નિરાકારથી કોઈ આકાર થઈ જાય,
તો, પથ્થર સરેઆમ અવતાર થઈ જાય !
સતત દોડવું એટલે ‘હાંફવાનું’ ?
પછી તો, તણખલાંનો પણ ભાર થઈ જાય !
બને બંધ, જો આંસુનાં પૂર પર, તો–
પ્રતીક્ષાની વેળાનો વિસ્તાર થઈ જાય !
ઉઝરડાય ઉજવી લઈએ હૃદયથી,
ભલે, લોહીભીનો એ શણગાર થઈ જાય !
રદીફો’ને આ કાફિયા ઊઘડે જ્યાં,
બધી ઝંખનાઓનો આધાર થઈ જાય !
ઉઝરડાય ઉજવી લઈએ હૃદયથી,
ભલે, લોહીભીનો એ શણગાર થઈ જાય !
[…] (મિત્રો…મારી ગઝલ કોઈ સામયિકમાં છપાઈ હોય તેવી આ સૌ પ્રથમ ઘટના છે. લુણાવાડા, જિ.પંચમહાલથી પ્રગટ થતા ‘કવિ’ સામયિકે ઑગસ્ટ–૨૦૦૮નો અંક સુરતના કવિઓના વિશેષાંક તરીકે પ્રગટ કર્યો..તેનું વિમોચન રવિવાર તા.૭ સપ્ટે.ને રવિવારે કવિશ્રી નયનભાઈ દેસાઈના હસ્તે થયું. તંત્રીશ્રી મનોજકુમાર શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે યોજાયેલ મુશાયરામાં પણ મને ગઝલ રજૂ કરવાની સૌ પ્રથમ તક મળી..આ બેવડો આનંદ આપની સમક્ષ વહેંચું છું. આ ગઝલ આપે અહીં તથા ટહુકો.કૉમ પર માણી હતી. આપ સૌના આશિર્વાદ–શુભેચ્છાઓ તથા માર્ગદર્શન સતત મળતાં રહેશે તેવી મને શ્રદ્ધા છે.) […]
બને બંધ, જો આંસુનાં પૂર પર, તો–
પ્રતીક્ષાની વેળાનો વિસ્તાર થઈ જાય !
વાહ …
મત્લા અને મક્તાની અદ્.ભૂતતા વચ્ચે
આખી ગઝલ….સહજ, સરળ અને સુંદર….
સરસ, સભર, સ..ફળ, ગઝલ !
ધન્યવાદ !
ઓહ્હ્!!બહોત ખૂબ્!!!!!!!!!!!
ઉઝરડાય ઉજવી લઈએ હૃદયથી,
ભલે, લોહીભીનો એ શણગાર થઈ જાય !
રદીફો’ને આ કાફિયા ઊઘડે જ્યાં,
બધી ઝંખનાઓનો આધાર થઈ જાય !
વાહ !
બને બંધ, જો આંસુનાં પૂર પર, તો–
પ્રતીક્ષાની વેળાનો વિસ્તાર થઈ જાય !
-અદભુત શેર…. વાહ !
વાહ, સરસ ગઝલ મઝા આવી……