માર્ગ મળશે – ગની દહીંવાલા

સ્વર – ઐશ્વર્યા મજમુદાર
સંગીત – પુરુષોત્તમ ઉપાધ્યાય
આલબ્મ – હૈયા ને દરબાર

માર્ગ મળશે હે હ્રદય તો મૂંઝવણનું શું થશે
ધાર કે મંજિલ મળી ગઈ તો ચરણનું શું થશે

હાય રે ઝાકળની મજબૂરી રડ્યું ઉદ્યાનમાં
ના વિચાર્યું રમ્ય આ વાતાવરણનું શું થશે

કંઈ દલીલો ના કરો અપરાધીઓ ઈશ્વર કને
આપણે થાશું સફળ તો દેવગણનું શું થશે

જૂઠ્ઠી તો જૂઠ્ઠી જ આશે જીવવા દેજો મને
જૂજવા મૃગજળ જતાં રે’શે તો રણનું શું થશે

જ્યાં સમજ આવી તો હું પ્રથમ બોલ્યો ગની
આજથી નિર્દોષ તારા બાળપણનું શું થશે

– ગની દહીંવાલા

Love it? Share it?

7 replies on “માર્ગ મળશે – ગની દહીંવાલા”

 1. Chintan Shah says:

  Nice composition in terms of lyrics, music and singing.

 2. Ravindra Sankalia. says:

  ગની દહીવાલાનુ ગીત બહુ ગમ્યુ.સ્વરાન્કન સરસ હતુ.

 3. Maheshchandra Naik says:

  સરસ ગઝલ નુ સુંદર સ્વરાંકન, સુમધુર સ્વર્…………………

 4. Dinesh Pandya says:

  સુંદર ગઝલ! પુરુષોત્તમભાઈની સુંદર સ્વર રચના! તેમણે પણ આ ગઝલ ગાઈ છે.

  દિનેશ પંડ્યા

 5. Uma says:

  bahu saras gazal sathe purushotambhai nu swarankan ane aishwarya no madhur avaaj.majaa aavee gai.

 6. mahesh rana vadodara says:

  સરસ ગઝલ

 7. Ullas Oza says:

  I am not getting Audio Link which is generally shown before the Lyrics. Hence unable to listen to the song. Pl let me know what I need to do to resolve that problem.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *