એક હુંફાળો માળો ! – તુષાર શુક્લ

તુષાર શુક્લનું આ ગીત દરેક લગ્નપ્રસંગે ભેટ આપવા જેવું છે… સહિયારા જીવનના સ્વપ્નને કવિએ અહીં એવી સરસ રીતે શબ્દોમાં ઢાળ્યું છે કે.. વાહ ! સિવાયના કોઇ શબ્દો યાદ જ ન આવે…!!

સ્વર : સૌમિલ – આરતી મુન્શી
સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી

845396216_b6ce080c7c_m

હળવે હળવે શીત લહેરમા ઝુમી રહી છે ડાળો,
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !

એકમેકને ગમતી સળીઓ શોધીએ આપણે સાથે;
મનગમતા માળાનું સપનુ જોયુ છે સંગાથે.
અણગમતુ જ્યાં હોય કશું ના માળો એક હુંફાળો,

સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !

મનગમતી ક્ષણ ના ચણચણીએ ના કરશું ફરિયાદ;
મખમલ મખમલ પીંછા વચ્ચે રેશમી હો સંવાદ.
સપના કેરી રજાઇ ઓઢી માણીએ સ્પર્શ સુંવાળો,

સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !

મઝિયારા માળામા રેલે સુખની રેલમછેલ;
એકમેકના સાથમાં શોભે વૃક્ષને વીંટી વેલ.
મનહર મદભર સુંદરતામા હોયે આપણો ફાળો

સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો

26 thoughts on “એક હુંફાળો માળો ! – તુષાર શુક્લ

 1. pragnaju

  તુષારનાં શબ્દો અને સ્વર-સંગીતમાં આરતી,શ્યામલ-સૌમિલ હોય!આનંદ.યાદ આવી ડીસે.૧૯૯૫ની,તેમના કાર્યક્રમમા અમારા મુ.વીણાબેનને મગજની નસ ફાટી ગઈ.ડો.શ્યામલ વ્યવસાયે તબીબ-તેઓ સ્વર છોડી તુરત દોડી આવી,પ્રાથમીક સારવાર -સાથે ૯ ૧ ૧ને ફોન કર્યો અને કોઈ પાણી ન પાય તેવી સલાહ આપી-થૉડી મીનીટમાં તો હોસ્પી.માં!

  Reply
  1. Tushar Shukla

   I am happy to announce that I have published a Book entitled
   ” Sangaathe Sukh shodhie “:
   Pleasure of being together as well as art of getting together.
   ..a Gift for couples.
   It is in a form of letters written by Husband and wife to each other.

   Reply
 2. manvant

  સઁગાથે સુખ શોધીએ
  રચીએ એક હુઁફાળો માળો !
  એકો$હઁ બહુસ્યામ્ !

  Reply
 3. Pravin Shah

  અણગમતુ જ્યાં હોય કશું ના માળો એક હુંફાળો……
  દરેકના મનની વાત કહી જાય છે.
  કુટુંબના સૌ સભ્યો સાથે માણવા જેવું ગીત!
  આભાર!

  Reply
 4. Dinesh Akhani

  બહુ સરસ મન ને તરબતર કર્તુ ગીત સાભળયુ મજા આવી ગઈ

  Reply
 5. vishal

  હળવે હળવે શીત લહેરમા ઝુમી રહી છે ડાળો,
  સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !

  Reply
 6. Angel Dholakia

  જયશ્રિબેન, હુમ પણ એમ જ માનુ છું કે આ ગીત દરેક new married couple ને ભેટ અપાય જ.

  Reply
 7. Maheshchandra Naik

  દામ્પત્યને આનન્દીત બનાવવા માટે ગીત કાફી છે,વડોદરાના શાયર શ્રી વિનય ઘાસવાલાની ગઝલો પણ આવો જ આનદ આપી જાય છે, આપનો આભાર અને ગીત રચિયતા સૌને અભિનદન્……

  Reply
 8. Shailesh Oza

  Fantastic duet for newly married couple . for elders they had such wishes but could not got sweet words and composition like Tusharbhai.verysimple words are used to express feelings of two hearts. Congrates for composition and waiting for another……………

  Reply
 9. Sheetal

  I don’t know how to type in gujarati…n I can’t express my views in english on such great words n singing…awesome!!!

  Reply
 10. Ujas Deven Pandya

  સુખી દાંમ્પત્ય જીવનનાં અનુભવ તથા એહસાસને શબ્દોમાં પરોવીની બનાવેલી અતિ ઉમદા રચનાં સમુ આ ગીત જ્યારે પણ હું મારા વ્હાલનાં દરિયાસમાં પતિ દેવેનનાં મુખેથી સાંભળુ છુ, ત્યારે શબ્દો તથા સ્વરમાં વેહતી લાગણીઓથી પ્રભુની સવૅશ્રેષ્ઠ રચનાં પ્રેમનો અનુવભવ થાય છે.

  Reply
 11. Jaldhi Pathak

  તષાર શુક્લ ની રચના અને એટલુ જ અસરદાર મ્યુઝિક.
  એકમેકના સાથમાં શોભે વૃક્ષને વીંટી વેલ.

  HEART TOUCHING…….

  Reply
 12. Zankar Shah

  મને એવુ થાય કે હુ સમ્ભ્લ્ય કરુ આ ગીત્……

  Reply
 13. jainendra jani

  મારા દિલનિ બહુજ નજીક આ ગિત છે મને જ્યારે પન સમય મળે ત્યારે સાંભળુ છુ

  Reply
 14. DIPESH PATEL NZ

  awesome song 4 new married and old married couple basically couple living together 4 happy life and spending good time always

  Reply
 15. Bharat Gadhavi

  વાહ જયશ્રી વાહ આવી સુન્દર રચના સમ્ભળાવી ને મન તરબતર કરી મુકયૂ……….

  Reply
 16. યોગેશ મિસ્ત્રી

  એ તો જે ડૂબકી મારે એનેજ મોતીડા મળે . . . .

  ખરેખર બેહદ સુંદર રચના છે .

  Reply
 17. bharatibhatt

  ખુબજ સુન્દર,શ્રેશ્હ રચના ચ્હે.કલ્પનાના માલાનુ શુ કહેવુ?મકાન સુન્દર હોઇ શકે ચ્હે પન માલો તો ત્યારેજ સુન્દરતા પામે જ્યારે રહેનારને શુખનો અનુભવ થાય..પ્રનય નેી શરુઆત ઉમદા હોય ને પચ્હેી——-એક હવાનો ઝોકો આવે ને બધુજ કદદભુસ —–આજ આન્તર મનનેી વિસમ્વાદિતા ચ્હે.આતો મારા વિચારો ચ્હે.

  કવ્યતો આપનને શ્રુશ્તિ સૌન્દર્યમા જુલા જુલાવે ચ્હે.ખુબજ ગમ્યુ.

  Reply
 18. bharatibhatt

  મનગમતિ ચન ચનિ ,સપનાનિ રજઐ ઓધિને અન્તરના ઉન્દાનમાથિ નિકલતો સ્નેહ્ભાવ્નથિ સ્નિગ્ધતા અનુભવિએ .ખુબ સુન્દર અનુભુતિ કરાવિ.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *