એક ટહુકો મિત્ર આ ગીત ઘણા વખતથી શોધે છે. તમારી પાસે એની ઓડિયો ફાઇલ છે? હોય તો અમને મોકલી શકશો?
*****
તમે કહો તે સાચું વ્હાલમ ! તમે કહો તો હાર્યાં !
ફાગણમાં શ્રાવણના જલને ઝીલી લ્યો અણધાર્યા !
અમને એમ હતું કે તમને
વેણીનાં ફૂલો સંગાથે પ્રીતે ગૂંથી લેશું,
તમને એવી જિદ કે વનનો છોડ થઇને રહેશું;
તમને કૈંક થવાના કોડ,
અમને વ્હાલી લાગે સોડ;
જરીક તમારે સ્પર્શ અમે તો સાતે સ્વર ઝંકાર્યા,
તમે કહો તે સાચું વ્હાલમ ! તમે કહો તો હાર્યાં !
અમને એમ હતું કે સાજન !
કલકલ ને કલ્લોલ ઝરે એ વ્હેણ થઇને વ્હેશું,
તમને એક અબળખાઃ એકલ કાંઠો થઇને રહેશું;
તમારાં અળગાં અળગાં વ્હેણ,
અમારાં એક થવાનાં ક્હેણ;
એકલશૂરા નાથ ! અમે તો પળે પળે સંભાર્યા;
તમે કહો તે સાચું વ્હાલમ ! તમે કહો તો હાર્યાં !
– સુરેશ દલાલ
(આભાર : માવજીભાઇ.કોમ)
બહુ સરસ..
જયશ્રી બેન,
વર્ષો પછી પણ ગીત નો audio નથી મળી શક્યો. પણ હમેં હજીયે મારી આશા છોડી નથી.
आशा नाम मनुष्याणां काचिदाश्चर्यशृंखला ।
यया बद्धाःप्रधावन्ति मुक्तास्तिष्टन्ति पंगुवत् ॥
આશા મનુષ્યોની એક એવી આશ્ચર્નયજનક બેડી છે કે જેનાથી બંધાયેલી વ્યક્તિ દોડતી રહે છે અને જે તેનાથી મુક્ત હોય તે પાંગળાની જેમ સ્થીર થઈ જાય છે.
મોટેભાગે આ ગીત પુરૂષોત્તમભાઈ ઊપાધ્યાયે સ્વરબધ્ધ કરેલું, સ્શોવર ભા સંઘવીનો હતો.
અમિત ન ત્રિવેદી
19-07-20
I believe…Shobha Sanghavi “Kinnari” is the original singer on Album by Purshottam Upadhyay & many artists/singers.1980 Polydor LP. It’s called also “Tame Kaho Te Sachu. તમે કહો તે સાચું વ્હાલમ”.
If you find an original track or MP3 please Post the link here or How to Contact. NO Luck yet.
We will surely try.
You can contact on
Dipal@tahuko.com
જયશ્રી બેન, આ ગીત અમે અમારા ક્લાસ માં તૈયાર કર્યું છે. હું તમને મોકલીશ. અગર તમને સારું લાગે તો મૂકજો.
જયશ્રી બેન,
વર્ષોના વહાણા વહી ગયા……
ગીત અમે ગોત્યું ગોત્યું ને ગીત ના જડ્યું…..
અમિત ન ત્રિવેદી
9-4-18
Dear Jayshreeben
Could you get any positive response?
Regards.
-Amit N. Trivedi
જયશ્રીબહેન આભાર
Khub gamyun
હા જી છે ને….લાઈવ છે…
Can you please send it to me at write2us@tahuko.com ?
શબ્દો માટે ઘણો ઘણો આભાર – હવે સ્વર-સંગીતની વાટ જોઉ છુ!