ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

એક પાટણ શહેરની નાર પદમણી - અવિનાશ વ્યાસ

આજે તો સવાર સુધરી જાય એવું મસ્તીસભર ગીત લઇ આવી છું.

ગુજરાતી ગીતો અને પાટણ શહેરનો નાતો આમ તો ઘણો જાણીતો છે. પણ અવિનાશ વ્યાસે પાટણના પટોળાની સાથે પાટણની નારને પણ ગુજરાતી ગીતમાં સ્થાન અપાવ્યું - એ તમને ખબર છે?

આશા ભોંસલે અને મહેન્દ્ર કપૂર જેવાનો સ્વર મળ્યો હોય, અને અવિનાશ વ્યાસના શબ્દોને મળ્યું હોય ગૌરાંગ વ્યાસનું સંગીત.. વારંવાર સાંભળ્યા કરવાનું મન ન થાય તો જ નવાઇ..!!

સ્વર : આશા ભોંસલે, મહેન્દ્ર કપૂર
સંગીત : ગૌરાંગ વ્યાસ

This text will be replaced

એક પાટણ શહેરની નાર પદમણી,
આંખ નચાવતી ડાબી ને જમણી,
સૂરત જાણે ચંદા પૂનમની, બીચ બજારે જાય..
ભાતીગળ ચૂંદલડી લહેરાય,
ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય..

એક વાગડ દેશનો બંકો જુવાનીયો,
રંગ જાણે એનો લાલ ફાગણીયો,
કંઠે ગરજતો જાણે શ્રાવણિયો, સાવજડો વર્તાય,
નજર્યુંમાં આવી એવો નજરાય,
દલડું ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય..

રંગમાં નખરો, ઢંગમાં નખરો,
રૂપ એવું અંગ અંગમાં નખરો;
પાતળી કેડને ભાર જોબનનો જીરવ્યો ના જીરવાય,
ભાતીગળ ચૂંદલડી લહેરાય,
ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય..

બંકડી મૂછો અરે બંકડી પાઘડી,
રંગ કસુંબલ ભરી આંખલડી,
હાલક ડોલક ડુંગરે ચડે પડ છો ના પરખાય,
નજર્યુંમાં આવી એવો નજરાય,
દલડું ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય..

એક વર્ષ પહેલા : શાંત મનની ખીણમાં - હેમેન શાહ

14 comments to એક પાટણ શહેરની નાર પદમણી - અવિનાશ વ્યાસ

  1. pragnaju
    July 14th, 2008 at 5:35 pm

    પાટણની નાર પદમણી, આંખ નચાવતી , સૂરત જાણે ચંદા પૂનમની, બીચ બજારે જાય.. ભાતીગળ ચૂંદલડી, ઝાંઝરીયું ઝમક ઝમક … એક વાગડનો બંકો, રંગ ફાગણીયો, કંઠે ગરજતો શ્રાવણિયો, સાવજડો વર્તાય, નજર્યુંમાં આવી નજરાય, દલડું ધબક ધબક થાય..
    વાહ
    અવિનાશ વ્યાસ.આશા ભોંસલે, મહેન્દ્ર કપૂર અને ગૌરાંગની ટીમ હોય ત્યાં ગાયકી મધુર હોય જ્

  2. વિવેક ટેલર
    July 15th, 2008 at 7:40 pm

    લયમાધુર્ય એવું છે કે શબ્દોને અતિક્રમી જાય છે…

  3. Mira
    August 7th, 2008 at 1:27 pm

    બહુ સરસ મજાનુ ગિત છે.

  4. Jigar Trivedi
    October 28th, 2008 at 6:27 pm

    Excellnt song!!

  5. Villa
    January 20th, 2009 at 8:39 am

    ખુબ સરસ ટહુકાર છે.એક ફરંમાઈશ— Film-Kariyavar,Song by Mahendra kapoor, Usha Mangeshkar—Preetdi bandhatan rahi, bandhan janmo janam na bhulay na —
    if you can find this song I will be very happy to hear it. A friend wants to hear this song desperately.thanks.

  6. Jyoti Trivedi
    April 15th, 2009 at 11:31 pm

    લયમાધુર્ય, શબ્દો અને સ્વર પણ મધુર…સાચે જ,
    વારંવાર સાંભળ્યા કરવાનું મન ન થાય તો જ નવાઇ..!!

  7. Rajdeep
    June 18th, 2009 at 1:21 pm

    તમારો ખુબજ્હુબ આભાર

  8. mayank bhavsar
    July 14th, 2009 at 2:22 pm

    ઓહ માય્ ગોદ! રુવાદા ઉભા કરિ દિધા. કેત્લાય વર્સો પચ્હિ આ ગિત સામ્ભ્લવા મલ્યુ. ખબર નથિ આવા તો કેતકેત્લાય ગિતો અહિયા ધરબાયેલા ચ્હે.

  9. karnav dave
    July 14th, 2009 at 10:38 pm

    solid song boss !!!!!!!!!

  10. KUNAL KACHHIA
    August 25th, 2009 at 12:40 am

    thank you very much for making such kind of web site.
    really glad to visit this site first time.

  11. Maulik
    October 2nd, 2009 at 12:08 pm

    ખરેખર સવાર સુધરી જાય એવું મસ્તીસભર ગીત…………..

  12. muke
    June 17th, 2010 at 3:32 am

    OWESOME…………….

  13. Nishant Purohit
    July 9th, 2010 at 5:41 pm

    Jayshreeben , tame to maja karavi , Thanks you so much.

  14. Kalpana
    July 20th, 2010 at 4:23 am

    સરસ નજર્યુમા આવી નજરાય બહુ ગમ્યુ.
    આભાર
    કલ્પના

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>