૪ ઓગસ્ટ ૨૦૦૮ માં મૂકેલું વિભા દેસાઇનાં સ્વરમાં આ ખૂબ સુંદર વર્ષાગીત આજે ફરી એક વાર નવા સ્વરમાં……

સ્વર : ઉન્નતી ઝીન્ઝુવાડીયા
સંગીત નિયોજન : નીરવ જ્વલંત
This text will be replaced
સ્વર : વિભા દેસાઇ
સંગીત : પરેશ ભટ્ટ
This text will be replaced
એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું,
વાત વાતમાં વ્હાલમ વાદળ ઓઢાડીને છૂ.
સાંજ પડે ને વ્હાલમ આવી પૂછે, ‘કેમ છો રાણી’,
છે મજા એવું બોલીને છલકે આંખે પાણી,
તો આંસુના દિવાને એ પછી એણે ફૂંક મારી – ‘ફૂ’
વ્હાલમ ક્યારે દરિયો દિલનો ઢોળે,
ક્યારે વ્હાલમ મૂકી માથું સૂવે મારે ખોળે.
ને મેં કહ્યું કે રોકાઈ જા, તો એ કહે – ‘ઉંહુ
એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું,
વાત વાતમાં વ્હાલમ વાદળ ઓઢાડીને છૂ.
- મુકેશ માવલણકર
Share what you loved...
Email
“તો આંસુના દિવાને એ પછી એણે ફૂંક મારી – ‘ફૂ’ ”
onomatopoeia – એટ્લે કે representation of natural sound by word or group of words, એ ગુજરાતી ભાષા માં વણાયેલુ છે અને અલગ થી ધ્યાન ખેંચે એવુ ભગ્યે જ બને ( eg. ધમ ધમક ધમ સાંબેલું, કોઇ ટહુકે છે, ચરર ચરર ચકડોળ ..etc) પણ આવા શબ્દો નો સીધ્ધે સીધ્ધો પ્રયોગ મેં પહેલી વાર જાણ્યો અને ખૂબ માણ્યો પણ. શ્રી માવલણકર ના વિષે વધારે માહિતી કોઇ આપી શકે તો આભાર..!
તો આંસુના દિવાને એ પછી એણે ફૂંક મારી – ‘ફૂ’…
વ્હાલમની એ ફૂંક કેટલી મીઠી લાગે !
http://www.aasvad.wordpress.com
સુંદર રચના…
સરસ રચના
અને
વિભાની મધુર ગાયકી
પરેશના સ્વરમાં ગીત મૂકશો
સ્વ.૫રેશભાઇના દેહાવસાનના ૨૫-૨૫ વર બાદ ૫ણ તરોતાજી
સ્વરરચના……….૫રેશભાઇના તમામ સ્વરાકનો ” ટહુકા “મા
કેમ ન ટહુકે ?
કવિ મુકેશ માલવણકર……
ગુજરાતી સુગમ સંગીતને પરેશ ભટ્ટનેી ખોટ કાયમ રહેશે.
પરેશ ભટ્ટના સ્વરમાં રાજેન્દ્ર શુક્લની બહુખ્યાત ગઝલ અહીં સાંભળી શકશોઃ
http://www.rajendrashukla.com/PoetrySung.html
ખુબજ સરસ રચના છે મે અત્યાર સુધી ગણી રચનાઓ સાંભળી છે પણ આનો સ્વાદ જ અલગ છે.
આભાર દીદી !
I heard about this website.so,I opened it but I can’t hear any songs.so,I am very upset.
Pareshbhai ni badhij rachnao be cassets ma lagbhag 74 ma kadach navsari na koi trust “Paresh bhatt smriti” ke evu koi nam hatu tene bahar padi hati, jo aap te badhi pareshbhaina j swaro ma rachnao net par muksho to aap no khub j abhari thaish, thanks
pls. put some more rachnas sung by Vibha Desai…so soothing & sweet voice.
અતિશય લાગણીભર્યુ ગાન
વરસાદી લાગણીમાં તરબોળ કરી ગયું આ ગીત.
અત્યંત મઝા આવી.
work, c of composition is good but i appreciate voice of vibhabahen and salute both vibhabahen and rasbhai
વિભા દેસાઇ એટલે વિભા દેસાઇ……. અફલાતૂન…
ati sunder…sver ni rachna ane madhur awaj no sathvaro..maja padi gai..
સુન્દર કવિતા સુન્દર સ્વર રચના ( પરેશ) સુન્દર ગાયકી (વિભાબેન)…
સરસ રચના, બંને સ્વરાંકન મનભાવન, કવિશ્રી, ગાયકોને અભિનદન, આપનો આભાર………..
ખુબ સરસ સંગીત રચના..
મઝા આવી ગઈ.
સુંદર ગીત. બેઉ સ્વરાંકન સુંદર. વિભાબેનનો અવાજ દાદ માગી લે.
ઉન્નતીબેન પણ સારી ક્ષમતા ધરાવે છે.
ખુબ સુંદર….
વિલંબિત લય માં ગાવામાં અઘરી આ રચના ઉન્નતીએ સુંદર રીતે ગાઈ, ઉન્નતી ને અભિનંદન.
વિભાબેને ગાયેલી મુળ રચના બાબત તો શું કહેવું.. અતિ સુંદર.. Excellent..
વ્હાલમ વ્હાલમ પછી જાણે કે શબ્દોજ ન સુઝતા હોય તેમ પુનરાવર્તન થાય છે,અદભુત !~
ઊન્નતીબેન અને નીરવભાઈનુ ગીત સુંદર છે.પણ એક વીચાર આવે કે પરેશભાઈને ઍક્ અંજલી રુપે ગીતની તેમની બન્દીશ અક્બંધ (untouched) રાખવી જોઇયે.
આ ગીતના સંગીત પર પરેશભાઈની અમીટ છાપ છે.
ગુજરાતી ગીતોની ક્યાં કમી છે.
ગુસ્તાખી માફ !
સરસ રચના થકી ભીન્જાય જવાયુ
વાહ..!
બસ… ઉત્તમ
Ya! This song is very fine & Niravbhai & Jwalantbhai Music is so nice.. Yaa! 1st Vibhaben song is very also nice. I am Tabla Player. I have done my master in M.S.Uni Baroda.
સરસ ગીત રચના… બંને સ્વરાંકનો સરસ થયા છે.. નવા સ્વરાંકન પરથી પરેશ ભટ્ટના સ્વરાંકનની અસર લગીરેય ભૂંસાઈ હોય એમ જણાતું નથી…
જ્વલંત મારો પુત્ર છે અને નીરવ મારા દીકરા જેવો છે.તેમની અવિરત સંગીત સાધનાનો હું સાક્ષી છું. તેમને માટે હું કઈ લખું તે યોગ્ય નથી.હા ઉન્નતીબેનનું શાસ્ત્રીય ગાયન મેં સાંભળ્યું.છે. અદભુત અદભુત સિવાય મારી પાસે કોઈ શબ્દો નથી. આ ગીતના સ્વરાંકન જેવા સ્વરાંકન ભાગ્યે જ સાંભળવા મળે છે.સ્વ. પરેશ ભટ્ટ હૃદયસ્થ છે અને રહેશે.આ ગીતમાં ઉન્નતીબેનનું અદભુત કંઠનું માધુર્ય માણવા મળ્યું
ઉન્નતિબેનને અભિનંદન. અને એટલ જ હકદાર નીરવ અને જવલંત. એટલા માટે કે ગીત નો મિજાજ જાળવી રાખ્યો છે.અને એ ઉપરાંત વધારે ઉઠાવ આપ્યો છે.
First of all when we hear this song from the heart there is one different type of sound comes out……
congratulations to Unnatibahen….
Thanks to Niravbhai,Jwalantbhai
I am feeling proud to be a small part of this song…….
Singing quality of Unnati is like a one HIGH STANDARD artist…
Heartly Congratulations to Unnati,Jwalant & Nirav…& best wishes for those emerging artists
Wow!!! This is very great composition. Jwalantbhai is my sir & Niravbhai is just like my elder brother. They both r very good player & Unnati performance is also very good.
Regards,,
Tejas Trivedi
એકલદોકલ વરસાદે કેવો ભીજાયો હુ
વાતવાતમા કોઇ પૂછે? કદી ન ભૂલુ હુ..હુ…
આજ ગીત સ્વ શ્રી પરેશભાઈ ના પોતા ના સ્વરો મા
http://www.youtube.com/watch?v=hXETIKd-LJM
ઉન્નતીએ આ ગીતને બરોબર ન્યાય આપ્યો છે અને નીરવ-જ્વલંતનું સંગીત નિયોજન ગીતને એકદમ અનુરૂપ અને દાદ માગીલે તેવું છે
મન ખુશ થઈ ગયુ
મારુ પન મન ખુશ થૈ ગ્યુ
વિભાબહેનનુઁ ગેીત મનોરમ છે.
ગેીતના શબ્દો સરસ છે.આભાર !