કાવ્ય પઠન – હેમંત પુણેકર
ડર ન હેમંત રીત બદલવામાં
બેધડક નામ લઈ લે મત્લામાં*
મંઝિલો જાય છોને ચૂલામાં
અમને ગોઠી ગયું છે રસ્તામાં
એને ભીંજાતી જોયા કરવાની
પાણીપાણી થવાનું વર્ષામાં
કંઈક કાંટાળી યાદો ભોંકાઈ
ફૂલ શો એક ચહેરો સ્મરવામાં
એ હકીકત હશે કે બીજુ કંઈ
સપનું આવે કદી જો સપનામાં!
– હેમંત પુણેકર
છંદવિધાનઃ ગાલગા ગાલગાલ ગાલલગા/ગાગાગા
*મત્લા -> ગઝલનો પ્રથમ શેર.
સામાન્યતઃ ગઝલના છેલ્લા શેર (મક્તામાં) કવિનું નામ આવે એવી પ્રથા છે.
******
(આભાર – હેમકાવ્યો)
ડર ન હેમંત રીત બદલવામાં
બેધડક નામ લઈ લે મત્લામાં*
મંઝિલો જાય છોને ચૂલામાં
અમને ગોઠી ગયું છે રસ્તામાં…… ખુબ સુન્દર
આખરી પન્ક્તિ “સપનુ મળી જાય કદી કો સપનામા” લાજવાબ .
વાહ…………
મારી રચના અહીં સમાવવા બદલ ધન્યવાદ!
nice one
શ્રી વિવેક ભાઈ સાથે સહમત છું! ઘણા સમયે હાજરી પુરાવું છું,કંઈક ચીલો ચાતરી ને નવું થતું કે ,કોઈને નવું કરતા જોઈએ ત્યારે આનંદ થાય કે વિચાર કે દ્રષ્ટિ ને આ રીતે પણ વિચારવા કે જોવાની આદત પડવી જોઈએ! નવા ની નવાઈ ન લાગે અને કૃતિમાં આનંદ પ ણ આવે- થોડા માં ઘણું સમજાવી શકાય એવી રચના દિવસો સુધી ગણ ગણવી ગમેજ ! આભાર હેમંતભાઈ, આભાર વિવેકભાઈ!
સરસ ગઝલપઠન……………………………
ઉત્તમ ગઝલ… બધા જ શેર મજેદાર…
ફરી ફરી વાંચવી ગમે એવી…