વાયરો – સુરેશ દલાલ

આજે માણીએ – સુગમ વોરા અને સ્તુતિ કારાણીની team પાસેથી વધુ એક મઝાનું ગીત… જે વારંવાર સાંભળવું, મમળાવવું ગમશે..!!

 

કેમે કરી નહી રહે ઝાલ્યો....  Yosemite National Park - May 2012

કેમે કરી નહી રહે ઝાલ્યો…. Yosemite National Park – May 2012

સ્વર – સ્તુતિ કારાણી
સ્વરાંકન – સુગમ વોરા

આવ્યો આવ્યો ને વળી ચાલ્યો,
વાયરો કેમે કરી નહી રહે ઝાલ્યો.

માંડ હજી બેઠા’તા વાળી પલાંઠી
ત્યાં મહેફીલનો ઉડી ગયો રંગ
ભરદોરે આસમાને ઊડતો’તો કેવો
ત્યાં કોણે મારો કાપ્યો પતંગ?

હોઠ પર આવેલા મારા પ્યાલાને કહો
કોણે આમ ધરણી પર ઢાળ્યો?

ઘોડા પર બેસીને આવ્યો અસવાર
ત્યાં પેંગડે ભરાવ્યા પગ પાછા
વહી જાતી ઉડતી આ ધૂળમાં હું જોઉ છું
ચહેરાના રંગ બધા આછા

હોંશે રચેલા મારા રંગ રંગ મહેલને
કોણે કહો અગ્નિથી બાળ્યો?

– કવિ શ્રી સુરેશ દલાલ

************
પહેલા ટહુકો પર મુકેલા સુગમ વોરા ના સ્વરાંકનો યાદ છે? આજે ફરી એકવાર સાંભળી લેજો – મઝા પડી જશે.

બંસીના સૂર તમે – દિલીપ રાવળ

કોરી-કોરી પાટી જેવો ભીનો ભીનો એક છોકરો – વંચિત કુકમાવાલા

8 replies on “વાયરો – સુરેશ દલાલ”

 1. ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા says:

  હોઠ પર આવેલા મારા પ્યાલાને કહો , કોણે આમ ધરણી પર ઢાળ્યો?
  માંડ હજી બેઠા’તા વાળી પલાંઠી , ત્યાં મહેફીલનો ઉડી ગયો રંગ
  આજ સુધી બધા આજ પ્રશ્ન નો ઉત્તર શોધવામાં , અથવા ” તીસરી કસમ” ના રાજ કપુરની જેમ ” દુનિયા બનાને વાલે” ને” કાહે કો દુનિયા બનાયી? નો સવાલ કરતા રહેનાર ને દુનિયા બનાવનાર તો કંઈ જવાબ આપે તે સમજી શકાય! હા, શહાબ્બુદ્દીન રાઠોડે પ્રેમ માં નાસીપાસ ના પ્રશ્ન કે ” આ ધરતી ફાટી કેમ નથી પડતી???!! આ આકાશ તૂટી કેમ નથી પડતું ??!!” એના જવાબ માં” ધરતી- આકાશ ને તો આ રોજનું થયું ! ” કહેવાનો મતલબ સાફ છે – સૌ પોતાનાં જંજાળમાં વ્યસ્ત છે! સૌ પોતાનો પ્યાલો ઢોળાય નહીં એ રીતે ઝાલીને બેઠાજ છે ! સવાલ પ્યાલા ઉપરની પકડ કેવી છે? પ્યાલો ઢોળાઈ ન જાય તે માટે ની માત્ર ઈચ્છા શક્તિ જ જરૂરી નથી ,સાફ નિયત ની પણ જરૂરીયાત છે ! પછી તો.. શ્રી સુરેશ દલાલના મનમાં કોઈ બીજો અર્થ અભિપ્રેત હોય તો તે જાણે!

 2. Maheshchandra Naik says:

  સરસ કવિતા, સરસ સ્વર અને મનભાવન સગીત…….
  કવિશ્રી સુરેશ દલાલને લાખ લાખ સલામ,ાપનો આભાર………………….

 3. વાહ્ !!! ખુબ્જ મઝાનુ ગિત્ સાભ્લિને મન તર્બોલ થૈ ગયુ. ધન્યવાદ્ આવા ગિતો હમેશા સમ્ભલવ્શો તેવિ વિનન્તિ, આભાર્! ભરત પુરોહિત અમેરિકા થિ. ફેબ્રુઆરિ ૭, ૨૦૧૩.

 4. mansi says:

  very nice but i want a garbo like

  ” maaro soneri gedi dado hath ma kahan ramata kalindi na ghat ma…….”

  please send me this if possible

 5. upendraroy nanavati says:

  Shri Sugam Vora and Sushri stuti Vora’s Team Na Sangget Roopi Viyara E,Man Ne Dolavee Dhidhu….Swayed my Mind…Dhanyavad..Bus,Gata Raho………Bhagvan Tamaro Awaj Aak Bandh Rakhe Ane Koini Najar Na Lage !!!

 6. Soniya thakkar says:

  ખૂબ જ સુંદર. મજા આવી. દરરોજ સાંભળુ છુ, છતાં ફરી સાંભળવાનું મન થાય છે. ખૂબ જ સરસ શબ્દો ને એવો જ સુંદર કંઠ. THANK YOU SO MUCH. આવી સુંદરતાનો પરિચય કરાવવા બદલ. 🙂

 7. arpann nayak says:

  Adbhutt stuti.. Maa saraswati e sache aapne swar roopee tem j mitra sugam ne swarkar tarike nuajod vardaan j aapyu chhe jaane. Mitra sugam amara Dhabkar group ma sankalayel hata. Etle temno nikat thi parichay to chhe j.. Sugam, mitra naam to yaad chhe ne???

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *