એવા રે મારગ – તનસુખ ભટ્ટ ‘યાત્રી’

ડાબે રે ઊંડી વનની ખીણ..જમણે ડુંગરની ભીંત.. Yosemite National Park - April 2009

ડાબે રે ઊંડી વનની ખીણ..જમણે ડુંગરની ભીંત.. Yosemite National Park – April 2009

ધોળિયું ધજાયું જ્યાં ફરફરે, ગરવા ગિરિવરની ટૂંક,
વાયુ રે ઢાળે વનના વીંઝણા, જાવું છે ત્યાં અચૂક
એવા રે મારગ અમે સંચર્યા.

ઊંચે રે મઢીથી ઊંચે મોલથી ઊંચા ત્રોવરથી અપાર
ઊંચે રે ઊભી ડુંગર દેરડી, વાદળગઢની મોઝાર
એવા રે મારગ અમે સંચર્યા.

ડાબે રે ઊંડી વનની ખીણ છે, જમણે ડુંગરની ભીંત;
કેડી રે વંકાણી વેલ સમી, કપરાં કરવાં ચિત્ત,
એવા રે મારગ અમે સંચર્યા.

પળમાં પડે ને પળમાં ઊપડે, વાદળ પડદા વિશાળ,
પળમાં લોપાતી રે દેરડી, મળતી લેશ ન ભાળ
એવા રે મારગ અમે સંચર્યા.

ખમા રે વાયુ ખમા વાદળાં, ખમા ડુંગરના સ્વામ,
તમ્મારે દરશને ઝંખના, પૂરણ કરજો કામ.
એવા રે મારગ અમે સંચર્યા.

– તનસુખ ભટ્ટ ‘યાત્રી’

(આભાર – રીડગુજરાતી.કોમ)

3 replies on “એવા રે મારગ – તનસુખ ભટ્ટ ‘યાત્રી’”

 1. Baarin Dixit says:

  ખુબ સુન્દર

 2. ખમા રે વાયુ ખમા વાદળાં, ખમા ડુંગરના સ્વામ,
  તમ્મારે દરશને ઝંખના, પૂરણ કરજો કામ.
  એવા રે મારગ અમે સંચર્યા.

 3. Maheshchandra Naik says:

  જુદા જુદા માર્ગે ઈશ્વર સુધી જઈ શકાય છે અને ફ્ક્ત અનુભુતીની વાત છે, સરસ રચના, આભાર……………….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *