એ ગીત મારા કહેવાય કઇ રીતે? – ધ્રુવ ભટ્ટ

Updated on August 18, 2012
મારું આ ઘણું જ ગમતીલું ગીત.. આ પહેલા ટહુકો પર ફક્ત શબ્દો સાથે – અને સ્વરાંકન પણ લઇ આવીશ એ promise સાથે મૂકેલું ગીત.. – આજે સ્વરાંકન સાથે ફરીથી માણીએ..!

અમુક ગીતો એવા હોય છે – જે ગમે એટલા વ્હાલા હોય, પણ એ વ્હાલને કાગળ પર ટપકાવવું અધરું થઇ પડે – આ ગીત માટે પણ કંઇક એવું જ વ્હાલ છે…

સ્વર – સ્વરાંકન : રાસબિહારી દેસાઇ


———————————————-
Posted on December 12, 2008
મારું એક અતિપ્રિય ગીત.. એકવાર રાસબિહારી દેસાઇ-વિભા દેસાઇના કંઠે સાંભળ્યું તો એવું તો ગમી ગયું કે એના બધા શબ્દો મેળવવા છેક કવિશ્રી સુધી પહોંચવું પડ્યું… પણ છે જ એવું સરસ મજાનું – એકવાર સાંભળી/વાંચીને જ સીધું દિલમાં વસી જાય..!

આ ગીત દ્વારા કવિએ વાત પણ કેવી સરસ કરી છે.. પોતાનું એક ગીત લખવાની કોશિશ કરીએ, તો ખબર પડે કે ગીત કંઇ કલમ હાથમાં લેતાંની સાથે લખાઇ નથી જતાં.. અને તો યે કવિએ પોતે લખેલાં ગીત કેવી સરળતાથી આપણને આપી દીધાં? કવિના ગીતને આપણા કરવા માટે કરવાનું શું? બસ.. આકાશભરી પ્રીતે ગાઓ.. ! કવિના ગીતોને તો કંઠ કંઠ મ્હાલવુ છે, એટલે કવિએ ‘દેવકીની રીતે’ આપણને આપી દીધાં ગીત..!!

ધ્રુવ ભટ્ટનું ચાલ સખી પાંદડીમાં… મારું ખૂબ જ ગમતું ગીત, અને કવિનું આ ગીત વાંચીને એમના બધાજ ગીત હવે થોડા વધારે વ્હાલા લાગશે..!!

અને જેમ કવિ સુધી પહોંચીને શબ્દો લઈ આવી, એમ જ એક દિવસ સ્વરકાર સુધી પહોંચીને સંગીત સાથે પણ લઇ આવીશ આ ગીત.. ત્યાં સુધી ગીત પોતાના રાગમાં ગણગણવાની મઝા માણો..!!

(આકાશ ભરી પ્રીતે….. Fort Bragg, California – Nov 29, 2008)

* * * * *

તમે ગાયાં આકાશ ભરી પ્રીતે
તે ગીત મારાં કહેવાય કઇ રીતે?

ગીતને તો અવતરવું ઇચ્છાથી હોય છે
કે ચાલ જઇ કંઠ કંઠ મ્હાલીએ
આપણે તે એવડાં કે કેવડાં કે મારું છે
ચાલ કહી ગજવામાં ઘાલીએ

જે પ્રેમ કરી પામે તે જીતે
તે ગીત હવે મારા કહેવાય કઇ રીતે?

અમને અણદીઠ હોય સાંપડ્યું કે સાંપડી હો
પીડા એવી કે સહેવાય નહીં
એટલું જ હોય અને એટલાંક હોવાના
મથુરાને ગોકુળ કહેવાય નહીં

અમે આપ્યાં જે દેવકીની રીતે
તે ગીત હવે મારાં કહેવાય કઇ રીતે?

8 replies on “એ ગીત મારા કહેવાય કઇ રીતે? – ધ્રુવ ભટ્ટ”

 1. manvant says:

  જે પ્રેમ કરેી પામે તે જીતે !

 2. Vikram Bhatt says:

  ખૂબ જ સરસ રચના. ધ્રુવ ભટ્ટ જરા હટકે કવિ-લેખક છે.
  તેમનું ચાલ સખી પાંદડીમાં…જેટલું ગહન છે તેટલું જ આ સરળ છે.

 3. mukesh parikh says:

  અમે આપ્યાં જે દેવકીની રીતે
  તે ગીત હવે મારાં કહેવાય કઇ રીતે?

  અતિ સુંદર….. બેનમૂન સરખામણી…… સરળ પણ ગમી જાય એવી રચના…

  ‘મુકેશ’

 4. તમે ગાયાં આકાશ ભરી પ્રીતે
  તે ગીત મારાં કહેવાય કઇ રીતે?
  અમે આપ્યાં જે દેવકીની રીતે
  તે ગીત હવે મારાં કહેવાય કઇ રીતે?

  wow!!! excellent poem….

  સાવ સાચી વાત છે… ખૂબ જ સરળ પરંતુ સચોટ અને સુંદર શબ્દોની પસંદગી… કવિને હાર્દિક અભિનંદન !

  આભાર જયશ્રી… ગીત ગોતી લાવવા બદલ.

 5. Jayesh Mehta says:

  we recently had a private baithak of Sh. Ras bhai and Vibha ben at mumbai, where he has sung this number beatifully. I have the live recording of this song, I can send you this song. The listeners will go mesmerised, for sure ! Jayesh Mehta

 6. dhruv says:

  ગીતો તો ગાય તેના થઈ ગયા. હવ માર નામે કેમ આપો છો?

 7. Kamlesh says:

  ઝાકમઝૉળ….
  બહુજ ગમ્યુ. અભિનન્દન…. ધ્રુવ ભટ્ટ ,રાસબિહારી દેસાઇ અને ટહુકો ને

 8. Yashwant H Prajapati says:

  I very late came to know that Rasbhai is not with us, though he is immortal in this way.
  I wish for bhajan Shri Ramchandrakrupalu bhajman. This will Homage by Tahuko.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *