અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં – બરકત વિરાણી ‘બેફામ’

અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં,
છૂપાં રાખ્યાં છે એવાં કે પમરવા પણ નથી દેતાં.

ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી,
અમે રડીએ છીએ ને અશ્રુ સરવા પણ નથી દેતાં.

હવેના રાહબર પોતે જ ખોટા રાહ જેવાં છે,
સફર સાચી દિશામાં તો એ કરવા પણ નથી દેતાં.

ભલે મળતાં નથી, પણ એજ તારણહાર છે સાચા,
જે ડૂબવા તો નથી દેતા જ, તરવા પણ નથી દેતાં.

હવે આવા પ્રણયનો અંત પણ આવે તો કઇ રીતે?
નથી પોતે વિસરતાં કે વિસરવા પણ નથી દેતાં.

સુરાનો નહિ, હવે સાકીનો ખુદનો છે નશો અમને,
કે એનો હાથ પકડી જામ ભરવા પણ નથી દેતાં.

જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે બેફામ?
કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતાં

17 replies on “અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં – બરકત વિરાણી ‘બેફામ’”

  1. સાહેબ તમે તો ગઝ્લ લખી જાણી, અમે તો એને જીવીએ,…..સાચી દિશા મા. સફર ન કરી શકવાનુ દુઃખ તો સમજી પણ નથી શકતા.

  2. wahsu gazal che
    garibi ne lidhe karvi pade che karkasar avi,
    ame radiye chie ne ashru sarva pan nathi deta.

    khare khar aa gazal mane khub j gami. dil ne sparshi jay evi aa gazal che.

  3. જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે બેફામ?
    કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતાં

    વાહ ક્યા બાત હે….

  4. જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે બેફામ?
    કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતાં

    વાહ ક્યા બાત હે….

  5. હવે જોવા જાયિયે તો ક્યા આવા શ્બ્દો મલે,

  6. I tries ti write in Gujarati with the help of alphabate chart,but not successful.
    Aa ghani unchi kashani Ghagal Chhe and it has given me tremendus support to bring freshness in living life at the seventies.Pranay is such a abstact word which cannot be described but Mr Virani has very well written in words.
    Very highly appreciated

  7. જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે બેફામ?
    કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતાં
    આ ફ રી ન

  8. Matlab hoy che to lok marva pan nathi deta……..
    kharekhar kadvi pan Saav Sachi vaat kahi che….
    Befam ne sallam…te pan matlab ni ke saras sher lakhya!!!!!!!

  9. સુરાનો નહિ, હવે સાકીનો ખુદનો છે નશો અમને,
    કે એનો હાથ પકડી જામ ભરવા પણ નથી દેતાં.

    હાસિલ-એ-ગઝલ શેર કહીશ હું આ શેર ને !!! .. અદભૂત વાત …

    ખુબ જ સુંદર …

  10. વાહ, ક્યા ખુબ કહેી. પ્રણય નો અન્ત ના આવે તેથી પ્રણયનાં ફૂલને પમરવા પણ નથી દિધા! અને, ગરીબીનેી દશા પણ કેવેી?

    “ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી,
    અમે રડીએ છીએ ને અશ્રુ સરવા પણ નથી દેતાં.”

    મ્ક્તા તો ભૈ બેફામના જઃ

    “જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે બેફામ?
    કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતાં”

    -પ્રશાંત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *