એક પાટણ શહેરની નાર પદમણી – અવિનાશ વ્યાસ

આજે તો સવાર સુધરી જાય એવું મસ્તીસભર ગીત લઇ આવી છું.

ગુજરાતી ગીતો અને પાટણ શહેરનો નાતો આમ તો ઘણો જાણીતો છે. પણ અવિનાશ વ્યાસે પાટણના પટોળાની સાથે પાટણની નારને પણ ગુજરાતી ગીતમાં સ્થાન અપાવ્યું – એ તમને ખબર છે?

આશા ભોંસલે અને મહેન્દ્ર કપૂર જેવાનો સ્વર મળ્યો હોય, અને અવિનાશ વ્યાસના શબ્દોને મળ્યું હોય ગૌરાંગ વ્યાસનું સંગીત.. વારંવાર સાંભળ્યા કરવાનું મન ન થાય તો જ નવાઇ..!!

સ્વર : આશા ભોંસલે, મહેન્દ્ર કપૂર
સંગીત : ગૌરાંગ વ્યાસ

.

એક પાટણ શહેરની નાર પદમણી,
આંખ નચાવતી ડાબી ને જમણી,
સૂરત જાણે ચંદા પૂનમની, બીચ બજારે જાય..
ભાતીગળ ચૂંદલડી લહેરાય,
ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય..

એક વાગડ દેશનો બંકો જુવાનીયો,
રંગ જાણે એનો લાલ ફાગણીયો,
કંઠે ગરજતો જાણે શ્રાવણિયો, સાવજડો વર્તાય,
નજર્યુંમાં આવી એવો નજરાય,
દલડું ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય..

રંગમાં નખરો, ઢંગમાં નખરો,
રૂપ એવું અંગ અંગમાં નખરો;
પાતળી કેડને ભાર જોબનનો જીરવ્યો ના જીરવાય,
ભાતીગળ ચૂંદલડી લહેરાય,
ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય..

બંકડી મૂછો અરે બંકડી પાઘડી,
રંગ કસુંબલ ભરી આંખલડી,
હાલક ડોલક ડુંગરે ચડે પડ છો ના પરખાય,
નજર્યુંમાં આવી એવો નજરાય,
દલડું ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય..

34 replies on “એક પાટણ શહેરની નાર પદમણી – અવિનાશ વ્યાસ”

  1. જુના ગીતોની આજ તો મજા છે દિવસ સુધરી ગયો ખૂબ મજા આવી

  2. Lakho Fulani ….nu geet….Aashji and mahendra kapoor emay Gaurang vyas nu sangeet. Wah. Bhai maza padi gai

  3. ૧૯૭૬ માં આવેલી રાજીવ-રીટા ભાદુરી અભિનિત ફિલ્મ “લાખો ફૂલાણી”નું આ ગીત છે.
    આ ગીતનો વિડિયો અહીં જોઈ શકાશે –

    http://www.youtube.com/watch?v=0D6CIOM7s8I

  4. મારે ગેીત ડાઉનલોડ કરવા છે….મને મદદ કરો……

  5. please find the song pankhiyo e kal shor karyo bhai by mannadey and if not mistake it is by ninu majumdar.

  6. ઘના વખતે આ અદભુત ગિત સાભળયુ. મસ્તિભર્યા શબ્દો, સુનદર સગિત્ .

    • ખૂબ જ દિલ થી બનાવેલ ગીત છે લોકો ના દિલ મા સપશી ગયુ છે

  7. પાકિ ગુજરાતિ માટિ નિ સુગઁધ આ વેબ માઁ ૬

  8. ખુબ ખુબ અભિનન્દન એક સુન્દર પ્રયાસ ગુજરાત નિ અસ્મિતઆ જાલવવા નો

  9. સરસ નજર્યુમા આવી નજરાય બહુ ગમ્યુ.
    આભાર
    કલ્પના

  10. ખરેખર સવાર સુધરી જાય એવું મસ્તીસભર ગીત…………..

  11. ઓહ માય્ ગોદ! રુવાદા ઉભા કરિ દિધા. કેત્લાય વર્સો પચ્હિ આ ગિત સામ્ભ્લવા મલ્યુ. ખબર નથિ આવા તો કેતકેત્લાય ગિતો અહિયા ધરબાયેલા ચ્હે.

  12. લયમાધુર્ય, શબ્દો અને સ્વર પણ મધુર…સાચે જ,
    વારંવાર સાંભળ્યા કરવાનું મન ન થાય તો જ નવાઇ..!!

  13. ખુબ સરસ ટહુકાર છે.એક ફરંમાઈશ— Film-Kariyavar,Song by Mahendra kapoor, Usha Mangeshkar—Preetdi bandhatan rahi, bandhan janmo janam na bhulay na —
    if you can find this song I will be very happy to hear it. A friend wants to hear this song desperately.thanks.

  14. પાટણની નાર પદમણી, આંખ નચાવતી , સૂરત જાણે ચંદા પૂનમની, બીચ બજારે જાય.. ભાતીગળ ચૂંદલડી, ઝાંઝરીયું ઝમક ઝમક … એક વાગડનો બંકો, રંગ ફાગણીયો, કંઠે ગરજતો શ્રાવણિયો, સાવજડો વર્તાય, નજર્યુંમાં આવી નજરાય, દલડું ધબક ધબક થાય..
    વાહ
    અવિનાશ વ્યાસ.આશા ભોંસલે, મહેન્દ્ર કપૂર અને ગૌરાંગની ટીમ હોય ત્યાં ગાયકી મધુર હોય જ્

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *