December 29th, 2012 – એટલે દિલોજાન મિત્ર વિવેક ટેલરની વેબસાઇટ – ‘શબ્દો છે શ્વાસ મારા’ ની સાતમી વર્ષગાંઠ..!! આ વેબસાઇટે વિવેકને સાત વર્ષમાં શું આપ્યું એ તો તમે એની સાઇટ પર, એના જ શબ્દોમાં વાંચી લેજો..! પરંતુ એની આ કમાલની કલમ થકી આપણને જે મળ્યું – એ તો એને કયા શબ્દોમાં કહીએ?
https://www.youtube.com/watch?v=uagAm1-AFVIબધાના તારા વિશેના ખયાલ નોખા છે.
જવાબ નોખા છે સહુના, સવાલ નોખા છે.
આ દર્દની પળેપળના દલાલ નોખા છે,
અમારા ગીત-ગઝલના કમાલ નોખા છે.
તમે પકડવા જશો કાનથી તો નહીં પકડાય,
અમારા દર્દ તણા સૂર-તાલ નોખા છે.
ખરે છે આંખથી સૌની એ આંસુ છે સરખાં,
પરંતુ હાથમાં સૌના રૂમાલ નોખા છે.
બધા ગતાનુગતિક ચિત્તવૃત્તિના છે શિકાર,
ઉપર-ઉપરથી ફકત હાલચાલ નોખા છે.
બધું જ ભ્રમ છે હું જાણું છું પણ મનાતું નથી,
આ ચંદ શ્વાસના ધાંધલ-ધમાલ નોખા છે.
રદીફ, કાફિયા ને છંદ સહુને હાંસિલ છે,
કલમ-કલમમાં પરંતુ કમાલ નોખા છે.
-વિવેક મનહર ટેલર
(૧૧-૦૯-૨૦૧૦)
VAA BHAI KAVI LOVE SHYRI,
ROMANTIC SHAYRI,
GAJAL,
JOKESH,
STATUS,
VISITE NOW : http://WWW.HINDIJOKESJUNCTION.IN
સહુ દોસ્તોનો ખૂબ ખૂબ આભાર…
રદીફ, કાફિયા ને છંદ સહુને હાંસિલ છે,
કલમ-કલમમાં પરંતુ કમાલ નોખા છે.વાહ્
વિવેકભાઇની આ ગઝલ વાન્ચવાની બહુ મઝા આવી
વાહ ક્યા બાત હૈ
ડૉૅ.વિવેક્ભાઈ,ગઝલકારોમાં નોખા જ ગઝલકારની પ્રતિતી કરાવતા રહ્યા છે……..
Very nice VivekSir…
Maja avi gai..!
Congratulation n lots of best Wishes..for ur blog..!
બધું જ ભ્રમ છે હું જાણું છું પણ મનાતું નથી,
આ ચંદ શ્વાસના ધાંધલ-ધમાલ નોખા છે.
Wahhh….
Happy birthday …SCSM
ખરેખર શબ્દો નોખા છે
ચંદ શ્વાસના ધાંધલ ધમાલ નોખા છે !