY.

  ALL THE BEST

  THANKS

  JAYESH PANCHAL
  (SYDNEY)

  Reply
 24. bunty

  i m staying at hostel.. when i read this ghazal 1st time ..
  i was so glad..
  rreason is only that in all of my frnds here at hostel use various gujarati ..n we always tease one another …due 2 lang

  Reply
 25. Pingback: મારા પ્રિય ગીતો « Jahnvi Thaker

 26. shailesh jani

  વાહ ,,,,,,,,પહેલિ વાર જ આ ગિત સામ્ભલ્યુ પન ખરેખર આનદ આવિ ગયો. હુ તો જેને ગાયુ ને જેને લખ્યુ તે બન્ને નો આભારિ ચ્હુ. “જયા જ્યા વસે એક ગુજરાતિ ત્યા ત્યા સદાકાલ ગુજરાત” ઈતો જે ગુજરાતિ ભાશા ને બરાબર જાને અને માને તેને જ ખબર પદે.

  ખુબ ખુબ આભાર જયશ્રિબેન કે તમો કદાચ તમારા કિમતિ સમય માથિ સમય કધિ ને વેબ પર આવા સારા ગુજરાતિ ગિતો મુકો ચ્હો કે જે કદાચ બઝાર માઅપ્રાપ્ય હશે. ગુજરાતિ ભાશા નિ મોતિ કરુનતા એ ચ્હે કે જેવુ બોલય ચ્હે તેવુ લખાતુ નથિ ને જેવુ લખાય ચ્હે તેવુ બોલતુ નથિ પન બાર ગાવે બોલિ બદલે એ ઉક્તિ ગુજરાતિ ભાશા માતે યથાર્થ ચ્હે.

  તહુકો એ તહુકો જ – કોઈ એનિ બરાબરિ કરિ શકે નહિ.

  શૈલેશ જાનિ.

  Reply
 27. Rekha Bhakta

  જયશ્રિબેન,
  અભિનંદન. મઝા આવી ગઇ હં…બાકી સુરતીલોકોએ તો સુરતને પણ હુરત જ કરી નાખ્યું છે એ રહી ગયુ ! બીજા બધાની ફીરકી તો બરાબર ઉતારી છે !

  Reply
 28. Sarla Santwani

  હું વડોદરાની છુ. વડોદરાની ગુજરાતીની લાક્ષણિકતા કઈ તે આ ગીતમાં દર્શાવ્યું નથી. માની લઉં છું કે અહીં ભાષાની ગરીમા જળવાઈ રહી છે. એક અન્ય નોંધવા લાયક બાબત. મારા જેવા કેટલાકની ગુજરાતી ભાષા માતૃભાષા ના હોવા છતાં native speaker કરતાં વધુ શુધ્ધ્તાથી બોલતાં હોય છે.

  Reply
 29. Abhishek Thakar

  આપ નો ખુબ ખુબ આભર બેન … આપને આ web site માતે ખુબ ખુબ ધન્યવાદ્

  Reply
 30. Chetan Jani

  I am from Muscat-Oman. I was surching for this song for long but it is not availabe on net. Anyway today you made my day. Thanks Jayshreeben. I am bit slow in typing so avoiding gujarati typing but I am pure and supporter of our language b’cos it is MATRUBHASHA.

  Reply
 31. Kartik Acharya

  ખુબ મજા આવી હુ જ્યારે પાટણ સંગીતશાળામાં હતો ત્યારે મે આ ગીત કમલેશભાઈ સ્વામી પાસેથી શાંભળેલુ ફરી શાંભળી ઘણો આનંદ થયો

  Reply
 32. Kartik Zaveri

  મા.શ્રી અવિનાશભાઈ વ્યાસનું પ્રદાન ગુજરાતી લોકસંગીતમાં અમુલ્ય અને અનન્ય છે. તેઓની આ ધુરાને આજે તેઓના શિષ્ય શ્રી પુરુષોત્તમભાઇ ઉપાધ્યાય સુંદર રીતે વહન કરી રહેલ છે, અરે બુલબુલ જેવી ઐશ્ચર્યા મજુમદાર પણ ઘડીભર મનના મોરલાને ટહુકાર કરાવી દે છે.જે આપણા સહુનું સૌભાગ્ય છે……આ કૃતિ વારંવાર સાંભળવાનું અને વાગોળવાનું ગમે છે. પણ માત્ર અને માત્ર છેલ્લી કડી સહેજ ખટકો જરૂર કરાવી જાય છે.
  ખરેખર ગુજરાતમાં બાર ગાઉએ બોલી બદલાય… એ ઉક્તિ પ્રચલિત છે.
  દરેક પોતાની ભાતીગળ ભાષાનો ઉપયોગ કરે છે, તે તેઓની દ્રષ્ટિએ શુધ્ધ અને સુસંસ્કૃત જ છે. દરેક વિસ્તારમાં તેઓની પોતાની તળપદી બોલીની એક લય અને મીઠાશનો ટહુકો અનન્ય આનંદની લહેર આપે છે. જેને માણવી અને જાણવી એ લ્હાવો છે અને જાણ્યા બાદની તેની તૃપ્તિ રુવાડામાં રોમાંચને પેદા કરનારી બને છે. આ સ્થાનિક તળપદી ભાષાની એક આગવી ગરિમા છે, તેને કારણે કોઇપણ ગુજ્જુનો વિસ્તાર વગર પૂછ્યે પ્રમાણિત થાય છે. આવી સ્થાનિક ભાષાની ગરીમા ખરેખર ભાષાના રત્નાકરને ભ્રષ્ટ નથી કરતી, બલ્કિ ઉજાગર કરે છે.. આ અતિસુંદર ગીતની છેલ્લી કડીઓ મને સદાયે મગજમાં હથોડા મારે છે !!!
  એની વે….. ગુજરાતી લોકસંગીત જાગૃત હોવાનો ખુબ જ આનંદ અને ઉમંગ છે !!!

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *