આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં – રાજેન્દ્ર શુક્લ

કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની આ ખૂબ જ સુંદર ગઝલ – એટલા જ મધુરા સ્વર-સંગીત સાથે

સ્વર : બંસરી યોગેન્દ્ર
સંગીત : હરેશ બક્ષી

.

આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં,
શો શૂન્યતાથી જામ સપનનો ભરી ગયાં !

વીતી ગઈ એ વેળ, હવે અહીં કશું નથી,
સ્મરણો ય આવી આવીને પાછાં ફરી ગયાં !

હું શું કરું જ્યાં કંઠ જરી ય ખૂલતો નથી,
ગીતો તો કેટલું ય અરે કરગરી ગયાં !

તારા ગયાં પછે ન બન્યું કંઈ નવું અહીં,
અધઊઘડી બે છીપથી મોતી ઝારી ગયાં !

જોઈ અટૂલી મ્હેંક સમય પૂછતો ફરે –
‘ફોર્યાં અહીં જે ફૂલ તે ક્યારે ખરી ગયાં!’

વાતો રહી ગઈ એ કસુંબલ મિજાજની,
એ ઘેન, એ ઘટા, એ ઘૂંટ, સહું સરી ગયાં !

એની ખીણો મહીં જ સમય ખૂંપતો ગયો,
શબ્દો અજાણતા જે તમે કોતરી ગયાં !

– રાજેન્દ્ર શુક્લ

——————————-

બંસરી યોગેન્દ્રનો પરીચય…..

પ્રથમ બ્રોડકાસ્ટ કાર્યક્રમ- ચાર વર્ષ ની વયે આકાશવાણી દિલ્હી બાલસભામા.

હાલ આકાશવાણી અને દુરદર્શન ગ્રેઙ A કલાકાર
ભારત ના મૂખ્ય શહેરો અને USA, Belgium, Australia, Newzealand વગેરે મા સુગમ સંગીત Concerts.

Professor of Psychology in G.L.S.Arts college AHMEDABAD.

હાલ મા L.A. ( California ) અને Toronto ( Canada ) ની મુલાકાતે…..Contact No. 001-310-357-1859
——————————-

આ ગઝલ અને ‘રાજેન્દ્ર શુક્લ’ નામના દરિયાના બીજા કેટલાય મોતી તમને – www.rajendrashukla.com પર મળી રહેશે.

8 replies on “આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં – રાજેન્દ્ર શુક્લ”

 1. તારા ગયાં પછી ન બન્યું કંઈ નવું અહીં,
  અધઊઘડી બે છીપથી મોતી ઝરી ગયાં !

  એની ખીણો મહીં જ સમય ખૂંપતો ગયો,
  શબ્દો અજાણતા જે તમે કોતરી ગયાં !

  -સુંદર અભિવ્યક્તિ…

 2. pragnaju says:

  વારંવાર સાંભળવી ગમે તેવી ગઝલ અને મધુર ગાયકી

 3. Sarla Santwani says:

  ખુબ સુમધુર રચના. આ સ્વરકારનિ અન્ય રચનાઓ પિરસશો.

 4. Nita says:

  Poem isso sweet & sad & lovely.someone is miss u,who is close to u.

 5. Mehmood says:

  વાતો રહી ગઈ એ કસુંબલ મિજાજની,
  એ ઘેન, એ ઘટા, એ ઘૂંટ, સહું સરી ગયાં !

  તારા ગયા પછી…
  મિલનમાં તો ઘણીય વાર ભૂલી ગયો તને,
  ઘડી એક જુદાઇની તારી યાદ વગર નથી !

 6. dipti says:

  સરસ !!!

  દૂર હોવા છતા પાસે હોવાની લાગણી ,એકલતામા કોઈને મનોમન યાદ કરીને તેના સ્મરણમા લીન થઈજવાની લગન વ્યક્ત કરતી કવિતા……..

 7. HAD MET MRS BHATT WHEN I WAS A CHILD, STILL REMEMBER HER SWEET SONGS, HEARING THIS GAZAL TODAY I AM PROUD TO HAVE MET HER

 8. આવ્યાઁ હવાની જેમ અને ઓસરી ગયાઁ…..
  વાહ….અભિનઁદન !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *