ઝનનન ઝાંઝર બોલે રે – લાલજી કાનપરિયા (ક્ષેમુદાદાનું છેલ્લું સ્વરાંકન)

આજે ૩૦ જુલાઇ – આપણા મુર્ધન્ય સ્વરકાર શ્રી ક્ષેમુ દિવેટીઆની પૂણ્યતિથિ. તો આપણા સૌ ગુજરાતીઓ તરફથી એમને શ્રધ્ધાંજલી સાથે આજે માણીએ એક એવું ગીત – જે એમણે ગુજરાતી સુગમસંગીતની શાસ્ત્રીયસંગીતને અંજલિ તરીકે બનાવ્યું છે. સાંભળીએ આ ગીત અમરભાઇ પાસે – અને સાથે અમરભાઇના જ શબ્દોમાં થોડી વાતો આ સ્વરાંકન વિષે (ગીતના શબ્દોની નીચે).

સ્વર – અમર ભટ્ટ
સ્વરાંકન – ક્ષેમુ દિવેટીઆ

ઝનનન ઝાંઝર બોલે રે,
ભેદ ભીતરના ખોલે રે

મન મસ્તાનું થઈને ઝૂલે પવન્નનાં પારણીયે જી,
મોતી શું મલકાતું આવે કોઈ હવે બારણિયે જી
વળે છે નજરો ટોળે રે

ફૂલો આગળ ભમરો છેડે ફળિયે ગુન ગુન રાગ જી,
સંતો વચાળે હરતો ફરતો મઘમઘતો એક બાગ જી,
ચડે છે જીવડો ઝોલે રે

ઘડીક ઘરની અંદર ઘડીમાં બહાર ફરતાં પગલાં જી,
ફૂલો જેવાં ઊગી નીકળે અવસર ઢગલે ઢગલા જી,
અત્તરિયા દરિયા ડોલે રે

– લાલજી કાનપરિયા

ક્ષેમુભાઇનું આ છેલ્લું સ્વરાંકન સુગમ સંગીતની શાસ્ત્રીય સંગીતને અંજલિ છે. સ્થાયી રાગ છાયાનટની ઉસ્તાદ ફેયાઝ ખાનસાહેબે ગાયેલી બંદિશ -ઝનનન બાજે બીછુઆ – પર આધારિત છે.

પ્રથમ અંતરાની પ્રથમ પંક્તિ સૂરશ્રી કેસરબાઈ કેરકરના ગાયેલા રાગ નટકામોદની બંદિશ- નેવર બાજો- પર આધારિત છે. બીજા અંતરાની પ્રથમ પંક્તિ પંડિત ઓમકારનાથજીના ગાયેલા રાગ નીલામ્બરીની બંદિશ- હે મિતવા- પરથી એમણે બાંધી છે અને છેલ્લા અંતરાની પ્રથમ પંક્તિમાં પંડિત રવિશંકરના રાગ પરમેશ્વરીનો આધાર છે. શાસ્ત્રીય સંગીતથી આપણને સમૃદ્ધ કરનાર સૌ દિગ્ગજ કલાકારોને ક્શેમુભાઈની સલામ આ સ્વરાંકનમાં છે, જે જન્મતું જોવાનો ને પ્રથમ વાર ગાવાનો લ્હાવો મને મળ્યો એ મારું સદનસીબ!
– અમર ભટ્ટ

12 replies on “ઝનનન ઝાંઝર બોલે રે – લાલજી કાનપરિયા (ક્ષેમુદાદાનું છેલ્લું સ્વરાંકન)”

 1. Maheshchandra Naik says:

  સરસ, આનદ આનદ થઈ ગયો, આભાર શ્રેી અમરભાઈનો પણ આભાર, આજે એમના સ્વરમા આ રચના સાંભળવા મળી એ અમારુ સદભાગ્ય જ માનવુ રહ્યુ………………………………….

 2. ખુબ સરસ રચના, ઉત્તમ સ્વરાંકન અને અમરભાઈનો કંઠ ! આફ્રીન !

 3. Bharat Trivedi says:

  શ્રી.લાલજી કાનપરિઆની સુંદર રચના, પૂ.ક્ષેમુદાદાનુ આલ્હાદક સ્વરાંકન અને શ્રી.અમર ભટનો જાદુઇ અવાજ મનને સ્વર્ગીય આનંદ આપી ગયા. ટહુકો નો ખુબ આભાર.

 4. Chitra & Dikshit Sharad says:

  Very unique composition which only Mu Kshemubhai could create and only Amar Bhatt could do justice to. We remember the music session organized by Narendra Lakhani in New Jersey to which we took Amar and the late Gaurav Dhru to perform, around 1990. The audience was thrilled to hear them sing. We are extremely delighted to see the unbelievable progress Amar has made since then, and made a most notable mark as an outstanding singer-commentator, in Gujarat and overseas. We regret very much that we could not sponsor Mu Kshemubhai’s visit to USA, a total and complete loss for the audiences here.

  Ben Jayshree: You have added yet another feather in your service-offering cap by providing this gem of a piece to all of us “tahuko” lovers.

 5. Mahendra Sheth says:

  Comin g from Gujarati family elder brother Ajit Sheth well known Singer Composer and Producers of Musical programme like A MASS NA GEETO series in Bhatiya Vidya Bhavan and eldest brotherIndravadan Sheth who was a voixe of Mukesh in his Collge days but never got opprtunity
  Myself lover of Sugam Sangeet and Indian Classical Music
  Elder sister SONA SHETH at the age of 80 sings and learn music
  Received many prises in Senior Citizen singing compitation
  In my life this Amar Bhatt redering of Semi Classocal songs SWAR BHADHAN by Shemubhai is wonderful one
  I am proud to a Gujarati
  Recently JUNIOR IDOL PROGRAMME ON SONY CHANNEL IN INDIA is also one of the moist amazing singing programme
  The same should be promoted in US AND OTHER COUNTRIES
  In this direction or your trial through TAHUKO will be a great one

 6. Keyur Patel says:

  આફ્રીન, આહ્લ્લાદક અને અફલાતૂન.
  આહ અન વાહ નીકળી ગઈ.

  સુન્દર સ્વરાન્કન અને મધુર અવાજ શબ્દોને સોનેરી બનાવી ગયા.
  આપનો ઘણો ઘણો આભાર…….

 7. Priti Gosar-Patil says:

  ખુબ જ આનંદ આવ્યો સાંભળીને!! સ્વરરચના વિષે વાંચીને પણ બહુ ગમ્યું. હારમોનીયમ પણ અતિશય સુંદર વગાડ્યું છે!!!

  ‘ટહુકો’ નો ખુબ ખુબ આભાર!

 8. Dr. Dinesh O. Shah says:

  Amarbhai,

  Absolutely divine performance! Kshemubhainu Swarankan, your voice and laya and your tabla player did an outstanding job. This song stays on your mind long after listening to it. Thanks,
  Dinesh O. Shah

 9. mahesh dalal says:

  વાહ વાહ .. આનન્દ્ થિ હૈઇયઉ ઉભરાય્.

 10. Sandeep Jani says:

  There is some problem with download link.
  Very eager to listen after reading all the reviews.
  Please make it Ok for download or listen as usual.
  Thanks.

 11. janakray bhatt says:

  શસ્ત્રિય સન્ગીત થી અજાન ચ્હતા, બહુ મજા થી માન્યુ. અમર ભાઇ એ આપેલી સમ્જન થી વધુ આનન્દ થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *