બંસીના સૂર તમે – દિલીપ રાવળ

આજે સાંભળીએ ટહુકો પર એક નવો અવાજ… સ્તુતિ કારાણી! અને સ્વરકારનું નામ પણ નવું છે ટહુકો માટે – અમદાવાદના સુગમ વોરા. મને તો આ સ્વરાંકન અને મધમીઠો અવાજ સાંભળવાની ખૂબ જ મઝા આવી… તમને પણ ગમશે ને?

તા.ક. – ફેસબુક પર ફિરદૌસભાઇએ આ ગીત માટે જે મઝાની વાત લખી એ અહીં વહેંચવાની લાલચ રોકી ન શકી..!
શુદ્ધ સુશ્રાવ્ય મધુર મિસરી જેવો અવાજ (સ્તુતિ કારાણી), કમ્પોઝિશનને અદ્ભુત ઉઠાવ આપતું અતિસુંદર મ્યુઝિક અરેન્જમેન્ટ (સુગમ વોરા) ,સુંદર રેકોર્ડીંગ. રીધમ અને મેલોડીનું સુંદર મિશ્રણ. – ડો. ફિરદૌસ દેખૈયા 


રાધાની આંખ મહી કા’નાનો પ્રેમ….(Photo : Exotic India )

સ્વર – સ્તુતિ કારાણી
સંગીત – સુગમ વોરા

બંસીના સૂર તમે છેડો જો કા’ન, મારા કાનોમાં મધનો વરસાદ જો,
એક મનગમતો જન્મે ઉન્માદ જો…

છલકયાં ને કીધું મેં ગોકુળીયું ગામ અને મલકયાંનું કાલિંદી નામ,
છલકયાં ને મલકયાં નો સરવાળો કીધો, તો પ્રગટ્યા’તા પોતે ઘનશ્યામ,
પ્રગટીને પનઘટ પર પ્રીતીનો પાડયો’તો કા’ન તમે મીઠેરો સાદ જો…

બંસી જેવા જ તમે પાતળીયા શ્યામ અને હળવા કે પાંપણનો ભાર,
એક એક હૈયામાં કેવા વસો છો ને રાખો છો સૌની દરકાર,
કા’ન તણા કામણને બીરદાવું કૈ રીતે મનમાં જન્મે છે વિવાદ જો…

રાધાની આંખ મહી કા’નાનો પ્રેમ અને કા’નાની કીકીમાં રાધા,
જ્યાં લગ ઓ શ્યામ તમે જાકારો ના દો ને ત્યાં લગ છે રહેવાની બાધા,
કા’ન તમે મારૂ એ અણપ્રગટયું ગીત હવે ગોકુળીયું દેશે રે દાદ જો…

– દિલીપ રાવળ

39 replies on “બંસીના સૂર તમે – દિલીપ રાવળ”

  1. સુગમ્,

    સુર્, શબ્દ્, સ્વર અને સ્વરાકન નિ અદભુત જુગલબન્ધિ.

  2. CONGRATULATION SUGAM. GOOD COMPOSITION. WELL SUNG BY STUTI. PLEASE SEND YOUR ANOTHER COMPOSITIONS TO TAHUKO.COM. I WANT TO LISTEN YOUR COMPOSITIONS WHICH SHOULD NOT HAVE TYPICAL GUJARATI FLARE. GUJARATI HAS TO COME OUT FROM THEIR TYPICAL SHIELD. THEY SHOULD LISTEN OTHERS TO COME OUT FROM TYPICALITY.

  3. સ્તુતિ બહેનનો અવાજ અને સુગમભાઇનુ સ્વરાન્કન ખુબજ સરસ.

  4. vah stuti…. khub j saras … beta bahu j saras gayu 6e … amne bhuli to nathi ne ? sugam bhai suynder swarankan karyu 6e bhai … ne kavita to … jay ho dilip bhai …

  5. ખુબ જ સરસ. ગુજરાતી સુગમ સંગીત અને ક્રુષ્સ્ગીંત અનેરો સંગમ છે.

  6. સુગમના સ્વરાન્કન ખરેખર મધના વરસાદ જેવા જ હોય ..હજુ વધુ સ્વરાન્કનનિ રાહ જોઇશુ.

    પાર્થ

  7. બંસીના સૂર તમે છેડો જો કા’ન, મારા કાનોમાં મધનો વરસાદ જો,
    એક મનગમતો જન્મે ઉન્માદ જો…..ખુબ ગમ્યો એ સાદ જોને…આભાર..!!

  8. કવિતા ને સમજવાની દરેક ની સમજ અલગ અલગ હોય.ખુબજ મધુર સંગીત,એટલું જ સુંદર ગીત અને સોને પે સુહાગા જેવો મીઠો અવાજ.
    ત્રણેનો સમ્મનવ્ય અનન્ય છે.

  9. “-જ્યાં લગ ઓ શ્યામ તમે જાકારો ના દો ને ત્યાં લગ છે રહેવાની બાધા,-”
    વાહ પ્રેમમાં પણ શિષ્તનો સ્વિકાર !!! એનું નામ જ રાધાનો પ્રેમ…..
    બંસીના સુર જેવો મધુર સ્વર…

  10. ભાવવાહી રચના,ભાવવાહી અને કર્ણપ્રિય અવાજ તથા એટલાજ કર્ણપ્રિય સંગીતનો સુભગ સમન્વય. અભિનંન.

  11. બંસીના સુરનો આનદ આનદ થઈ ગયો, આભાર્……………

  12. ધન્ય્વદ ; બહુજ સરસ રચના……….સ્વરાકન ……………આબ્બ્ભર્………..કવિ ,સ્વર્કર્ર ને સન્ગેીત કાર ને , હા, કહ્રો તો ફિર્દોસુ ભૈ નો …………………મજા આવિ ……..

  13. વાહ… સુન્દર રચના… સુગમ, રાબેતા મુજબ.. excellent… superb singing… મજા પડી…

  14. વાહ – સરસ તેમજ સુન્દર તથા ભાવથી ભરપુર અને મન ને પ્રફુલ્લિત કરતી અતિ ગહન અને મનનાં તારોને ઝંક્રુત કરતી અવિસ્મરણિય રચના માટે રચયતા ને સો – સો ધન્યવાદ સાથ હાર્દિક અભિનન્દન.
    “-જ્યાં લગ ઓ શ્યામ તમે જાકારો ના દો ને ત્યાં લગ છે રહેવાની બાધા,-”
    અહિં દિલીપભાઈ એ ઘણાજ ઉમદા શબ્દોનો ઉપયોગ કર્યો છે. – રહેવાની બાધા પણ માત્ર ત્યાં સુધીજ કે જ્યાં સુધી શ્યામ જાકારો ન આપે ! જેવો જાકારો દીધો કે તરત જ GOOD BYE – અહિં કવિ શ્યામની સામે તેના પ્રેમિ/પ્રેમિકા દ્વારા ઓપન ચેલેન્જ આપી પોતાનું સ્વાભિમાન પણ છતું કરે છે.
    ખરેખર બહુજ આકર્ષક રીતે વર્ણન કરેલ છે. —-પુષ્પકાન્ત તલાટી

  15. મજા જરુર આવી પણ દીલમાં ઊતરી જાય તેવું કાંઈ જ નથી..આજીજી છે કે વ્હાલ તે જ સમજાતું નથી..જેવી જેની પસંદ..વખાણ કરવા એટલે કરવા જ એવું થોડું હોય્…

  16. ખરેખર મજા આવે તેવી મીઠી લાગી, ઉત્કટ પ્રેમને અદભુત રીતે વ્યક્ત કરતી ભાવવાહી રચના, સંતુરના પીસ આહલાદક લાગે છે.

  17. જિ હા જન્મે મન્ગમ્તો ઉન્માદ વાહ કવિ ખુબ સરર્સ્

  18. મજા આવી ગઇ. ફેસબુક ઉપર શેર તો કર્યું જ છે.સંતુરના પીસ આહલાદક લાગે છે. ખાસ કરીને જે સોફ્ટ રીધમ મુકી છે તે બેઝ સાથે એટલી મીઠી લાગે છે કે બસ.સુંદર ગાયન અને અવાજ.

  19. ઉત્કટ પ્રેમને અદભુત રીતે વ્યક્ત કરતી ભાવવાહી રચના.સુન્દર શબ્દો માટે કવિ શ્રી દિલીપ રાવળને,કર્ણપ્રિય સ્વરાન્કન માટે સુગમ વોરાને,
    મધુર અવાજથી ભાવપુર્ણ રજુઆત માટે સ્તુતિને ખુબ ખુબ અભિનંદન..બીજું ગીત ક્યારે ?
    વિહાર મજમુદાર, વડોદરા

  20. બઁસી જેવા જ પાતળિયા શ્યામ…….
    વાહ કવિ !સ્તુતિબહેના ,સુગમભાઇ અને
    દિલિપભાઇનો ઘણો જ આભાર!જ. અ.સાથે !

  21. શ્યામની બંસી અને રાધાનો પ્રેમ – દિલીપભાઈની સુંદર પ્રેમલ રચના.
    ઉલ્લાસ ઓઝા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *