હરી પર અમથું અમથું હેત – રમેશ પારેખ

હમણાં ૧૭ મે ના દિવસે કવિ શ્રી રમેશ પારેખની પુણ્યતિથી ગઇ. ‘છ અક્ષરનું નામ’ એ આપણી વચ્ચેથી વિદાય લીધીને સાત વર્ષ થયા. એમની ખોટ તો ગુજરાતી કવિતા જગતને હંમેશા સાલશે. આજે કવિશ્રીને એમના પોતાના અવાજમાં એમની આ કવિતા સાંભળીને શ્રધ્ધાંજલી આપીએ.

vishn33

(હરી પર અમથું અમથું હેત…  ફોટોઃ વેબ પરથી)

હરી પર અમથું અમથું હેત,
હું અંગુઠા જેવડી ને મારી વ્હાલપ બબ્બે વેંત.

અમથી અમથી પૂજા કરું ને અમથા રાખુ વ્રત,
અમથી અમથી મંગળ ગાઉં, લખુ અમસ્તો ખત;
અંગે અંગે અમથી અમથી અગન લપેટો લેપ,
હરી પર અમથું અમથું હેત.

‘અમથું અમથું બધુ થતું તે તને ગમે કે નઈં?’
એમ હરીએ પૂછ્યું ત્યારે બહુ વિમાસણ થઈ;
કોઈ બીજુ પૂછત તો એને ઝટપટ ના કહી દેત,
હરી પર અમથું અમથું હેત.

– રમેશ પારેખ

6 replies on “હરી પર અમથું અમથું હેત – રમેશ પારેખ”

 1. ashalata says:

  સરસ્

 2. manjbhai1981 says:

  કવિશ્રેીને હાર્દિક શ્રદ્ધાન્જલિ ! હરિ પર જેવુઁ હેત,
  તેવુઁ જ કવિ પર પણ હેત ! આભાર….સૌનો !

 3. નમસ્કાર!
  આપનો બ્લોગ ”ટહુકો” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
  આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
  આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
  ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
  આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
  માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

 4. indira shah says:

  alo moto ak pachhi ak gito sabhalvani khub maza aave chhe.

 5. nilam doshi! says:

  વાહ .વાહ નાજુક નમણુ ગીત

 6. અમર વશી says:

  ઉત્તમભાઇની આંગળી ઝાલી આવ્યો તારી પાસ. ગુજરાતી ભાષાનું શું થશે એ તો ભગવાન જાણે. પણ આ તમારી ટીમે મને ૯૦ વર્ષે આવું બધું શિખવી , મને ગમતું કાવ્ય સાહિત્ય આપી,માનસીક રીતે એટલો તરોતાજા અને બાળક જેવો બનાવી દીધો છે કે તમે બધા અને ખાસ તો ઉત્તમભાઇ ગજ્જર અને હિમાંશુભાઇ મિસ્ત્રિનું ૠણ હું કદાપિ ચુકવી ન શકું.ગની,રમેશ ને રાજેન્દ્ર ; નરસિંહ,મીરાં ને મેઘાણી મારા મનગમતા.થોડા જ વખતમાં ઉત્તમભાઇએ મને ઘરબેઠાં આ લખતાં શિખવ્યું.અને તમે બધાં આ બધું લઇને અનરાધાર વરસી પડ્યાં. હું તો ન્યાલ થઇ ગયો.સૌને અમરના વંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *