તમે કહો તે સાચું – સુરેશ દલાલ

એક ટહુકો મિત્ર આ ગીત ઘણા વખતથી શોધે છે. તમારી પાસે એની ઓડિયો ફાઇલ છે? હોય તો અમને મોકલી શકશો?

*****

તમે કહો તે સાચું વ્હાલમ ! તમે કહો તો હાર્યાં !
ફાગણમાં શ્રાવણના જલને ઝીલી લ્યો અણધાર્યા !

અમને એમ હતું કે તમને
વેણીનાં ફૂલો સંગાથે પ્રીતે ગૂંથી લેશું,
તમને એવી જિદ કે વનનો છોડ થઇને રહેશું;

તમને કૈંક થવાના કોડ,
અમને વ્હાલી લાગે સોડ;
જરીક તમારે સ્પર્શ અમે તો સાતે સ્વર ઝંકાર્યા,

તમે કહો તે સાચું વ્હાલમ ! તમે કહો તો હાર્યાં !

અમને એમ હતું કે સાજન !
કલકલ ને કલ્લોલ ઝરે એ વ્હેણ થઇને વ્હેશું,
તમને એક અબળખાઃ એકલ કાંઠો થઇને રહેશું;

તમારાં અળગાં અળગાં વ્હેણ,
અમારાં એક થવાનાં ક્‌હેણ;
એકલશૂરા નાથ ! અમે તો પળે પળે સંભાર્યા;

તમે કહો તે સાચું વ્હાલમ ! તમે કહો તો હાર્યાં !

– સુરેશ દલાલ

(આભાર : માવજીભાઇ.કોમ)

6 replies on “તમે કહો તે સાચું – સુરેશ દલાલ”

 1. Kaumudi says:

  શબ્દો માટે ઘણો ઘણો આભાર – હવે સ્વર-સંગીતની વાટ જોઉ છુ!

 2. Hemant Jani says:

  હા જી છે ને….લાઈવ છે…

 3. Rajendrabhai Vyas says:

  Khub gamyun

 4. જયશ્રીબહેન આભાર

 5. Amit N. Trivedi says:

  Dear Jayshreeben

  Could you get any positive response?

  Regards.

  -Amit N. Trivedi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *