ડર ન હેમંત – હેમંત પુણેકર

કાવ્ય પઠન – હેમંત પુણેકર

ડર ન હેમંત રીત બદલવામાં
બેધડક નામ લઈ લે મત્લામાં*

મંઝિલો જાય છોને ચૂલામાં
અમને ગોઠી ગયું છે રસ્તામાં

એને ભીંજાતી જોયા કરવાની
પાણીપાણી થવાનું વર્ષામાં

કંઈક કાંટાળી યાદો ભોંકાઈ
ફૂલ શો એક ચહેરો સ્મરવામાં

એ હકીકત હશે કે બીજુ કંઈ
સપનું આવે કદી જો સપનામાં!

– હેમંત પુણેકર

છંદવિધાનઃ ગાલગા ગાલગાલ ગાલલગા/ગાગાગા

*મત્લા -> ગઝલનો પ્રથમ શેર.
સામાન્યતઃ ગઝલના છેલ્લા શેર (મક્તામાં) કવિનું નામ આવે એવી પ્રથા છે.

******
(આભાર – હેમકાવ્યો)

8 replies on “ડર ન હેમંત – હેમંત પુણેકર”

 1. ઉત્તમ ગઝલ… બધા જ શેર મજેદાર…
  ફરી ફરી વાંચવી ગમે એવી…

 2. Maheshchandra Naik says:

  સરસ ગઝલપઠન……………………………

 3. ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા says:

  શ્રી વિવેક ભાઈ સાથે સહમત છું! ઘણા સમયે હાજરી પુરાવું છું,કંઈક ચીલો ચાતરી ને નવું થતું કે ,કોઈને નવું કરતા જોઈએ ત્યારે આનંદ થાય કે વિચાર કે દ્રષ્ટિ ને આ રીતે પણ વિચારવા કે જોવાની આદત પડવી જોઈએ! નવા ની નવાઈ ન લાગે અને કૃતિમાં આનંદ પ ણ આવે- થોડા માં ઘણું સમજાવી શકાય એવી રચના દિવસો સુધી ગણ ગણવી ગમેજ ! આભાર હેમંતભાઈ, આભાર વિવેકભાઈ!

 4. ashalata says:

  nice one

 5. મારી રચના અહીં સમાવવા બદલ ધન્યવાદ!

 6. heta desai says:

  વાહ…………

 7. Ravindra Sankalia. says:

  આખરી પન્ક્તિ “સપનુ મળી જાય કદી કો સપનામા” લાજવાબ .

 8. naresh solanki says:

  ડર ન હેમંત રીત બદલવામાં
  બેધડક નામ લઈ લે મત્લામાં*

  મંઝિલો જાય છોને ચૂલામાં
  અમને ગોઠી ગયું છે રસ્તામાં…… ખુબ સુન્દર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *