દોડો, દોડો સુરતીલાલા… – વિવેક મનહર ટેલર

ત્રેવીસમી ફેબ્રુઆરીના રોજ સુરત ખાતે સૂર્યાસ્ત પછી હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત જે ફાળો ઊભો થાય એ કેન્સરપીડિતો માટે, ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે તથા સુરતને ગ્રીન-સિટિ બનવવા માટે વપરાશે… તો, આજે રજૂ છે અમારા પ્યારા પ્યારા સુરતીલાલાઓ માટે એક હળવા મિજાજનું ગીત……Click here for more information on the Surat Night Half Marathon 2013….

 

સ્વરકાર/સંગીતકાર અને ગાયક : ચિરાગ રતનપરા
સૌજન્ય સ્વીકાર : કૌશિક ઘેલાણી

દોડો, દોડો સુરતીલાલા, એક થઈને દોડો,
તન-મનમાં બાંધેલી આળસની બેડી ઝંઝોડો.

ખાણી-પીણીની લારી ઉપર રોજ લાગે છે લાઇન,
લોચાથી સવાર પડે ને સાંજ પડે ત્યાં વાઇન;
મોજ-મસ્તીની વાત આવે તો સુરતીલાલા ફાઇન,
સમાજસેવાની વાતમાં આપણે ક્યારે કરીશું શાઇન ?
માથે લ્હેરીલાલાનું જે આળ ચડ્યું છે, તોડો.
દોડો, દોડો સુરતીલાલા, એક થઈને દોડો

ત્રેવીસમી ફેબ્રુઆરીની દોડ એ કેવળ દોડ નથી,
કેન્સરના દર્દીઓ માટે દોડવામાં કંઈ ખોડ નથી;
ટ્રાફિકની સમસ્યાઓનો આજેય કોઈ તોડ નથી,
સુરતને લીલુંછમ કરવાથી મોટી કોઈ હોડ નથી,
એક દિવસ તો ટી.વી., સિનેમા, બાગ-બગીચા છોડો.
દોડો, દોડો સુરતીલાલા, એક થઈને દોડો

નાનાં-મોટાં, બચ્ચા-બુઢા, સ્ત્રી-પુરુષ સહુ આવો,
અનેક આવો, દરેક આવો, જ્યોતથી જ્યોત જગાવો;
થોડી ઇચ્છા, થોડાં સપનાં, થોડી આશા વાવો,
સુરતને ખુબસૂરત કરીએ, કદમથી કદમ મિલાવો,
મન મૂકીને દોડો, દિલથી દિલનો નાતો જોડો.
દોડો, દોડો સુરતીલાલા, એક થઈને દોડો.

– વિવેક મનહર ટેલર

(આભાર – શબ્દો છે શ્વાસ મારા)

Surat Night Half Marathon 2013

17 replies on “દોડો, દોડો સુરતીલાલા… – વિવેક મનહર ટેલર”

 1. chhaya says:

  bahu saras sandesho , Manharbhai .

  Thanks Tahuko , Social Cause , Social service .

 2. Ravindra Sankalia. says:

  સુરેશ દલાલનુ વાયરો ગીત ખુબજ ગમ્યુ. આજે આપણી વચે નથી તો પણ કવિતા થકી આપણી સાથે જીવી રહ્યા છે એવી પ્રતીતિ થાય છે.

 3. Kaushik Ghelani says:

  મઝા આવી ગઈ વિવેકભાઈ..

 4. ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા says:

  અનેક આવો, દરેક આવો, જ્યોતથી જ્યોત જગાવો;
  થોડી ઇચ્છા, થોડાં સપનાં, થોડી આશા વાવો,
  દોડો, દોડો સુરતીલાલા, એક થઈને દોડો,
  તન-મનમાં બાંધેલી આળસની બેડી ઝંઝોડો.
  સૌ સુરતી લાલા ને હાર્દીક શુભેચ્છા સહ અભિનંદન !

 5. Dr. Jayendra Thakar says:

  ખુબજ મોજિલું ગીન છે!

 6. Chandrakant Lodhavia says:

  શ્રી વિવેકભાઈ,
  સુંદર, તમારા ગીતની દરેક કડીના શબ્દો ઉપર તમે કહ્યા મુજબ મેં પણ એક જ શ્ર્વાસે દોડ લગાવી, આખું ગીત વાંચી આ લખવા શ્ર્વાસ લીધો.
  નાનાં-મોટાં, બચ્ચા-બુઢા, સ્ત્રી-પુરુષ સહુ આવો,
  અનેક આવો, દરેક આવો, જ્યોતથી જ્યોત જગાવો;
  આ સંદેશ ખૂબ જ ગમ્યો.
  ચન્દ્રકાન્ત લોઢવિયા.

 7. Tarun Mehta says:

  Good one Vivekbhai. Enjoyed the “running” beats!

 8. Aditya says:

  સરસ … સંગીત ખરેખર દિલચશ્પ છે… અને શબ્દો પણ મધુર છે..!! વિવેકભાઈ.. જાદુ છવાયો છે આપનો…

 9. Mamta Pandya says:

  ખુબ જ સરસ્!! મજા આવી ગઇ…અભિનન્દન

 10. Maheshchandra Naik says:

  અમારી ઈચ્છા આ રચના સંગીતમય બની અમારા સુધી આવે, એ પુરી કરવા માટે સૌ કોઈનો આભાર………..આનદ આનદ થઈ ગયો, સ્વરકાર, સંગીતકાર અને રચયીતા સૌને અભિનદન…………..શ્રી જયશ્રીબેન આપનો પણ આભાર……….

 11. sudhir patel says:

  વાહ, સુંદર લયબધ્ધ ગીતની એટલી જ અદભૂત સંગીતમય રજૂઆત!
  દરેકને અભિનંદન!!
  સુધીર પટેલ.

 12. Kalpana says:

  બહુ સુન્દર, મનહરભાઈ. ૨૩મી ફેબ્રુઆરી ના દિવસે સુરતની રોનક જોવાજેવી હશે. દોદનારાઓ ને અભિનન્દન. એ દિવસની દોડનો લંડનમા બેઠા એકાદ ફોટો જોવા મળે તો મઝા આવે.
  આભાર.

 13. સહુ મિત્રોનો આભાર…

 14. prachi shah says:

  My Fav. Sir e aa song gaau che….:) chirag Sir your voice is awosome… 🙂

 15. CHIRAG RATANPARA says:

  HU CHIRAG RATANPARA (COMPOSER AND SINGER OF THIS SONG 9879624410 )AAP SAU MITRO NO KHUB KHUB AABHAR MANU CHU …THANKS AND THANKS FOR GREAT LYRICS BY VIVEK BHAI …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *