પહેલા વરસાદનો છાંટો – અનિલ જોષી

આ ગીત આમ તો વર્ષાગીત કરતા વધુ પ્રેમગીત છે.. ગીતની નાયિકાને માણસને બદલે મીઠાની ગાંગડી થવું છે, કે જેથી પિયુજીના પ્રેમના છાંટે એ ઓગળી જાય..

(હું પાટો બંધાવા હાલી રે…. Photo: DollsofIndia.com)

* * * * * * *

સ્વર : હેમા દેસાઇ
સંગીત : ઉદય મઝુમદાર

This text will be replaced

પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો હું
પાટો બંધાવા હાલી રે….
વેંત વેંત લોહી કાંઈ ઊંચું થીયું ને
જીવને ચઢી ગઈ ખાલી રે…

સાસ ને સસુરજી અબઘડી આવશે
કાશીની પૂરી કરી જાત
રોજીંદા ઘરકામે ખલેલ પહોંચાડે મુને
આંબલીની હેઠે પડ્યાં કાતરા રે….

પિયુજી છપરાને બદલે જો આભ હોત
બંધાતી હોત હું યે વાદળી રે…
માણસ કરતાં જો હોત મીઠાંની ગાંગડી
છાંટો વાગ્યો ને જાત ઓગળી રે…

પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો હું
પાટો બંધાવા હાલી રે….

10 thoughts on “પહેલા વરસાદનો છાંટો – અનિલ જોષી

 1. ઊર્મિ

  મજાનું વર્ષાગીત… પોસ્ટ કર્યુ તે દિવસે જ- પહેલાં તો આખું ગીત વાંચીને થોડી હેરાન થઈ ગઈ, કારણકે મેં તો અહીં છે એનાં કરતાં કોઈ બીજા જ અંતરા સાંભળ્યા કરેલા. અને એટલે એ ગીત વિશે મેં થોડી તપાસ પણ કરી… અને પરિણામરૂપે આ ગીતનું બીજું version પણ થોડા દિવસમાં જ ગાગરમાં સાગર ઉપર માણવા મળશે… so stay tune… :-)

  Reply
 2. ખજિત

  સીડી અને ડીવીડી ના જમાના પહેલા માત્ર કેસેટ નો યુગ હતો ત્યારે પપ્પા અનુપ જલોટા ના ભજન ની કેસેટ લાવ્યા હતા, એમાં અનુપ જલોટા ભજન ની શરૂઆત કરતા પહેલા કહે છે કે “સંગીત હૈ શક્તિ ઇશ્વર કી હર સ્વર મે બસે હૈ રામ” આ સાંભળતા એક અલગ જ રોમાંચ થતો હતો, આજે ફરી એ જ રોમાંચ થયો, અગણિત વાર સાંભળ્યુ આ ગીત, પણ હજી આત્મા તૃપ્ત થતી જ નથી. હેમા દેસાઇ નો અવાજ અલગ જ આભા ઉભી કરે છે.

  Reply
 3. Pingback: ગાગરમાં સાગર » Blog Archive » વર્ષાકાવ્ય ૩૧: પેલ્લા વર્સાદનો છાંટો –અનિલ જોશી અને રિષભ મહેતા

 4. thakorbhai

  છાટાનો પાટો,
  જોનૅ ન જૅવા દુઃખનુ જાણવા જૅવુ જોર
  પ્રણયની જબ્બર જસ્ત રૅલ રૅલવતુ……………………………………કાવ્ય

  Reply
 5. k m patel

  ટહુકોના નામથી પરિચિત હતો. આજે મન ભરીને ગીતો સાંભળ્યા. પહેલા વરસાદનો છાંટો લગભગ ૧૦ વર્ષ પહેલાં સાંભળેલ અને ગાવાનો પણ પ્રયત્ન કરેલ. શરુઆતમાં અમે છાંટોને બદલે કાંટો એમ ગાતા. પછી ખબર પડી હતી કે સાચો શબ્દ છાંટો છે. બહેનશ્રી તમો ગુજરાતી ભાષાની મોટી સેવા કરી રહ્યા છો. આભાર.

  મારે ૧૯૭૧-૭૨ માં આવેલ ગુજરાતી ફિલ્મ કંકુ જોવી છે. ક્યાં મળશે? મદદ કરી શકશો? તેજ અરસામાં સાંભળેલ પંખીઓએ કલશોર કર્યો આજે આપના કલેક્શનમાંથી સાંભળવા મળ્યું. મઝા આવી ગઇ. ખુબ ખુબ આભાર.

  ભગવાન અને ખાસ કરીને સંગીતની દેવી મા સરસ્વતિ આપના પર એમની બધી જ કૃપા વરસાવે એવી પ્રાર્થના સહ,

  કનુભાઇ એમ. પટેલ, ગાંધીનગર, ગુજરાત

  Reply
 6. સંદીપ ગાંધી

  આજે તીસ વરસ પછી આ ગીત સંભાળવા મળ્યું. ત્યારે મેં કોઈ અલગ ગાયિકા ના અવાજમાં સાંભળ્યું હતું. બહુ ગમ્યું.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *